________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પીડા પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઇન્દ્રિયવિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે(અર્થાત્ બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે). તેથી કામભોગની કથા તો સૌને સુલભ (સુખે પ્રાસ) છે. પણ નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ-જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે તોપણ કષાયચક્ર (-કષાયસમૂહ) સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે (-ઢંકાઈ રહ્યું છે) તે-પોતામાં અનામશપણું હોવાથી (પોતે આત્માને નહિ જાણતો હોવાથી) અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ-સેવા નહિ કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી.
ભાવાર્થ- આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહકર્મના ઉદયરૂપ પિશાચ ઘોંસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઈલાજ ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે; તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ (વિષયોની ઈચ્છા) તથા ભોગ (તેમને ભોગવવું) -એ બેની કથા તો અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવી તેથી સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્યચમત્કારસ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહિ, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમની સેવા કદી કરી નહિ; તેથી તેની કથા (વાત) ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો. માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે.
* * *
- - - - - - - - - - - - - પ્રવચન . ૧૫
ગાથા – ૪
તા. ૨૩-૬-૭૮ શુક્રવાર હવે તે એકત્વની અસુલભતા બતાવે છે.
રાગથી વિભક્ત (એટલે ) ભિન્ન અને સ્વભાવથી એકત્વ એ સુલભ નથી દુર્લભ છે. અનંતકાળથી કર્યું નથી એટલે દુર્લભ છે. અસુલભતા નથી એટલે સુલભ નથી. આહાહા !
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा। एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स।।४।। શ્રુત-પરિચિત,-અનુભૂત સર્વને કામભોગબંધનની કથા;
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના. ૪. “આ સમસ્ત જીવલોકને” એમાં બધા આવી ગયા નિગોદના જીવ, જે હજી ત્રસપણું પામ્યા નથી, એટલા અનંતા જીવ પડ્યા છે નિગોદમાં, સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ એવા જીવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com