________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવા અનંતવાર અનંત અનંત ભવ પહેલા, અનંતવાર નગ્ન મુનિ દિગંબર થયો, પંચ મહાવ્રત પાળ્યા હજારો રાણી છોડી, પણ સમ્યગ્દર્શન નહિં, એ રાગની ક્રિયાથી ધર્મ (માન્યો) પણ રાગથી ભિન્ન મારી ચીજ પ્રભુ છે. નવ તત્ત્વમાં રાગ છે એ તો પુણ્ય તત્ત્વ છે દયા, દાનનો, આત્મ તત્ત્વ તો જ્ઞાયક ભિન્ન છે. એનો અનુભવ સમ્યગ્દર્શન કર્યું નહિં. આહાહા ! એના વિના એણે દ્રવ્યલિંગ ધારણ કરીને પણ, કેટલીવાર દ્રવ્યલિંગ ધારણ કર્યા? કે અનંતવાર. અને પછી પણ કેટલીવાર જન્મ મરણ કર્યા દરેક ક્ષેત્રે? કે અનંતવાર. આહાહા ! સમજાય છે કાંઈ? બધી વાત ફેરફારવાળી લાગે બાપુ શું થાય ? આહાહા !
અનંતવાર સાંભળવામાં આવી છે. અનંતવાર પરિચયમાં આવી છે. પાછો પરિચય કર્યો છે એવો સાંભળવાનો ને રાગનો, આહાહા! અનંતવાર પરિચય એટલે સંભળાવનારા મળ્યા, એની પાસે અનંતવાર તે આ પરિચય કર્યો છે. સત્ સમાગમ કરીએ, સત્ સમાગમ કરીએ(છીએ એમ માનીને ), એ અસત્ સમાગમ પણ અનંતવાર પરિચય કર્યો છે, તેં સત્ સમાગમને નામે. આહાહા ! એ રાગ અને પુણ્યના ભાવથી ધર્મ મનાવનારા, એનો તે અનંતવાર પરિચય કર્યો છે. એણે તો અનંતવાર કર્યો છે. પણ એનો પરિચય તે અનંતવાર કર્યો છે. આહાહા! સત્ સમાગમ કરવો, સત્ સમાગમ કરવો એ સત્ સમાગમ એને અમે માનીએ, આહાહા!દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય, નગ્ન મુનિ હોય, હજારો રાણી છોડી હોય, પણ અંદરમાં રાગની એકતાથી ધર્મ માનતો હોય, અને એની પાસે અનંતવાર સાંભળ્યું એનો પરિચય કર્યો, સત્ સમાગમ કર્યો એટલે આવાને સત્ સમાગમ માન્યો. બહારથી ત્યાગ થયો અને પંચમહાવ્રત એ સસમાગમ એ સાધુ છે. બાપુ એ સત્ સમાગમ છે? આહાહા !
એય? એમાં છે, આમાં છે હોં (ગાથામાં). અનંતવાર પરિચયમાં આવી છે એ વાત. આહાહા ! તે એ સત્ સમાગમ માનીને અસત્ સમાગમ અનંતવાર કર્યો છે, કહે છે. આહાહા! સમજાણું કાંઈ ? શાસ્ત્રમાં તો એ આવે કે સત્ સમાગમ કરવો, સત્ પરિચય કરવો, ત્યારે સાધુ થયો હોય ત્યાગી થયો હોય અને મુનિ થયો હોય બહાર, એ સત્ સમાગમ? આહાહાહા ! એ તો અસત્ છે, સત્સંગ છે જ નહીં, અસત્ સંગ છે. ચાહે તો એ નગ્ન મુનિ થઈને દયા, દાન, વ્રત, ભક્તિથી ધર્મ મનાવતા હોય, એ બધા અસત્ સમાગમ છે, મિથ્યાદૈષ્ટિ છે. આહાહા! એનો પણ તેં અનંતવાર પરિચય કર્યો છે, સત્ માનીને, આહાહા ! એમ કે આવા પરિષહું સહન કરે છે. એક આવ્યો હતો ને હમણાં ત્યાં કુરાવડ-કુરાવડ, ક્યાં ગયા ઝમનલાલજી? કુરાવડ આવ્યા 'તા નહીં ઓલો ક્ષુલ્લક ક્ષુલ્લક અહીં આવ્યો હતો. એકલો વિદ્યાર્થી હતો ત્યારે અહીં આવ્યો'તો, ક્ષુલ્લક થઈ ગયો પછી પ્યાલો ફાટી ગયો હતો વાત સાંભળે નહિં. પછી ચંદુભાઈ સાથે વાત કરે. મેં કીધું ભાઈ હું તો વાત કરવાને લાયક હું નથી હોં? આટલા આટલા પરિષહ સહન કરે શું એ બધા સમકિતી નથી? કહો આટલા પરિષહ, આટલા ઉપસર્ગ, નગ્નપણું, વસ્ત્ર નહિં. શિયાળાના પાણી, ઠંડીના કપડા નહિં આવું આટલું સહન કરે ને એ બધા સમકિતી નથી? અરે પ્રભુ! અહીં તો એ કહ્યું, જુઓને? અનંતવાર પરિચયમાં એવા અસત્ સમાગમનો અનંતવાર તેં પરિચય કર્યો, અને તેનાથી તને સાંભળવા મળ્યું આવું રાગથી ધર્મ થશે અને પરંપરા પણ રાગથી કલ્યાણ થશે, આહાહા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com