________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમકિત થશે? સ્વનો આશ્રય મળશે, પરના આશ્રયથી સ્વનો આશ્રય મળશે? એ રાગના દાહથી અંતરંગમાં પીડા છે પ્રભુ. આહાહા !
એ દાહ વિનાની ચીજ પ્રભુ અંદર છે, ત્યાં તારી નજર જાતી નથી ને અહીંયા નજરમાંથી ખસતો નથી. આહાહા ! ત્યાં નિધાન પડયું છે અંદર, એકલો શાંત રસનો કંદ છે, જેમાં દયા દાનના વિકલ્પની ઉત્પત્તિનું પણ જ્યાં સ્થાન નથી, આહાહા ! એવું ધ્રુવ ધામ, ધ્રુવનું સ્થાન વિશ્રામ સ્થાન પડ્યું છે ને નાથ, આહાહા ! ત્યાં જવા માટે આ વાતું કરે છે. આ વાત તિરસ્કાર કરવા માટે નથી. આહાહા! ભાઈ, તું આ રીતે અનંત કાળથી દુઃખી છો, કેમ? તને મિથ્યાત્વરૂપી ભૂતડું વળગ્યું છે. એ તને તૃષ્ણાનો દાહ ફાટી, અને આ કરું, આ કરું, આ કરું ( કર્તાભાવ) એમાં તને જોડી દે છે. આહાહાહા !
કનુભાઈ ! આવું છે આ, જજમાં આવ્યું છે આવું કાંઈ? આ તો વીતરાગી જજ છે. સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરદેવ વીતરાગ સ્વરૂપે પ્રભુ! એની આજ્ઞા બહાર રાગથી લાભ માને એ જૈન નથી. આહા ! તું જૈનનો દાસ નથી, તું રાગનો દાસ છો. આહાહા! (શ્રોતાઃ અંતરમાં જવા માટે સૂક્ષ્મ વિકલ્પ રોકી દે છે જાવા નથી દેતો) વિકલ્પનીય જરૂર નથી ત્યાં વિકલ્પય કામ કરતું નથી. વિકલ્પ એ આકૂળતા છે. મિથ્યાત્વે તેને વિકલ્પમાં રોકી રાખ્યો છે. ત્યાંથી ખસતો નથી. આહાહા !
જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. આહાહા ! આ તો એમ માને છે કે અમે સુખી છીએ, અને અમને મજા છે. એ તો હજી અશુભ ભાવ, વેપાર, ધંધા, ભોગ વિષય, ખાવા પીવાની સગવડતામાં, રાજીપા માને છે, એ તો તીવ્ર પાપના પરિણામ- દાહ એમાં બળી ગયો છે ને એમાં પોતે ઠીક માને છે. આહાહા! શરીરનો અંગ બળે છે એને ઠીક માને છે. આહાહા ! એમ ભગવાન આત્માનો શાંતિ સંતોષ વીતરાગ સ્વભાવ અશુભ રાગનાં પ્રેમમાં બળી જાય છે તારું અંગ બળે છે પ્રભુ, પર્યાયહોં, દ્રવ્ય તો છે ઈ છે. આહાહા!
આ સમકિતના આઠ અંગ કહ્યો છે ને? નિઃશંક ને આદિ એ કાંઈ ભેદરૂપ નથી. એ આઠેય થઈને એકરૂપ સમકિત છે, ભેદ છે એ ત્યાં લાભ કરતો નથી, એ એમ નથી એમ કહે છે. આહાહા ! નિઃશંક, નિ:કાંક્ષ આદિ એ આઠ અંગો કહ્યાં સમકિતના, એટલે કે સમકિતનો એક ભાગ પડ્યો છે એ બધા ભાગો થઈને એકલું સમકિત છે, એકલી વસ્તુ છે ઈ તો. ભાગ જુદા જુદા છે એમ નથી. આહાહાહા! આહાહા! એના આઠ ભાગ પણ જેમાં નથી, એ આખી વસ્તુ જે છે સમ્યગ્દર્શન એ શાંતિનું કારણ અને સ્વઆશ્રયનું કારણ છે. આહાહા! બાકી જેટલું બહારમાં, આહાહા ! બહારની ચીજોનાં ભપકા અને આમ દેખાવમાંથી દેખાતા એમાં જેટલો જા છો પ્રભુ એટલી પીડા છે તને. આહાહા ! એ તો ઠીક, પણ શુભભાવમાં જા છો એ પણ પીડા છે કહે છે. આહાહા! ભાઈ, રાગ છે એ દુઃખ છે, એ અંતરંગ રોગની પીડા છે. આહાહા ! શરીરમાં રોગ હોય ન હોય એનું ભલે કાંઈ નથી. પણ અંતરમાં આ રોગ છે મોટો. આહાહા ! એ રોગને નાશ કરવાનો ઉપાય સ્વનો આશ્રય લેવો. આવી વાત છે.
બાર અંગનું કહ્યું નથી કળશ ટીકામાં? બાર અંગમાં અનુભૂતિનું કહ્યું છે. આહાહાહા ! ગમે તેટલી વાતો કરી, બાર અંગમાં ચરણાનુયોગ અને કરણાનુયોગ ને કથાનુયોગ ને પણ વાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com