________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તત્ત્વ છે. આહાહા ! નવા માણસને તો એવું લાગે, જૂના જૈનના ક્રિયાકાંડવાળાઓ હોય, એને એવું થાય શું છે આ તે આવું! આ તે કાંઈ જૈનની વાત છે આ? જૈનમાં તો છ કાયની દયા પાળવી. મા હણઓ મા હુણઓ સ્તુતિમાં આવે પહેલું, વ્યાખ્યાન પહેલાં મા હણો, મા હણો એમ ભગવાનનો ઉપદેશ છે. આહાહા !
પરને હણી શકતો નથી, પરને અડતો નથી, પરની દયા પાળી શકતો નથી, એ તો પરથી જુદું બતાવ્યું. હવે એના વિભાવ (ભાવ) ક્ષણિક જે ક્ષણિક છે અને ત્રિકાળી સ્વભાવ જે પવિત્ર આનંદનો નાથ પ્રભુ છે. એને એક સમયની ક્ષણિક દશા, વિકૃત દશા છે ભલે એના કાર્યમાં એની પર્યાય, પણ એ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવને, એ રાગનો નાનામાં નાનો કણ, દયાનો દાનનો ભક્તિનો વ્રત્તનો એવા રાગના સંબંધવાળો અસંબંધી પ્રભુને સંબંધવાળો ઠરાવવો એ દુ:ખરૂપ દૃષ્ટિ છે. આહાહાહા ! આ સમયસાર !! આહાહાહા !
તો પછી જે બંધનું મૂળ તો ભાવ થયો, મોહને રાગદ્વેષ ક્ષણિક, ત્રિકાળી સ્વભાવની સાથે એક સમયનો મોહ રાગ દ્વેષનો સંબંધ થયો, એ પરસમયપણું થયું, આહા! એ અનાત્મપણું થયું, રાગ પોતે આત્મા નથી. આહાહાહા ! અને રાગના સંબંધવાળો એને જાણવો, એ અનાત્માપણું છે. આહાહાહા ! પરની અપેક્ષાથી થયું એમ અહીં નથી લીધું. એ થયું ત્યારે પણ પોતાથી થયું એમ કરીને (સ્વતંત્ર) સિદ્ધ કર્યું; હવે અહીંયા તો થઈ છે ક્ષણિક વિકૃત અવસ્થા, ત્રિકાળી સ્વભાવની વસ્તુ જે છે એ આત્મા, અને એ આત્માના સ્વભાવની એક સમયની ક્ષણિક વિકૃત દશા, આહાહા! પર્યાયબુદ્ધિ છોડાવે છે. એને રાગનો, વૈષનો, મિથ્યાત્વનો, બંધનો, મૂળ તો એ છે. આહાહા ! તેથી ભગવાન આત્મા એકરૂપ અદ્વૈત ચૈતન્ય સ્વભાવે હોવા છતાં, બંધનું દૈતપણું એને લાગૂ પડી જાય છે, એ શોભતું નથી. સમજાણું કાંઈ ? આહાહા! આવી વાત છે.
ઓલા તો આમ એવી વાત કરે કે દેશ સેવા કરો, એક બીજાને મદદ કરો, અહિંસા, બીજા જીવોની દયા પાળવી, બીજાને એકબીજાનો ઉપકાર કરવો, “જીવાનામ્ પરસ્પર ઉપગ્રહો ' એનો અર્થ કર્યો છે સર્વાર્થસિદ્ધિ વિચનિકામાં, ભઈ ! ઉપકાર શબ્દ કહ્યો છે ને ? કે એ ઉપકાર છે એ નિમિત્ત છે એ અર્થ કર્યો છે, નિમિત્ત કાંઈ કરતું નથી. સર્વાર્થસિદ્ધિ વિચનિકામાં. અર્થ કર્યો છે જયચંદ પંડિતે. આહાહાહાહા !
એક બીજાને કોઈ ઉપકાર કરે છે એવા અર્થમાં નથી એ ઉપકાર (શબ્દ) જેમ ગતિ કરતા ધર્માસ્તિકાયનો ઉપકાર છે એટલે શું? સહાયક છે એટલે શું? કે અહીંયા કાર્યકાળે તે ચીજ સામે છે એટલું. એ કાર્ય એનાથી થાય છે, અને એ વિકાર પરમાં થાય છે એમેય નહીં, પરથી થાય છે એમેય નહીં, એની પર્યાયમાં ત્રિકાળી સ્વભાવનો વાસ્તવિક તત્ત્વ જે ત્રિકાળી છે એમાં એક ક્ષણિક પર્યાયના રાગનો સંબંધ કહેવો, આહાહાહાહા ! એ વિસંવાદ છે, દુઃખરૂપ છે. આહાહાહા ! ધન્ય ભાગ્ય. આહાહા!
તેનાથી ઉત્પન્ન થતું પરસમય સ્વસમયરૂપ બેપણું થઈ ગયું. સ્વસમય એમાં રાગનો સંબંધ એ પરસમય. આહાહા! સ્વરૂપ પોતે છે, એ રીતે તેમાં ઠરે, એ તો સ્વસમયપણું છે. એ તો એકપણું થયું, પોતે એક છે તેમાં સ્વસમયપણે ઠરે છે, તે એકપણે ઠરે છે. એમાં બીજાનો સંબંધ છે નહીં. આહાહાહા ! ઓહોહો ! અરેરે ક્યાં જશું ભાઈ, તારે કરવું છે, તારે તારું કરવું છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com