________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૪૧ ઉપકાર કર્યો એમ, એમાં કાંઈ ફેરફાર થયો નથી. આહાહાહા! (પરસ્પર જીવો ને જીવવા દો) એ બધી નિમિત્તની વાતો. એ બધા નાખે છે ને? લોકમાં હેઠે નાખે છે. કોણ કોનો ઉપગ્રહ કરે ભાઈ ! આહાહા! અહીં તો કહ્યું કે વિરૂધ્ધ ભાવ હો કે અવિરૂધ્ધભાવ હો, એ પોતાનું પોતાના અસ્તિત્વમાં પોતાથી થયેલું છે, એને બીજાનું અડયોય નથી અને બીજાને લઈને થાય તો આ પર્યાય ઓછી કહેવાય, એની ન થઈ પૂરી અને એ પૂરી ન થઈ એટલે એ દ્રવ્ય પૂરું ન થયું. આહાહા !
એક સમયમાં વિકારની પર્યાય પણ જો પરથી થાય એમ કહો તો એ પર્યાયમાં ઊણપ થઈ ગઈ. એ દ્રવ્યની પર્યાય ન રહી, અને ન રહી તો એ પર્યાયનો પિંડ છે તે ગુણ તે ગુણેય પૂરો ના રહ્યો અને અનંત ગુણનો પિંડ દ્રવ્ય તે દ્રવ્યેય પૂરું ન રહ્યું. દેવીલાલજી? આહાહા ! આવી વાત છે. આહાહા ! આવું બહાર ન ચાલે, એકદમ સમજે નહિ ને? આહાહા ! ઓહોહો !
ભલે (જીવ) ગૃહિત મિથ્યાત્વપણે પરિણમે, અનંત જીવ એક પ્રદેશમાં ભેગાં રહ્યાં હોય અને મિથ્યાત્વપણે પરિણમે, નિગોદનું ગ્રહિત મિથ્યાત્વ તો અહીંનો કોઈ ગયો હોય ને એની અપેક્ષાએ છે. બાકી તો અગ્રહિત મિથ્યાત્વ છે. અહીંના ગયા હોય ને નવા એને આવું હોય છે એમ છે શાસ્ત્રમાં. ગ્રહિત મિથ્યાત્વ, છતાં એ પર્યાયનું કાર્ય જે છે, તે તે દ્રવ્યની પોતાની અસ્તિત્વતા બતાવે છે, ને એ રીતે અસ્તિત્વ જેટલાં તત્ત્વો છે એ ભિન્ન ભિન્ન વિશ્વને એટલે અનંત છે તેને તે રીતે ઉપકાર કરે છે. એટલે અનંતમાં ઓછાપણું થાતું નથી, અનંતમાં અધિકપણું થતું નથી, એ જ વિશ્વનો ઉપકાર એટલે એ રીતે વિશ્વ ટકી રહ્યું છે. આહાહાહા ! આવો ઉપદેશ હવે આમાં પાળવું શું, કરવું શું પણ આમાં? આહાહા !
એ સાટુ તો વાત કરે છે. વિરૂધ્ધ ભાવ છે એ જીવમાં બંધભાવ, એ નિંદ્ય છે, એ વિરૂધ્ધ છે, એકપણામાં છે એનો ભાવ વિરૂધ્ધ, છે એના અસ્તિત્વમાં અને તેથી તેનું અનંતપણું, જેટલા છે અનંત વિરૂધ્ધ ભાવવાળા તેથી તે રીતે અનંતપણે ટકી રહ્યા છે, પણ એનું વાસ્તવિક સ્વરૂપ છે ત્રિકાળી, એમાં વિરૂધ્ધભાવ જે બંધ ભાવ રાગ, એ બંધભાવ વિસંવાદ ખડો કરે છે, દુઃખ ઉત્પન્ન કરે છે, એમ કહે છે. આહાહા ! જો કે દુઃખ ઉત્પન્ન છે એ તો એની પર્યાયનું કાર્ય છે, પણ હવે અહીં તો દ્રવ્ય સ્વભાવ બતાવવા. આહાહા ! આહાહાહા !
એનો પર્યાયભાવ એ તો સિદ્ધ કરીને બતાવ્યું છે અનંત-અનંત એ રીતે, પણ આ આત્માને અંદર બંધ ભાવ એ નિમિત્તના સંબંધે ઊભો થયેલો છે, એ એનો વિભાવભાવ છે, એ બંધ ભાવ છે, વસ્તુ અબંધસ્વરૂપે છે. આહાહા! એ બંધ ભાવથી ભલે વિશ્વને વિશ્વપણું જેટલું છે અનંતુ, એવા અનંતાપણે ભલે રહે, પણ આ એકપણાને બંધપણું એ વિપરીત છે, વિસંવાદ ખડો કરે છે. દુઃખ ઉત્પન્ન કરે છે. આહાહાહા ! જો કે પહેલું તો સિદ્ધ કર્યું કે ભલે દુઃખ કાર્ય હોય પણ એ છે પોતાથી એને પરને લઈને કાંઈ છે (એમ નથી) એ રીતે જ અનંત ટકી રહ્યા છે. પણ હવે અહીંયા એકને જે બંધનો સંબંધ કહેવો, આહાહા! ત્રિકાળી આનંદના નાથને એક ક્ષણના રાગનો, આહાહા ! પ્રભુ અબંધ સ્વભાવી પરમાત્મા એને એક ક્ષણનો રાગનો સંબંધ, બંધનો ભાવ એને છે એમ કહેવું, જાણવું એ વિસંવાદ છે, વિસંવાદ છે, વિપરીત ભાવ છે, વિપરીત કથન છે વિપરીત ભાવ નામ દુઃખરૂપ ભાવ છે. આહાહા!
કારણ કે જીવ અને પુદ્ગલ બેમાં જ એવા વિભાવભાવ છે. છતાં વિભાવભાવ થયો છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com