________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
૧૫૦
છે અને એને ભોગવી છે.
“ એકપણાથી વિરૂદ્ધ હોવાથી, ” આહાહા ! જો કે રાગનું ક૨વું અને રાગનું ભોગવવું એ એકપણું જે વસ્તુ છે જિન સ્વરૂપી પ્રભુ ( આત્મદ્રવ્ય ) એમાં આ ભાવ ‘વિરૂદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે.' આહાહા ! વીતરાગ માર્ગ છે ભાઈ, વીતરાગતા અંદર જ્યાં સુધી ન પ્રગટે, વીતરાગ સ્વરૂપ જ પ્રભુ છે, જિન સ્વરૂપી જ આત્મા, એના સ્વરૂપની વીતરાગતા, પર્યાયમાં ન પ્રગટે અને એની પર્યાયમાં રાગની એકતાપણે ભાવ વર્તે, આહાહા ! એ અત્યંત વિસંવાદ છે, દુઃખરૂપ છે, આહાહા ! આકુળતાને ઉત્પન્ન કરનારી એ દશા છે.
શુદ્ધ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તે આત્મા, એમાં પુણ્ય પાપ છે એ કાંઈ આત્મા નથી. એથી એ પુણ્ય પાપની ક્રિયા કરવી અને એકપણામાં બેપણાને કરવું એ વિરૂદ્ધ હોવાથી અત્યંત દુઃખરૂપ છે અથવા અત્યંત બૂરું કરનારી છે. આહાહાહા ! ભગવાન આત્મા વીતરાગ જિન મૂર્તિ પ્રભુ એમાં એ દયા, દાન, વ્રત ભક્તિનો રાગ, આહાહા ! કહે છે કે એ બૂરું કરનારી છે એ વાત, આત્માનું ભૂંડું કરનારી છે. આ વાત સાંભળવી ? આહાહા !
ઘણો ફે૨ફા૨ થઈ ગયો છે એટલે આકરું પડે ! પણ વસ્તુ તો આ છે. ત્રણે કાળ અનંત તીર્થંકરો, વર્તમાનમાં પ્રભુ (તીર્થંકરો ) બીરાજે છે એ આ જ વાત કરી રહ્યા છે. આહાહા !
આ સમસ્ત જીવલોકને રાગ કરવો અને રાગનું ભોગવવું, એકપણાથી વિરૂદ્ધ હોવાથી અત્યંત બૂરું કરનારી છે. આહાહા ! “ વર્તમાન રાગ બૂરું કરે છે અને એના ફળ તરીકે બૂરું કરનારી છે. ” આહાહા ! અહીં તો એમ કહે કે પહેલા શુભ રાગ ક૨ો ક૨તાં કરતાં સ્વર્ગમાં જશો અને ત્યાંથી ભગવાન પાસે જઈને સમકિત પામશો. અહીં તો કહે છે કે રાગ તો બૂરું કરનારો છે. હવે એનું શું થાય ? અત્યંત બૂરું કરનારો છે, ભૂડું કરનારો છે. આહા ! ‘ અત્યંત ’ છે ને શબ્દ ? અત્યંત વિસંવાદ છે. આહાહા ! ભગવાન જિન સ્વરૂપ છે ને પ્રભુ ! “ ઘટ ઘટ અંત૨ જિન વસે અને ઘટ ઘટ અંત૨ જૈન, ” એ રાગની એકતા તોડીને સ્વરૂપની એકતા કરે તે જૈન છે. વાડાના જૈન, જૈન કહેવાય એ કાંઈ જૈન નથી. આહાહા !
રાગ જે વિકલ્પ છે દયા, દાન, વ્રત આદિનો એનાથી પણ ભિન્ન પડી અને શુદ્ધ ચૈતન્યની અંતર દૃષ્ટિનો અનુભવ એ જૈનપણું છે. એને સર્વજ્ઞ ૫૨માત્મા જૈન કહે છે. બાકી વાડામાં જૈન પડયા એને જૈન કહેતા નથી. આહાહા !( જેમ ) કાળીજીરીની કોથળી હોય ને ઉ૫૨ સાકર નામ આપે એટલે કાંઈ કડવાશ મટી જાય ? આહાહા ! ( એમ ) અંદરમાં જ્યાં વિકલ્પ રાગ છે ઝેર, એને પોતાનો લાભ દાયક માને, આહાહા ! એથી ત્યાં આગળ મિથ્યાત્વપણું ચાલ્યું જાય ? આહાહા ! એથી ત્યાં આગળ અજૈનપણું છે એ ટળી જાય ? આહાહા ! રાગની એકતા તોડીને સ્વરૂપની એકતા કરે તેનું નામ અહીંયા જૈન કહેવામાં આવે છે. જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ વાડો નથી, જૈન કોઈ ગચ્છ વાડો નથી, વસ્તુનું સ્વરૂપ આવું છે તેને જૈન કહે છે. આહાહા ! આકરું કામ ઘણું !!
('
તોપણ, એવું અત્યંત બૂરું કરનારી છે તોપણ, રાગ ક૨વો અને રાગ ભોગવવો એકપણાથી વિરૂદ્ધ હોવાથી, “ તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે. ” કહેના૨ા બધા એ જ મળ્યા છે એને, રાગ કરો, આ કરો, વ્રત પાળો ભક્તિ કરો, પૂજા કરો, કરતાં કરતાં તમારું આગળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com