________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૫૫ અનંતવાર, ક્ષેત્રના સંબંધથી પરિવર્તન કર્યું છે, પરિભ્રમણ કર્યું છે એણે. આહાહા ! કાળથી એકેક સમયમાં પણ, અનંતવાર આવ્યો છે પરિભ્રમણમાં, આહાહા! અનંતકાળ ગયોને? આદિ છે કાંઈ? અહીંયા પૂરું થયું પણ આમ આદિ છે? અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત આમ હાલ્યું જ જાય છે ને. આહાહા ! એવા એકેક સમયમાં અનંતવાર પરાવર્તન કરીને અનંતી ચોવીશી ને અનંતા પુગલ પરાવર્તન કાળના કર્યા, આહાહા ! એ આ રાગના મધ્યમાં રહ્યો છે, શુભ અને અશુભ, શુભ અને અશુભ, આહાહા!
ભગવાન આત્મા રાગથી ભિન્ન છે, એની ખબરું કરી નહિં. એને ઓળખ્યો નહિં એને જાણ્યો નહિં. પ્રભુ, સર્વોત્કૃષ્ટ પરમાત્મા તો તારી પાસે જ બિરાજે છે ને પર્યાયની પાસે, તારી એટલે તું પર્યાયને માને છો, અને રાગને માને છો, તો એ રાગ ને પર્યાયની પાસે જ પ્રભુ બિરાજે છે આખો (પૂર્ણ). આહાહા ! સમજાણું કાંઈ ? પાસેનો અર્થ ? કે તું એક સમયની પર્યાય અને રાગ ઉપર તારી દૃષ્ટિ છે એથી તારી પાસે જ પ્રભુ (દ્રવ્ય) બિરાજે છે. આહાહા ! એને તું જોતો નથી, અને આવા રાગના અને વર્તમાન પર્યાયમાં અનંત અનંત અનંત કાળ-અનંત પરાવર્તન કર્યા છે. આહાહા!
થોડો અભ્યાસ જોઈએ ભાઈ, તો થોડુંક સમજાય, બિલકુલ અભ્યાસ ન હોય એને તો એવું લાગે કે આ શું છે? આહાહા! અભ્યાસ નહિં ને બહારની પ્રવૃત્તિમાં રોકાઈને, આહાહા! જે વાત મૂળ છે એને પહોંચી વળવા માટે કાંઈ સાંભળવાનો વખત લેતો નથી. આહાહા ! અને આવામાં અનંતકાળ ગાળ્યો એમ કહે છે. આહાહા! રાગ કરવો અને રાગ ભોગવવો, એવો જે અનંતી ચોવીશીમાં એકેક સમયમાં એવા અનંતા ભવ કર્યા, કાળનું પરાવર્તન કર્યું. આહાહા !
“ભવ” એક નરકના ભવ અનંતવાર કર્યા, મનુષ્યના ભવ અનંત વાર કર્યા, સ્વર્ગના ભવ અનંતવાર કર્યા, પશુના ભવ અનંતવાર કર્યા (છે). ભવ અનંતા કર્યા છે. આહાહા!દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભવ અનંત પરાવર્તન કર્યા. હવે રહ્યો “ભાવ” શુભ અને અશુભ ભાવ પણ અનંત પરાવર્તન કર્યા. આહાહા! ભલે નિગોદમાંથી નથી નીકળ્યા, એ જીવોએ પણ શુભઅશુભ ભાવ અનંતવાર કર્યા છે. એમાં આવી ગયા કે નહિ? આહાહાહા ! શુભ ભાવ અને અશુભ ભાવ એવા અનંતવાર પલટા મારીને ભાવ અનંતવાર કર્યા છે. આહાહા ! એ (શુભાશુભ ભાવ) કોઈ કાંઈ નવી ચીજ નથી. આહા ! એ કોઈ જીવનું સ્વરૂપ નથી. આહાહા!
જેમ સમસ્ત જીવલોક જે નીકળ્યા નથી એણે પણ સાંભળ્યું છે એમ કહેવામાં આવે. એમ અનંત જીવો નિગોદમાંથી બહાર નીકળ્યાં નથી, પણ છતાં શુભાશુભભાવપણે અનંતવાર પરાવર્તન કર્યું છે એણે, આહાહા! એમાંથી નીકળ્યું ને ઈ ? આહાહા! ફુલચંદજીએ કાઢ્યું તુંને પહેલું, તો એ આમાંથી નીકળ્યું. આ અનંત જીવો જે છે એ બધા જીવોએ શુભ અશુભ ભાવનું અનંતવાર પરાવર્તન કર્યું છે, આહાહા ! તો એમાં આ નિગોદના જીવ પણ આવી ગયા. આહાહાહાહા ! પહેલું ફુલચંદજીએ કાઢ્યું 'તું, (કહ્યું હતું ) કે એકેંદ્રિયમાં પણ શુભભાવ છે. શુભઅશુભ શુભ અશુભ થાય છે. આમાંથી એ નીકળે છે. આહા! અનંત જીવો જે હજી બહાર નીકળ્યા નથી, એણે પણ શુભાશુભ ભાવનું અનંતવાર પરિવર્તન કર્યું છે. શુભાશુભ ભાવના પરાવર્તન કરીને અનંતા પુગલ પરાવર્તન કર્યા છે. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com