________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જેવા, આહાહા! વિષયગ્રામ, ગ્રામ સમજે ને? ગ્રામ એટલે વિષયનો સમૂહ, પાંચેયનો સમૂહુરૂપ રસ ગંધ સ્પર્શ (શબ્દ).
બીજે એક વાર એમ સાંભળ્યું 'તું પતિ-પત્નિ લગ્ન કરવા બેઠા 'તા ત્યાં નીચેથી સર્પ આવ્યો, કરડ્યો ને મરી ગયો ત્યાં ને ત્યાં, વર મરી ગયો ત્યાં, નાશવાન આ તો ક્યાં વસ્તુ છે બાપુ તે ટકે. એ તો ઠીક પણ અહીં તો શુભભાવને પણ નાશવાન ગણીને, આહાહા! છે? વિષયગ્રામમાં ઘેરો ઘાલ્યો છે. શું કહે છે ? ઘડીકમાં શબ્દ ને ઘડીકમાં રૂપ ને ઘડીકમાં રંગ ને ઘડીકમાં સ્પર્શ ને ઘેરો ઘાલ્યો છે એમાં. આહાહા ! સ્વરૂપને અંતરમાં જોવાનું છોડી દઈને પાંચેય ઇન્દ્રિયના વિષયમાં ઘેરો ઘાલ્યો છે, એક પછી એક, એક પછી એક, જોડીને ઘેરો જ ઘાલ્યો છે. આહાહા !
શું સમજાવે છે પ્રભુ, આહાહા ! થોડી ભાષામાં કેટલું ભર્યું છે. આહાહા! મૃગજળ જેવા વિષયગ્રામ, ગ્રામ એટલે સમૂહ, છે ને અંદર? ઇન્દ્રિય વિષયનો સમૂહ, શાસ્ત્રમાં પણ જોવું એ પણ વિષય છે કહે છે. આહાહા ! એ વિષયમાં ઘેરો ઘાલે છે. પ્રભુ આત્મા મિથ્યાત્વના કારણે જોરે તૃષ્ણા ફાટી છે તેથી વિષયગ્રામમાં, બહારના વિષયગ્રામમાં ઘેરો ઘાલે છે. આહાહા! એક પછી એક, એક પછી એક, પકડે જ છે. જેમ રૂની પૂણી એક પૂરી થાય ત્યાં બીજી, બીજી પૂરી થાય ત્યાં ત્રીજી એમ એક લક્ષમાંથી છૂટે ત્યાં બીજે ને ત્રીજે. આહાહા! પાંચેય ઇન્દ્રિયના વિષયમાં ઘેરો ઘાલ્યો છે એણે. ભગવાન ઉપર જાતો નથી જ્યાં પ્રભુ ( જ્ઞાયકદેવ) બિરાજે છે. આહાહા !
અને પરસ્પર આચાર્યપણું પણ કરે છે. આહાહા ! જોયું? એક બીજા ને સમજાવે છે એને અને ઓલો હા ય પાડે છે. આહાહા ! શુભ ભાવ કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ, તો શરીરના પાંચ ઇન્દ્રિયના વિષયો છોડીએ, તો આત્માને લાભ થાય. ઓલા કહે હા. એમ પરસ્પર આચાર્યપણું પણ મિથ્યાત્વનું કરે છે. આહાહા ! અને એ વાત લાગેય સારી સામા સાંભળનારને, આ તો શું કહે છે. આહાહા !! પરસ્પર આચાર્યપણું, છે? એ શુભ ભાવ પાંચ ઈન્દ્રિય તરફ ઢળવું એ જ બરાબર છે. પછી એકદમ આત્મામાં જવાતું હશે? આત્માનો નિર્વિકલ્પનો અનુભવ એમ થતો હશે? પહેલા બહારથી જરી વ્યવહારમાં આવે, પછી એને વિશ્રામ મળે, તો અંદર ઠરે.
રજનીશ છે ને રજનીશ એ એમ કહે છે ને, ખૂબ પહેલાં દાંત કાઢો, ખૂબ દાંત કાઢો, દાંત કાઢો પછી નિર્વિકલ્પ થઈ જશે. આહાહા ! મારી નાખ્યા જગતને, રજનીશ છે ને રજનીશ, (શીખવે) બહુ રોઓ ખૂબ રોવું પહેલા એકવાર ખૂબ રોવું, રોઈને પછી બંધ થઈ જાઓ નિર્વિકલ્પ થઈ જવાશે. કાળા કેર કરી નાંખ્યા છે. અને એને સાંભળનારાય સો સો રૂપીઆ દઈને સાંભળે, એવાય માણસો છે અત્યારે, આહાહા ! પ્રોફેસર હતો ને પહેલા જૈનનો, જૈનમાં હતો, તારણસ્વામીમાં આહાહા ! ફોટામાં આવ્યું છે આમ એક જણને કાંઈક આમ દાબતો 'તો. કંઈક દાબે એટલે અંદરમાં કાંઈક થઈ જાય, આહાહા ! થઈ જતું હશે? ધૂળેય નથી ભ્રમણા છે. કારણ કે ઓલી વિશેષતા કરીને કાંઈક દાબીને દાબીને, આહાહા ! મોટું ફાટી ગયું 'તું ઓલાનું, એમ છાપામાં આવ્યું છે. એને પછી અંદર નિર્વિકલ્પતા થઈ જાય એમ છે. આહાહા ! (શ્રોતા: માનસિક સ્થિરતા થઈ જાય એટલે નિર્વિકલ્પતા માને) અરે! એનાથી થાય? એ તો દુઃખરૂપ છે. ખૂબ રોઈ લો પછી વિકલ્પ તૂટી જશે અને નિર્વિકલ્પ થઈ જશે! ખૂબ વિકલ્પ કરો પછી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com