________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૬૧ સમ્યગ્દર્શન નિશ્ચય થશે, એ અંતરંગમાં દુઃખી છે, એ અંતરંગમાં પીડા વેદે છે. આહાહા ! આવું આકરું પડે માણસને પણ અહીં તો ચોખ્ખી વાત છે સત્યનું ઉદ્ઘાટન છે. સત્ય આ છે એ સિવાય બધું અસત્ય છે. અરે ! પ્રભુનો માર્ગ તો વીતરાગથી શરૂ થાય કે રાગથી શરૂ થાય? એ વીતરાગ માર્ગ જ નહિં. આહાહા ! અહીં તો રાગથી શરૂ કરાવીને વીતરાગતામાં લઈ જવો છે. આહાહા !! (જે અશકય છે.)
- તૃષ્ણારૂપી રોગ એનો દાહ– જોયું? એ શુભરાગની તૃષ્ણા છે એ પણ દાહ છે, અગ્નિ છે, કષાય છે. આહાહાહા! અરે, લોકો જેને ધર્મ માનીને બેઠા એને અહીં કહે છે કે એ તો તૃષ્ણા રોગનો દાહ છે, પીડા છે. આહાહા! અને આ વાત હવે ક્યાં ગુપ્ત રાખી છે? બહાર પડી ગઈ છે બધેય ઘણી. અહીંથી ૨૦ લાખ પુસ્તક બહાર પડી ગયા છે, બધામાં આ વાત છે. હું! આહાહા ! ભાઈ ! તું તારા ઘરમાંથી નીકળીને બહારમાં ભમે છે! શુભાશુભ ભાવમાં એ દાહ છે પ્રભુ. આહાહા! આવો મારગ આકરો લાગે લોકોને હોં, હેં? એટલે એમ જ કહે એકાંત છે એકાંતીઓ છે, કહો પ્રભુ, આહાહા !
( એમ લાગે છે વ્યવહારનો લોપ થઈ ગયો) વ્યવહારનો લોપ ! એની રુચિ છોડ્યા વિના સ્વભાવની રુચિ થઈ શકે નહિં. ઘણાને એમ થાય નાના નાના છોકરાંઓ પણ આવા ભગવાનના દર્શન કરે, આવું કરે આવું કરે એને તમે કહો આનાથી લાભ નથી તો, નહિં કરે એ, ભાઈ ! કરે ન કરે એનો પ્રશ્ન ક્યાં છે. આહાહા ! બધાય કરે છે, એ કરવા ટાણે રાગ હો. આહાહા ! પણ જાય ન જાય એની સાથે સંબંધ શું છે? શુભ ભાવ છે એ પોતે જ દાહ છે. એને કરતાં કરતાં સમકિતની શાંતિ મળશે? આહાહા ! રોગથી નિરોગતા થવાશે? દાહથી શાંતિ મળશે ? આહાહા ! બહુ ટૂંકામાં ટીકા, આવી ટીકા તો, આહાહા ! ભરતક્ષેત્રમાં સમયસારની આ ટીકા દિગંબરમાં આવી ટીકા, બીજા શાસ્ત્રોમાં આવી ટીકા નથી. એવી આ કોઈ ટીકા અભૂત, આહાહા! જેનાં થોડા શબ્દોમાં ભાવની ગંભીરતા અગાધ ગંભીર અગાધ ગંભીર. આહાહા !
પ્રભુ તારી પ્રભુતા પ્રાપ્ત કરવા માટે પામર એવા રાગની જરૂર નથી નાથ, આહાહા! પ્રભુ તને એ કલંક છે. આહાહા! હોય એ જુદી વાત છે. હોય છે એ પૃથક તરીકે જ્ઞાન એને જાણે, ભલે એમેય જાણે મારી પર્યાયમાં થાય છે, પણ છે દુઃખ ને રાગ, ભલે હું એનો કર્તા છું પરિણમનની અપેક્ષાએ, છતાં છે તો રાગ ને રોગ ને દાહ. આહાહા! કેટલું સમાયું છે જુઓ ને. ઓહોહોહો !
એકછત્ર ચાલે છે મિથ્યાત્વનું છત્ર અત્યારે, જ્યાં પૂછો ત્યાં મિથ્યાત્વનું જોર જ છે બધેય, આહાહાહા ! બાળકથી માંડીને ત્યાગી મોટો મહાત્મા લાખ્ખો, કરોડો વર્ષ સુધી પાંચમહાવ્રત પાળતો હોય, એની પાસે પણ મિથ્યાત્વનું રાજ પડયું છે. (બાદશાહી શાસન ) હેં ? (બાદશાહી શાસન ) હું? બાદશાહી શાસન. આહાહા! આવી વાત ક્યાં છે ભાઈ? આહા! અહીં તો તારા અનંતા જનમ મરણના ફેરા જે અનંતા કર્યા, એ આ ભાવે કર્યા મિથ્યાત્વભાવે. આહાહા ! હવે એને છોડાવવા માટે આ કહે છે. રાખ્યું છે તે અને માનીને રખડ્યો છો ! હવે એને છોડાવે છે. બાપુ! હવે પરિભ્રમણથી છૂટ નાથ. આહાહા! ઢોરને પણ ખીલે બાંધે તો રાજી થાય છે. (અહીં છોડે તો રાજી થાય) છોડે તો રાજી થાય. અમથા આમ બાંધે, સાંજના બાંધે ને સવારે છોડે ત્યારે ખુશ થાય. આહાહા! અહીં તો કહે છે રાગના ભૂતડાથી તને પીડા છે પ્રભુ, તું એનાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com