________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૪૫ કે શું કરવું છે ભાઈ ? આહા! અહીં કહે છે એકપણું તે સ્વસમય છે, એટલે દ્રવ્ય છે એ સ્વસમય છે. પણ દ્રવ્યની કબૂલાત કરે તેને સ્વસમય કહેવામાં આવે છે. આહાહાહા ! વસ્તુ તો વસ્તુ છે. એ તો ત્રિકાળી સમય સ્વરૂપ જ છે. પણ એને સ્વસમયપણું અને આત્મા આવો પવિત્ર શુધ્ધ ધ્રુવ છે એમ ક્યારે એને કહેવાય કે એની દૃષ્ટિમાં પરિણમન અભેદનું થાય, ત્યારે એને સ્વસમય થયો એમ કહેવામાં આવે છે. આહાહાહા! ( એની વિશેષ વ્યાખ્યા આવશે હવે.....)
* * *
પ્રવચન નં. ૧૫ ગાથા - ૩ તા. ૨૩-૬-૭૮ શુક્રવાર તા. જેઠ વદ-૩ સં. ૨૫૦૪
છેલ્લે એમ કહ્યું કે આ આત્મા છે એનો મૂળ કાયમી અસલી સ્વભાવ-શુદ્ધ અતીન્દ્રિય આનંદ ને જ્ઞાન. એ પોતાના સ્વભાવને છોડીને રાગ દ્વેષ પુણ્ય-પાપ ને મોહ એમાં જાય, એમાં ઠરે, એમાં રહે તો એ અણાત્મા છે. આત્માપણું ન રહ્યું, ત્યાં આવ્યું ને?
એવું પરસમયપણું, એ તો પરસમય છે. આહાહા ! શુદ્ધ ચૈતન્ય વસ્તુ અનાકુળ આનંદસ્વરૂપ એ રાગમાં રહે, ચાહે તો દયા-દાન-વ્રત-ભક્તિનો રાગ હોય, પણ રાગમાં રહે, પરિણમે તો તે અણાત્મા છે. એ પરસમયપણું છે.
તેનાથી ઉત્પન્ન થતું પરસમય, સ્વસમયપણું દ્વિવિધપણું એ જીવ નામના સમયને ક્યાંથી હોય?” આ બેપણું કેમ હોય ! પોતે ચૈતન્ય સ્વરૂપ એની પોતાની અંદર શ્રદ્ધા, ચૈતન્યની નિર્વિકલ્પ શ્રદ્ધા, એનું જ્ઞાન ને એની રમણતા એનું નામ અહીંયા સ્વસમય, આત્મા અને ધર્માત્મા એને કહેવામાં આવે છે. આહા!
માટે સમયનું એકપણું હોવું જ સિદ્ધ થાય છે.” સ્વરૂપ જે છે એ પોતાના સ્વરૂપને છોડી અને પુષ્ય ને પાપનાં ભાવ એ મારા એમ માનીને ત્યાં રહે તો મિથ્યાષ્ટિ પરસમય છે. એકપણામાં એ દ્વિવિધપણું ઊભું થયું, એ અશોભા છે, અશોભનીય છે એ ચૈતન્યની શોભા નથી. આવું છે. અહીંયા તો અત્યારે દયા-દાન-વ્રત-ભક્તિ પૂજા આદિ કરે એને એ ધર્મી માને ને ધર્મ માને ! અહીં કહે છે કે એ ભાવમાં આત્મા રહે એને અમે અણાત્મા કહીએ છીએ. પરસમય કહીએ છીએ. હવે આ બધો મેળ શી રીતે કરવો. આહાહા !
ભાવાર્થ:- “નિશ્ચયથી” ખરેખર “સર્વ પદાર્થ પોત પોતાના સ્વભાવમાં સ્થિત રહયે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદગલ કર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે.” સંયોગરૂપી બંધ અવસ્થા છે. તે બંધ અવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે. વાસ્તવિક તત્ત્વ એ રહેતું નથી. આહાહા ! પુણ્ય ને પાપના ભાવ, એ મારા એમ કરીને પરિણમે છે એ વિસંવાદ મિથ્યાષ્ટિ છે. આહા ! આવી વાત ઝીણી બહુ!!
સમ્યગ્દર્શન માટે તો એ પુણ્ય પાપના વિકલ્પો ને રાગ, એનાથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ તેની સન્મુખમાં તેનો આશ્રય લઈને જે દર્શન જ્ઞાન થાય. એને અહીંયા સ્વસમય આત્માધર્માત્મા કહે છે, આમ છે.
“બંધ અવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે.” અબંધ સ્વરૂપ પ્રભુ, મુક્ત સ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com