________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે તેમાં એને રાગના વિકલ્પ સાથે સંબંધ, એવો જે બંધ, સંબંધ એવો જે બંધ, આહાહા ! એનાથી વિસંવાદ ખડો થાય છે. વિખવાદ ઊભો થાય છે, દુઃખ ઊભું થાય છે. આહાહા !
તેથી તે શોભા પામતો નથી” કોણ? જીવ. ભગવાન આત્મા તો પવિત્રતાનો પિંડ છે ઈ, એમાં પુણ્ય-પાપના ભાવ ને મિથ્યાત્વભાવ એ અપવિત્ર છે. પવિત્ર વસ્તુ અપવિત્રપણે પરિણમે એ અશોભા છે. એ એની શોભા નથી. આહાહા ! પવિત્ર જે વસ્તુ અંદર જિન સ્વરૂપી એ પવિત્રપણે, વીતરાગપણે, અકષાયભાવપણે વસ્તુ છે. એ રીતે અકષાયભાવપણે થાય, તો એની શોભા છે. આવું ઝીણું છે. લોકોને ક્યાંય બિચારા અથડાઈને જિંદગી વઈ જાય છે. આહાહા!
તેથી તે શોભા પામતો નથી આત્મા, એકપણે જે પવિત્ર શુદ્ધ ચૈતન્ય છે એ દ્વિવિધ નામ બીજી રીતે જે રાગાદિ છે એમાં પરિણમે અને એમાં રહે એ અશોભા છે, એ મિથ્યાત્વભાવ છે. એ દુઃખરૂપ દશાને, ચોરાશીના ભાવને ઉત્પન્ન કરનારો એ ભાવ છે. આહાહા ! ઝીણું બહુ ભઈ !
“માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે,” ખરેખર સત્યના સ્વરૂપને, ચૈતન્યનું વાસ્તવિક સ્વરૂપ છે, ત્રિકાળી છે તેને જો વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે” એ શુદ્ધપણામાં દૃષ્ટિ જ્ઞાન ને રમે એ જ શોભા છે. આહાહા ! સુંદર વસ્તુ છે એ સુંદરપણે પરિણમે તો એ શોભા છે. એ સુંદર વસ્તુ છે (રાગરૂપે પરિણમે) એ તો વિરૂદ્ધ છે. આહાહા! એકપણું સુંદર છે, એટલે કે રાગના વિકલ્પ વિના એનું સ્વરૂપ નિર્વિકલ્પ રાગ વિનાનું છે. એવા સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન ને રમણતા અંતરની એ એકપણું શોભે છે. “દ્વિવિધપણું” એને ઉપાધિભાવ નિમિત્તથી એ એને શોભાપણું પામતું નથી. ત્રીજી ગાથામાં ઘણું કહ્યું છે! ત્રીજી ગાથામાં તો ઘણું કહ્યું છે. એક રજકણ બીજા રજકણને અડે નહીં. આ શું કહે છે !!
અહીં તો કહે કર્મના ઉદયને લઈને જીવને વિકાર થાય. તો અહીં કહે છે કર્મનો ઉદય તો જડની અવસ્થા છે અને રાગ-વિકાર થાય એ તો ચૈતન્યની વિકૃત અવસ્થા, પરસમયપણું છે. આહાહા! અને એ પણ જીવ પોતે કરે છે ત્યારે થાય છે, કર્મને લઈને નહી. કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યને જ્યાં અડતું નથી તો એના દ્રવ્યથી એમાં થયું એ વાત બિલકુલ જુદી છે. આહાહા ! આકરું કામ બહુ. (ગળે ઊતારવું) એ ત્રીજી ગાથા થઈ હવે ચોથી.
* * * ચલો સખી વહાં જઈએ, જહાં અપના નહિ કોઈ શરીર ભખે જનાવરા,મુવા રોવે ન કોઈ, આહાહા ! સંગથી ચાલ્યો જા ! સંગમાં રોકાવા જેવું નથી. ગિરિગુફામાં એકલો ચાલ્યો જા ! આ મારગ એકલાનો છે. સ્વભાવના સંગમાં પડ્યો એને શાસ્ત્રસંગ પણ ગોઠતો નથી. આહાહા! અંદરની વાતો બહુ ઝીણી છે ભાઈ! શું કહીએ. ૪૩૩.
(પરમાગમસારમાંથી)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com