________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૫૩ અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે.” તારા વેદનમાં, રાગનું વેદન અનંતવાર થઈ ગયું છે. શુભ રાગનું દયા-દાન-વ્રત ભક્તિનું વદન એ રાગ છે એનો અનંતવાર તને અનુભવ થઈ ગયો છે, એ કોઈ નવી વાત નથી. આહાહા!
પહેલી (શરૂની) ગાથાઓમાં માલ માલ મૂક્યો છે. બારમાં સમાડી દેવું છે બધું. (કહે છે) અને અનંતવાર અનુભવમાં પણ આવી છે. શું કીધું ઈ? કામ ભોગની કથા. રાગ કરવો અને રાગ ભોગવવો એનો અનુભવ પણ તને અનંતવાર થઈ ગયો છે રાગ કરવો અને રાગ ભોગવવો એ વાત સાંભળી છે તે અનંતવાર. એનો તે પરિચય પણ તે અનંતવાર કર્યો. અને તારા અનુભવમાં પણ એ વાત અનંતવાર આવી ગઈ છે. આહાહાહા! આવું છે.
મધ્યસ્થ રીતે એ શાસ્ત્રનું વાંચનય કરે ને તો ખ્યાલમાંય આવે. તેમ શાસ્ત્રને કહેવી છે વીતરાગતા, ચારેય અનુયોગમાં કહેવાનો આશય તો વીતરાગતા છે. તો એ જ્યારે વીતરાગતા એમાં ન આવે અને રાગથી લાભ થાય એ આવે, એ કથા, વિકથા છે ધર્મ કથા નથી, પાપ કથા છે એ. આહાહા! ભલે દસ દસ વીસ વીસ હજાર માણસ સાંભળતા હોય. જેમાં એમ મનાય કે આ વ્રત ને તપ ને ઉપવાસ-ભક્તિ ને મંદિરો કરવા ને એમાંથી તમારું કલ્યાણ થશે, એ વાત રાગની છે. (અણુવ્રતના આંદોલન થાય) હેં? (અણુવ્રતના આંદોલન થાય) થયા ધૂળમાંય નથી, રાગના આંદોલન છે. આહાહા ! અનંતવાર અનુભવમાં આવી ચૂકી છે. આહાહા! બહુ આકરી, પહેલી બીજી ત્રીજી ચોથી ગાથા જુઓ તો ખરા, આહાહા ! અમૃતનો સાગર ભગવાન, એને સાંભળી ને એનો પરિચય કર ને એનું વેદન કરને આહાહા ! એ કહેવા માટે આ વાત છે. આ એટલું (માત્ર) કહેવા ખાતર શાસ્ત્ર નથી, હૈ?
આ છે એને છોડીને આત્મા ચૈતન્ય મૂર્તિ પ્રભુ છે, એનો સમ્યગ્દર્શન અને અનુભવ કર એનું જ્ઞાન કર અને એમાં ઠર. એ કહેવાનો આશય આ છે. અહીં આવો આવો કહીને પછી ઠરવાનું અંદરમાં લઈ જવો છે. જ્યાં ત્યાં રોકાવા માટે વાત કરતા નથી. રોકાયેલો તો અનંતકાળથી છે જ. આહાહા ! પણ હવે આ કહીને પ્રભુ તું આમ આવને અંદર, તારા ઘરમાં જાને, ઈ ધરમાં જવા માટે આ વાત છે. આહાહાહા!
કેવો છે જીવ લોક” આ જગતમાં જીવ કેવો છે? અનંત જીવ છે ને ? એક જ જીવ નથી કાંઈ, એટલે જીવલોક (કહ્યું છે) આહાબધા જીવ. અનંતા જીવો કેવા છે? “કે જે સંસારરૂપી ચક્રની મધ્યમાં સ્થિત છે” આહાહા ! જેમ ઘંટી હોય ને ઘંટી એનું મોટું (ખીલડો) હોય ને ઘઉં નાખવાનું, ન્યાં ને ત્યાં પડ્યા હોય એ દળાય નહિ, આમ આધા જઈને અંદર જાય તો દળાય. આહાહા ! એમ સંસારરૂપી ચક્રનાં મધ્યમાં પડ્યો છે. આહાહા ! છે? ચક્રના મધ્યમાં સ્થિત છે. થોડા આઘે જઈને છેડે લાવવો એમ નહિં, બરાબર સંસાર ચક્રના રાગ અને પુણ્યના ભાવમાં બરોબર સ્થિત થયેલ છે ઈ જીવ. આહાહા ! સંસારરૂપી ચક્ર એટલે? કે શુભ અને અશુભ ભાવ બેય સંસારરૂપી ચક્ર એકલો શુભેય નહિં અને એકલો અશુભેય નહીં.
શુભ અને અશુભ એવો સંસારરૂપી ચક્ર છે. કર્મ-કર્મ, આહાહા! કર્મધારા, એકલી કર્મ ધારા, શુભ અને અશુભધારા એના મધ્યમાં સ્થિત છે. આહાહાહા ! આ જીવલોક, જગતનો પ્રાણી, અનાદિથી, આહાહા ! સંસારરૂપી ચક્ર, સંસરવું-ફરવું, ફરવું, પુણ્ય ને પાપ, પુષ્ય ને પાપ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com