________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૫૯ થઈ તો પોતાને કારણે, સમજાણું? પણ મહાવિદેહમાં ગયા હતા. એ પણ એની યોગ્યતાથી ગયા 'તાને, આહાહા! એ ત્યાંથી પોતાને જે અંતર પ્રાપ્ત થયું, પોતાથી, ત્યાંથી પણ તેનાથી નહિં પણ પોતાથી પ્રાપ્ત થયું. આહાહા ! એનાથી આ વાત કરી રહ્યા છે. આહાહાહા !
કહે છે મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે. બળદને જેમ ઘોંસરા નાખી ૨૫-૨૫ મણ ૫૦ મણ વહેવડાવે, એમ આ કલેશ, રાગની મંદતાનો કલેશ, ક્રિયા, મહાવ્રતની ને સમિતિ, ગુણિની ને બ્રહ્મચર્યની ને એ શુભભાવ છે એ ભાર છે, કલેશ છે. પણ અજ્ઞાની એને મિથ્યાત્વને લઈને એ ભાર કરવો પડે એમ (માનીને) ભારને વહે છે. આવું કામ છે. એકાંત કહે લોકો બિચારા, નયનો વિષય જ એકાંત છે. સમ્યક એકાંત નયનો વિષય જ એ છે. એને ઠેકાણે અનેકાંત આમ થાય, વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય.નિમિત્તથી પણ થાય અને ઉપાદાનથી (પણ) થાય. આહાહા ! એવું મિથ્યાત્વરૂપી ભૂતડે એવા કામ કરી કરીને બળદની જેમ મજૂરી કરે છે ઈ. આહાહા ! છે કે નહિં અંદર? (ઉપયોગ તો આખો દિ આત્મામાં રહે નહિં– પછી બહાર આવે) અહીં એ ક્યાં પ્રશ્ન છે? બહાર આવે પણ એનાથી લાભ નથી, એ મારા ધર્મમાં કારણ નથી, એવી જો દૃષ્ટિ હોય તો એને મિથ્યાત્વનું ભૂતડું નથી. બહાર આવીને આ કર્તવ્ય કરીએ છીએ, તેથી ધર્મની પુષ્ટિ થશે, ધર્મની વૃદ્ધિ થશે, ધર્મમાં સહાયક થશે, એમ તો કહ્યું છે ને અગિયારમી ગાથામાં કે નિમિત્ત દેખીને, સહાયક હસ્તાવલંબ દેખીને જિનાગમમાં પણ કથન ઘણું કર્યું છે, પણ એનું ફળ સંસાર છે. આહાહા ! આવી વાત છે, વાદ વિવાદે એ બેસે એવું નથી બાપુ, દુનિયા જોઈ છે ને આખી. આહાહા!
આ માર્ગ જ વીતરાગનો, આહાહા! જેને વ્યવહારની પણ અપેક્ષા નથી એવું જે સમ્યગ્દર્શનશાન ચારિત્ર, અને આશ્રયે થાય, પરનો આશ્રય એને હોય જ નહિં. એને ઠેકાણે મિથ્યાત્વ ભૂતડે, એ વ્યવહાર કરતાં નિશ્ચય પમાશે અને નિશ્ચયને પહોંચી વળાશે. આહાહા! મિથ્યાત્વરૂપી ભૂતડે બળદની જેમ ભાર વહેવડાવ્યો છે. ભાર છે બધો બોજો છે. આહાહા ! એ રાગની ક્રિયા વિકલ્પની ક્રિયા છે એ કરવા લાયક છે અને એનાથી લાભ છે. એ બળદની જેમ ભાર વહેવડાવે છે. આહાહા ! “એયત્તસુવતંભો” એની વ્યાખ્યા છે આ. છે ને (ગાથાનું) ત્રીજુ પદ, એયત્તસુવતંભો, એકત્વની પ્રાપ્તિ આ રીતે નથી. આવા કારણે એને એકત્વની પ્રાપ્તિ નથી. આહાહા ! એ બેકલાની પ્રાપ્તિ છે. આહાહા ! આહાહા !
બળદની જેમ ભાર વહેવડાવે છે. આહાહા ! પચીસ, પચીસ અપવાસ, પચાસ, પચાસ અપવાસ, ચોવિયારા, પાણી વિનાના નિર્જરા થાય. નિર્જળ અપવાસ કરીએ તો નિર્જરા વધારે થાય. આહાહા ! એમ મિથ્યાત્વરૂપી ભૂતડે એ રાગની ક્રિયાને બળદની જેમ કરી છે એણે. આહાહા! આવી વાતો સાંભળવી મુશ્કેલ પડે. આહાહા ! એ તો કીધું, એના સાટું તો વાત ચાલે છે આ.
પછી જ્યારે આ મિથ્યાત્વરૂપી ભૂતડે, એને રાગમાં જોડી દીધો છે. રાગથી કાંઈક લાભ થાય એ માટે રાગના ક્રિયાકાંડ કલેશ છે. ચાહે તો પંચ મહાવ્રત હો, બાર વ્રત હો, પણ રાગ છે કલેશ છે. કલેશનો બોજો કરવો પડે એમ મિથ્યાત્વે બળદની જેમ એને જોડી દીધો છે. આહાહા ! આકરું પડે કામ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com