________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૩
ગાથા – ૩ છે, આકુળતા છે ખેદ છે. આહાહા ! આવું છે.
ભિન્ન ભિનપણું એકપણું સિદ્ધ થવાથી, જીવ નામના સમયને, બંધ કથાથી, કથા શબ્દ તો ભાષા વાપરી, બંધ કથા વાચક છે પણ બંધભાવ ત્યાં લેવો. (સમજવો) આહાહા ! બંધ કથાથી કાંઈ દુઃખ થતું નથી, એ તો ભાષા છે, ભાવબંધ થાય છે. આહાહાહા ! પ્રભુ જિન સ્વરૂપી આત્મા, અરે, એને નાનામાં નાના રાગના રજકણનો, રાગના રજકણનો, સંબંધ જણાવવો, આહાહા ! એ વિસંવાદ છે.
તો પછી બંધ જેનું મૂળ છે,” બંધ જેનું મૂળ કારણ છે એવું પુદ્ગલકર્મના પ્રદેશમાં સ્થિત થવું એટલે ભાવ, બંધ જેનું મૂળ છે એવા પુદગલ કર્મના પ્રદેશ એટલે મોહ ને રાગદ્વેષ, પુદ્ગલ કર્મના પ્રદેશ એટલે મોટું ને રાગદ્વેષ. આહાહા! બંધ જેનું મૂળ છે એટલે કે મોડું મિથ્યાત્વ ને રાગદ્વેષ જેનું મૂળ છે તે જેનું મૂળ પુદ્ગલ કર્મમાં સ્થિત થવું તે જેનું મૂળ એવું પરસમયપણું છે.” સ્વ-સમયપણું ન રહ્યું છે. આહાહા!
મોહને રાગ દ્વેષના સંબંધથી–તેને (જીવન) બંધભાવ થાય છે એ અબંધને બંધ ભાવના સંબંધે, આહાહા! પરસમયપણું ઊભું થાય છે, અનાત્મપણું ઊભું થાય છે. આહાહાહા ! પહેલું તત્વ સિદ્ધ કરતાં વિરૂધ્ધ ને અવિરૂધ્ધથી કહ્યું, પણ વાસ્તવિક આત્મા હવે, આહાહા ! આત્મા જેને કહીએ, એ પુણ્ય પાપના ભાવ એ અણાત્મા, આહાહાહાહા ! જેમ વિરૂધ્ધ અને અવિરૂધ્ધ કાર્યમાં, કર્મના કોઈ સંબંધને કારણે નથી, એ તો એનું પોતાનું સ્વયં સિદ્ધ સ્વરૂપ છે. એ તો સાધારણ વાત કરી, હવે એમાં આત્મ તત્ત્વ જે છે. ઓલું તો પુણ્ય પાપના ભાવ સહિત વિરૂધ્ધ કાર્યથી પણ ટકી રહ્યું છે તત્ત્વ, એને બીજાની કોઈ; બીજા કારણે ઊણપ કે અધિકાઈ થઈ એમ નથી એટલું સિદ્ધ કરીને; હવે અહીંયા (અસલી) આત્મા સિદ્ધ કરવો છે. આહાહાહા ! એ આત્મામાં જે કાંઈ પુણ્ય ને પાપ, વિકલ્પો જે રાગ ઊઠે એ બંધ ભાવ અબંધભાવની સાથે દુઃખરૂપ છે, વિસંવાદ ખડો થાય છે, વિપરીત ભાવ ખડો થાય છે, એથી વિપરીત ઉપદેશ ખડો થાય છે કે જીવના રાગદ્વેષ છે. આહાહા! સમજાણું કાંઈ ?
ગાથા ત્રીજી છે ને બહુ ઊંચી છે, આ તો આખી ભૂમિકા બાર ગાથામાં બાંધે છે. પછી તેરથી એનો વિસ્તાર કરશે. આહાહા પહેલું દરેક દ્રવ્યને વિભાવ સ્વભાવથી પરિણમતા છતાં, અનંત દ્રવ્યો છે એમાં કાંઈ ખામી આવતી નથી. બીજાને લઈને થતું નથી માટે ત્યાં ખામી આવતી નથી. અનંત દ્રવ્યોમાં ઓછા વત્તાપણું થતું નથી, પણ હવે અહીંયા આત્મદ્રવ્યને, પુણ્ય પાપના ભાવ સાથે, આહાહા ! તત્ત્વ-આત્મતત્ત્વને પુણ્ય, પાપના ભાવ સાથે સંબંધથી બંધભાવ ઊભો થાય છે, એની પર્યાય બુદ્ધિએ. આહાહાહાહા !
વસ્તુ જે ભગવાન આત્મા તો અનાકુળ જ્ઞાન ને અનાકુળ આનંદથી ભરેલો પ્રભુ! એને રાગના સંબંધવાળો બંધભાવવાળો, બીજાપણાવાળો, દ્વિતપણાવાળો, અતિ ને દ્રતપણાવાળો, આહાહાહા ! ભગવાન અંતરમાં અનંત ગુણસ્વરૂપ શુદ્ધ સ્વરૂપ અદ્વૈત છે, એને આ રાગનો સંબંધ છે, તે દ્વતપણું ઊભું થાય છે. આહાહા ! તેથી એ વિસંવાદ છે. વિપરીત સંવાદ નામ કથન પણ વિપરીત છે, અને એનો ભાવ પણ વિપરીત છે. એને રાગવાળો કહેવો જીવને, આહાહાહા ! એ સિદ્ધાંત જ વિપરીત છે. આહાહાહા ! અને રાગવાળો જાણવો એ દૃષ્ટિ જ વિપરીત છે, આવું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com