________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૬૫ નિર્વિકલ્પ થઈ જવાશે!! આહાહા ! આ તો ઝાઝા વિકલ્પ કરો જે જાતનો વિકલ્પ આવ્યો એને તોડી નાખે, જોડી દો એ કામમાં. આહાહા ! ભોગાનંદમાં પણ બ્રહ્માનંદ છે. ભોગમાં પણ સુખ લાગે છે ને? ઈ આનંદ આત્માનો છે. અરે! પ્રભુ તું શું કહે છે આ? અરે ! એને સાંભળનારાય મળે એને માનનારાય મળે. હું? આહાહા !
અહીં તો સંપ્રદાયમાં રહીને પણ પરસ્પર આચાર્યપણું પણ કરે છે. અર્થાત્ બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે કરો આમ, મંદિર બંધાવો. ઝગમગાટ કરો, તમારું એમાંથી કલ્યાણ થશે. અરે પ્રભુ, આહાહા ! એ તો એક બીજાનું મિથ્યાત્વનું પોષણ કરે છે. આહાહા ! પરસ્પર એકબીજા માંહોમાંહે ઓલો પ્રરૂપે, ઓલો હા પાડે છે. ઓલો હા કરે, ઓલો કહે બરોબર આ વાત તમને બેઠી બહુ સારી, પ્રમાણ વચન કહે. આહાહા ! પરસ્પર આચાર્યપણું પણ કરે છે. આચાર્યપણું એટલે મોટપ બતાવે છે એમ અમે બરાબર કહીએ છીએ, અમે બરોબર કહીએ છીએ, શાસ્ત્રમાં એમ આવે છે. આહાહા ! ઓલું હમણાં આવ્યું છે ને? વિદ્વર્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે. તો એ વખતે પણ મોટા પંડિતો નિશ્ચય છોડીને વ્યવહારમાં વર્તતા હતા. કુંદકુંદાચાર્યના વખતમાં. આહાહા!
વિદ્ધ૪નો ભૂતાર્થ તજી, અરે વિદ્વાનો તમે ભણી ભણીને શું ભણ્યા? અંતર જે વસ્તુ છે ત્યાં જવું જોઈએ એ આશ્રય છોડીને વ્યવહારમાં વર્તન કરે પણ એ તો સંસારમાં રખડવાનું છે. આહાહાહા ! ભણેલાઓ પણ આવું કાઢે વ્યવહાર, એમ કહે છે, ને વ્યવહારનું વર્તન કરવું. આહાહા! “પરસ્પર આચાર્યપણું પણ કરે છે, એક બીજા અંગીકાર કરાવે છે, ” આ કારણે એમ.
કામ ભોગની કથા તો સૌને સુલભ છે એમ. આહાહા ! છે ને પહેલા પદની સુપરવિવાણુમૂલા સળંક્સ વિ વામમો | વંધET એનો અર્થ કર્યો. આહાહા!
આ રીતે જગતને એવી વાતો તો સુલભ છે બાપુ! જ્યાં હોય ત્યાં સાધુ નામ ધરાવે, આચાર્ય નામ ધરાવે, ત્યાગી નામ ધરાવે, બ્રહ્મચારી નામ ધરાવે બધે ઉપદેશ આવો ચાલે અને ઓલા હા પાડે કે હા.. હા બરોબર છે આ. ઓલ્યા વાતું કરે અંદરમાં કાંઈક જા... અંદર શું છે અને ક્યાં જાવું, એના કરતાં આ કરીએ એની સૂઝ પડે છે ને. આવે છે ને પરમાર્થ વચનિકામાં આગમનો વહેવાર સૂઝ પડે છે. અધ્યાત્મનો વહેવાર સમજાતો નથી, અધ્યાત્મનો વહેવાર છે કે અંદર આત્માનો આશ્રય લઈને સમ્યગ્દર્શન-જ્ઞાન-પ્રગટ કરવું એ (અધ્યાત્મનો ) વ્યવહાર છે. આહાહા! આ કારણે રાગનું કરવું ને રાગનું ભોગવવું એ કથા એટલે ભાવ તો સૌને સુલભ છે, એ તો સુલભ થઈ પડ્યો છે. આહાહા!
પણ બીજી વાત કરશે પછી હવે.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com