________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૫૭ “કેવો છે જીવલોક ઈ ? સંસારરૂપી ચક્રના મધ્યમાં પડ્યો છે.” આહાહા! મિથ્યાત્વમાં પડ્યો છે એટલે એ કર્મ ચક્રના મધ્યમાં પડ્યો છે એવો સ્થિત.. નિરંતરપણે દ્રવ્ય, જગતના જેટલા પરમાણુઓનો સંયોગ છે, એવો અનંતવાર દરેક જીવને સંયોગ થઈ ગયો છે. એ અપેક્ષિત વાત છે. કેટલાંક પરમાણુઓ એ દ્રવ્યના સંયોગપણે થયા નથી. પણ એની શક્તિ છે અનંતવાર થયો માટે શક્તિ અનંતવાર થઈ ગઈ, એમ કહેવામાં આવે છે.
એમ ક્ષેત્ર-સમસ્ત જીવ દરેક ક્ષેત્રે અવતર્યા છે એમ પણ નથી, પણ એનામાં શક્તિ છે મિથ્યાત્વની એને લઈને દરેક ક્ષેત્રમાં અવતર્યા એમ પણ કહી શકાય. એમ ‘કાળ” એમ “ભવ', સ્વર્ગના ભવો અનંતા કર્યા એમ કહેવાય, કેટલાંક જીવો હજી બહાર નીકળ્યા નથી પણ એની શ્રદ્ધા મિથ્યાત્વ છે તો મિથ્યાત્વને લઈને એ બધી ચાર ગતિમાં રખડવાનો ભાવ એની પાસે પડ્યો છે. તેથી ચાર ગતિમાં અનંતવાર રખડયો, ભવ કર્યા, એમ કહેવામાં આવે છે. એમ “ભાવ” એવા અનંત પરાવર્તન દ્રવ્ય અનંત, ક્ષેત્ર અનંત, કાળ અનંત, ભવ અનંત ને ભાવ અનંત, અનંત પરાવર્તનને લીધે એ દરેકમાં બદલતા બદલતા અનંતવાર, આહાહા ! જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે. આહાહા! રખડવાની સ્થિતિ જ જેની પ્રાપ્ત થઈ છે. આહાહા! ચોરાશીમાં અવતરવું ભ્રમણ એ જેને પ્રાપ્ત થયું છે. અહીં સુધી આવ્યું છે.
સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનારું મોટું મોહરૂપી ભૂત” મિથ્યાત્વરૂપી ભૂતડું. આહાહા ! મિથ્યાત્વરૂપી મોહ સમસ્ત વિશ્વને, સમકિતી સિવાય, અજ્ઞાનીને એક છત્ર રાજ્ય, જેમ ચક્રવર્તીનું રાજ્ય હોય તો જ્યાં હોય ત્યાં રાજ્ય જ એનું હોય, એમ અનંત જીવમાં મિથ્યાત્વનું જ રાજ્ય છે. સાધુ થયો તો પણ રાગથી લાભ થાય, એ મિથ્યાત્વરૂપી ભૂતડું એનેય વળગ્યું છે. આહાહા! ઝીણી વાત છે ભાઈ ! વ્રતધારી થાય, તો પણ એને મિથ્યાત્વનું ભૂતડું એ વ્રતનો વિકલ્પ છે એ મને લાભદાયક છે અને તે કર્તવ્ય છે, વ્યવહાર વ્રતનું, એવું મિથ્યાત્વરૂપી ભૂતડું (મિથ્યા અભિપ્રાય ) આખા ચૈતન્યના સર્વ રાજ્યમાં એકછત્ર-એકછત્ર બધે મિથ્યાત્વ જ વ્યાપી રહ્યું છે. આહાહા !
જેના રાજ્યમાં જે ચલણ હોય એ ચલણ આખા રાજ્યમાં વ્યાપે, ચલણ રાજ્યનું સિક્કો, એમ મિથ્યાત્વનો સિક્કો, આહાહા ! અનંતા અજ્ઞાની જીવમાં વ્યાપી ગયો છે. આહાહા ! એકછત્ર રાજ્ય એનું છે. જ્યાં હોય ત્યાં મિથ્યાત્વ... મિથ્યાત્વ.. મિથ્યાત્વ.. મિથ્યાત્વ (એટલે) કંઈક કરવું, કંઈ કરીએ, કંઈક વ્યવહાર કરીએ તો નિશ્ચય થાય, એવું મિથ્યાત્વરૂપી ભૂતડું એકછત્ર રાજ્યથી જેને વશ કરી લીધા છે. આહાહા ! કાંઈક કરવું તો જોઈએ ને ભાઈ, કાંઈ કર્યા વિના થાતું હશે ? શું કરવું? રાગથી ભિન્ન કરવું એ કરવું છે. પણ રાગ કરતાં કરતાં થશે સમ્યગ્દર્શન અને એ વ્યવહાર છે એ નિશ્ચયને પમાડશે. આહાહા!
એવું મિથ્યાત્વરૂપી ભૂત એક સર્વ વિશ્વને એકછત્ર રાજ્યથી વશ કરનાર, બધાંને વશ કરી લીધા છે. ઓહોહો ! મોટા માંધાતા નગ્નમુનિ, દિગંબર મુનિ પણ જેને પંચ મહાવ્રત છે, ૨૮ મૂળગુણ છે એને પણ મિથ્યાત્વે વશ કરી લીધા છે. કારણ કે એ પણ મને ધર્મ છે અથવા ધર્મનું કારણ છે. આ બધા સાધનો છે ને? વ્રત તપ ભક્તિ આદિ સાધનો છે, એનાથી મને નિશ્ચય સાધ્ય પ્રગટશે એમ મિથ્યાત્વના ભાવે એને પણ વશ કરી લીધો છે. આહાહાહા! આવું ઝીણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com