________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ શું સંતોની વાણી ગંભીર, ગંભીર ગંભીર અગાધ, થોડામાં ઘણું ઘણું ભરી દીધું છે! આહાહા ! આ સિદ્ધાંત કહેવાય. આહા ! જેમાં અનેક ભાવો થોડા શબ્દોમાં પણ પાર ન આવે, એવા ભાવો ભર્યા છે, છે તો એ ભાવ પુદ્ગલની પર્યાયમાં, જીવના ભાવો ન્યાં કાંઈ વાણીમાં નથી. પણ વાણીમાં જીવના ભાવો અને પોતાના ભાવોને કહેવાની શક્તિ છે. એથી વાણી એમ કહે છે કે શુભ અશુભ ભાવનું પરાવર્તન દરેક જીવે અનંતવાર કર્યું છે. આહાહા !
આખો કેવો છે જીવલોક એમ કહ્યું ને? આખો કેવો છે જીવલોક એમાંથી કોઈ બાકી નથી રાખ્યા ઓલા નિગોદના... ને આખો જીવલોક જે છે પરિભ્રમણના કરનારા એ બધાએ પુણ્ય અને પાપના ભાવ અનંતવાર પરાવર્તન કરીને, કરી ચૂક્યા છે. આહાહા! જેનાથી પુણ્ય બંધાય એવા શુભ ભાવ અને જેનાથી પાપ બંધાય એવા અશુભ ભાવ એ દરેક જીવલોકે અનંતવાર કર્યા છે. એમ છે એમાં જુઓ, ગંભીર વાત છે પ્રભુ. આહાહા! ત્રણ લોકના નાથ જિનેશ્વર દેવા પરમેશ્વર, એની વાણીનું શું કહેવું? આહાહા ! સંતો આવી વાતને બતાવે છે, છબ0. આહાહા ! થોડામાં ઘણું કરીને બતાવ્યું છે. ત્રણ લોકના નાથની વાતને શું કહેવી. આહાહા! એના અલ્પ શબ્દોમાં તો ચૌદ બ્રહ્માંડ ને ત્રણ કાળ ત્રણ લોક જણાઈ જાય. આહાહાહા!
ભાવરૂપ અનંત પરાવર્તનને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે. આહાહા ! દ્રવ્યના સંયોગનું ક્ષેત્રનું – કાળનું સમયે સમયે ઉપજવું ભવનું અને ભાવનું શુભભાવપણું એને લઈને શુભ અશુભભાવના પરાવર્તનને લઈને જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, ભ્રમણ પ્રાપ્ત થયું છે. આહાહા ! જેમ ઓલો ગરીયો-ગરીયો નથી આવતો? ભમરડો. ભમરડો આમ મારે એટલે છોકરો કહે ઊંઘી ગયો, ઊંઘી ગયો એટલે એટલો ચક્કર ચડે, એટલો ચક્કરે ચડે કે ચકકર છે એ દેખાય નહિં. આ ભમરડો આમ (ફરતો) હળવો થઈ જાય ત્યારે તો આમ ફરતો દેખાય પછી એકદમ ફરતો હોય ત્યારે, આ પંખામાં શું છે? એ ફરે ત્યારે એના પાંખડા દેખાય જ નહિં. ચાર પાંખડા, એકદમ ફરે પંખો ત્યારે દેખાય નહિં. એકદમ, એકદમ ફરે તો દેખાય જ નહિં, આહાહા !
અહીં કહે છે અનંત પરાવર્તનને લઈને એને ભ્રમણ પ્રાપ્ત થયું છે. ભ્રમણ, ભ્રમણ ચકરાવે ચઢી ગયો છે. રખડવાના રસ્તે ચઢી ગયો છે. આહા !
વિશેષ કહેશે – પ્રમાણ વચન ગુરુદેવ.
પ્રવચન નં. ૧૬ ગાથા-૪ તા. ૨૪-૬-૭૮ શનિવાર જેઠ વદ-૪ શનિવાર સં. ૨૫૦૪
સમયસાર, ગાથા ચોથી “સમસ્ત જીવ લોકને” એમ લેવું ત્યાંથી જે અનાદિના રખડે છે એ સિવાય સમકિતી આદિની વાત નથી. સમસ્ત જીવલોક (કહ્યું પણ ) રખડનાર મિથ્યાષ્ટિ એ અહીં લેવા. એણે રાગની વાત, રાગ કરવો ને રાગ ને ભોગવવો, રાગ છે વ્યવહાર રત્નત્રય એ પણ રાગ છે. દ્રવ્ય સંગ્રહમાં છે એ તો, એ રાગ કરવો અને ભોગવવો, એ વાત તો અનંતવાર સાંભળી છે દરેક જીવે, અને એનો પરિચય પણ થઈ ગયો છે, અને અનુભવ પણ થઈ ગયો છે. સર્વ લોકને કીધા, ભલે નિગોદના જીવ હો, પણ એને અનુભવ છે એટલે એમાં એને બધું આવી ગયું. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com