________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૩૯ શરૂઆત કરીશ, છતાં તે ગુણની શરૂઆતમાં જે જ્ઞાન ભરેલું છે. પર્યાયમાં, તે આ ટીકાના અક્ષરને અડતું નથી. અને ટીકાના અક્ષરની પર્યાય (ને) અમને વિકલ્પ આવ્યો એ પણ અડતો નથી. તો અડ્યા વિના કેમ રચે? આહાહા! છતાં એમ કહે કે એવા ટીકાના કાળમાં- ટીકાથી મને વિશુદ્ધિ થજો. અનાદિનો કલુષિત ભાવ મને છે હુજી, હું મુનિ છું. છઠ્ઠ ગુણસ્થાને લખવા કાળે છું, છતાં તે પ્રમત્ત અપ્રમત્ત દશા તે હું નથી, એવી મારી દૃષ્ટિમાં, દ્રવ્ય (આત્મદ્રવ્ય) તરવરે છે. આહાહા !
છતાંયે એ ટીકાના કાળમાં મારો જ્ઞાનનો ક્ષયોપશમ કે વિકલ્પ તેને અડતો નથી. અને ટીકાની પર્યાય પરમાણુથી થાય છે. આહાહા ! મોટો ફેરફાર, આહા! વિરૂધ્ધ કાર્ય, પર્યાય, સ્વાભાવિક કે વિભાવિક, અવિરૂધ્ધ કાર્ય સ્વાભાવિક, એવા હેતુપણાથી સ્વાભાવિક અને વિભાવિક કાર્યના કારણે દરેક દ્રવ્ય પોત પોતાના વિભાવિક અને સ્વાભાવિક કાર્યના કારણે જેઓ હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે, “વિશ્વ” એટલે અનંતપણે જે ચીજ છે એ અનંતપણે જ ટકી રહે છે એમાં અનંતમાં કોઈ ઓછું વડું થતું નથી. કેમકે અનંત જે છે એ, કોઈ દ્રવ્યની પર્યાય કોઈ દ્રવ્યને, ભલે વિભાવરૂપી કાર્ય થાય, આહાહા ! છતાં પર પદાર્થને કારણે એ નથી, પરપદાર્થને તે પર્યાય અડતી નથી અને પર પદાર્થનો પર્યાય એ, વિકલ્પને અડતો નથી, વિરૂધ્ધ કાર્ય જે વિભાવ. વિકલ્પ જે આવ્યો છે, એ વિભાવ છે. આહાહા! એ વિભાવને કર્મનો ઉદયનો પર્યાય અડતો નથી, તેમ ટીકાની પર્યાય એને અડતી નથી. આહાહાહા ! આવું સ્વરૂપ છે.
તેમ એ વિરૂધ્ધ કાર્ય ( હોવા છતાં) પણ, છતાં જેટલું અસ્તિત્વ છે તે રીતે જ તે દ્રવ્ય છે, અને તેથી અનંતા દ્રવ્યો, જે રીતે અનંત વ્યક્તિપણે ભિન્ન છે. તે આખું વિશ્વપણું જે રીતે છે, તે રીતે ટકી રહ્યું છે. આહાહા! વિશ્વ નામ અનંત પદાર્થોનું જે સ્વરૂપ, (છે) એમાં એક પદાર્થની પર્યાય બીજા પદાર્થને જો અડે ને કરે તો અનંતપણું જેટલું વિશ્વમાં દ્રવ્યોનું છે તેટલું અનંતપણું રહેતું નથી. આહાહાહા ! આવો ઉપદેશ દીધો.
એ અનંતપણું! વિશ્વ એટલે અનંત, અનંત તત્ત્વો ને દ્રવ્યો જેટલાં અને જે પ્રમાણે છે, ભલે તે વિરૂધ્ધ ને અવિરૂધ્ધપણે પરિણમે, સ્વભાવ કે વિભાવપણે. પણ તે તે પોતાની પર્યાયમાં છે. આહાહા ! એક ક્ષેત્રે રહેલો કર્મોદય છે તેને પણ વિકાર અડતો નથી, અને કર્મનો જે ઉદય છે એ વિકલ્પને અડતો નથી. એથી અનંત વ્યક્તિપણે વિશ્વનું, અનંતી વ્યક્તિઓ જેટલા તત્ત્વો છે, તે રીતે રહ્યાં છે. એમાં એક (પણ) તત્ત્વનું કાંઈ ઓછાપણું કે અધિકપણું કાંઈ થાતું નથી. આહાહા! આ તો સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન છે, આ તો ઝીણી વાત છે ભાઈ !!
(દિવ્યજ્ઞાન ) દિવ્ય જ્ઞાન પ્રવચન છે. પ્ર-વચનો, દિવ્ય વચનો. ઓહોહો! સંતોએ પણ કામ કર્યું છે ને !નિમિત્તપણાથી કહેવાય છે, પણ એમનો ક્ષયોપશમ એ વખતનો, આહાહા! હું પરિભાષણ શરૂ કરું છું કહે છે. એ પોતે એ પણામાં આવી ગયા છે ને! પૂરું એને કારણે થાશે. ટીકા, પૂરણ થવાના રજકણોની પર્યાયથી એને કારણે થાશે. આહાહા! મારા ક્ષયોપશમના જ્ઞાનથી એ ટીકાની પર્યાય થશે, ઉધાડ બહુ છે આવો, માટે ટીકામાં આવી પરમાણુઓની પર્યાય થશે એમ નથી. કારણ કે એક બીજાના દ્રવ્યના કાર્ય કારણને ભેળસેળ થતું નથી. આહાહા!તેથી વિશ્વ નામ અનંત પદાર્થો જેટલા જેટલી સંખ્યામાં છે એમ ને એમ વિશ્વ છે અનાદિ. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com