________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૩
ગાથા – ૪ ઈ છે કે, સ્વના આશ્રયમાં જા, પરનો આશ્રય છોડી દે. આહાહા ! છોડી દે એ પણ નાસ્તિથી છે. સ્વના આશ્રમમાં જા ત્યાં પરનો આશ્રય છૂટી જાય છે. આહાહા! આમાં સમજવું શું પણ. આહાહા! આવી ઝીણી ઝીણી વાતું હવે અહીંયા આખો દિ' સંસારના કામમાં પડ્યા હોઈએ એને બીજો કોઈ રસ્તો હળવો હળવો છે કે નહિં? આહાહા! બાપુ, હળવો તું છો અને શુભાશુભભાવ એ તો ભાર બોજો કલેશ છે, પીડા છે. આહાહાહા ! આહાહા!
આકળો બની બનીને મૃગજળ જેવા ” આહાહા ! મિથ્યાત્વના જોરે ફાટી ગયેલી તૃષ્ણા એનાથી ફાટી તૃષ્ણા એમાં અંતરંગ પીડા થઈ. આહાહા ! આકળો બની બનીને મૃગજળ જેવા વિષય, એટલે અતીન્દ્રિય વિષય પોતાનો છે એને છોડી દઈ, આહાહાહા! શું આચાર્યની શૈલી ! અમને સાંભળવા અને વીતરાગની વાણી સાંભળવી, આહાહા ! એ મૃગજળ જેવો વિષયનો ગ્રામ છે, સમૂહ છે. આહાહા ! છ ઘડી ભગવાનની વાણી આમ નીકળે સવારમાં સાંભળે છે, ત્યાં તો બંધ થઈ જાય છ ઘડીએ. આહાહા ! સાંભળવાની તૃષ્ણા જે છે એ તો એમને એમ ઊભી રહી. આહાહા ! આકરું કામ છે. આકળો બની બનીને મૃગજળ જેવા વિષય (એટલે) એ નિમિત્તોનો સંયોગ તો મૃગજળ જેવો છે. આહાહા ! એ પાંચ ઇન્દ્રિયોના વિષયો સાંભળવું, જોવું, રસ લેવો, ગંધ સ્પર્શ આહાહા ! આહાહાહા !
જુઓને કાલે વાત નહોતી થઈ. લગનમાં છોકરાને હાર્ટફેઈલ, હાર્ટ બેસી ગયું. આહાહા! લગ્ન, પતિ પત્નિ બે બેઠા, મંત્રો જપે બ્રાહ્મણ કે જે હોય તે, વાણિયા- જૈન જપતા જપતા જપે છે હજી તો, ત્યાં ઊડી ગયો, હાર્ટ બેસી ગયું. વરરાજાનું હાર્ટ બેસી ગયું એવું લખ્યું છે. “લગ્નના મંડપ નીચે વરરાજાનું હાર્ટ બેસી ગયું” આહાહા ! એમ લખ્યું છે અંદર હોં મોટા અક્ષરે. આહાહા ! કેટલી હોંશ હશે? આહાહા! ભોગની તૃષ્ણા, સ્ત્રી મેળવવાની ભાવના, લોભ અને ઘણી સામગ્રીમાં હવે આપણે લ્હાવા લઈશું. આહાહા !
એવા મૃગજળ જેવા વિષયગ્રામ એ તો સ્થૂળ વિષય કીધો. પણ પાંચેય ઇન્દ્રિયોનો જે વિષય છે, સાંભળવું, ભગવાનને જોવા એ બધો વિષય છે. (ભગવાન પોતે ઇન્દ્રિયનો વિષય છે) ઇન્દ્રિય છે ને ઇન્દ્રિય. તે વિષય છે. તે ઇન્દ્રિયનો વિષય છે. આહાહા ! મૃગજળ જેવા, આહાહા ! એ મંદિર આમ કરોડો રૂપીયાનું મંદિર આમ જળહળ જળહળ જ્યોતિ હોય એમાં વીજળી લાગે, ક્ષણભંગૂર નાશ થઈ જાય, “પરમાત્મ પ્રકાશમાં' કહ્યું છે, એ બધા તીર્થસ્થળો મંદિરો એ બધા કાળ અગ્નિના ઇંધણા છે. કાળરૂપી અગ્નિના લાકડા છે ઈ. આહાહા! બાપુ, એ ચીજ કેમ રહેશે ને ક્યાં રહેશે જુઓ. આહાહા!
એક ક્ષણમાં બળી ગયું નહિં? ઘાટકોપર. લાખ સવા લાખનો પંડાલ, વ્યાખ્યાન ચાલતું'તું પાંચ પાંચ છ છ હજાર માણસો, જુઓ બરાબર આવ્યું, અર્ધો કલાક વાર લાગી. (વ્યાખ્યાન) ત્રણ વાગે શરૂ કરવાનું અઢી વાગ્યે આગ લાગી ખલાસ આખો પંડાલ ઘાટકોપર હુડ હુડ હુડ હુડ અગ્નિ લાગી આહાહા ! ત્રણ દિ' બંધ રાખવું પડ્યું, ત્રણ દિ' પછી બીજે સર્વોદયમાં. આહાહા ! નાશવાન ચીજમાં ટકવું તું દેખીશ તો શી રીતે ટકશે? ક્યારે એ પલટીને રાખ થશે. આહાહા! શરીરનો પલટો થઈને ક્યારે એ રાખ થાશે શરીરની, મડદું ક્યારે. આહાહા ! (મૃતક કલેવર) મૃતક કલેવરમાં અમૃત સાગર મૂર્છાણો. આહાહા! એવી બહારની તૃષ્ણાના મૃગજળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com