________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પર્યાય ઠંડા પાણીને અડતી નથી. આહાહાહા ! એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વરૂપથી ડગતાં નથી, એક જગ્યાએ રહેવા છતાં કોઈ કોઈને અડતાં નથી. આહાહા !
અને સમસ્ત વિરૂધ્ધ કાર્ય તથા અવિરૂદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે”, શું કહે છે? દરેક પદાર્થ ચાહે તો સ્વભાવરૂપે પરિણમો (કે વિભાવરૂપે) એ તો વિભાવરૂપે તો પુદ્ગલ અને જીવ છે, છતાં વિભાવરૂપે પરિણમો, સમસ્ત વિરૂધ્ધ કાર્ય તથા અવિરૂધ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને એટલે વિશ્વ જે અનંત પદાર્થરૂપે છે, એ રીતે અનંત પદાર્થરૂપે ટકી રહ્યા છે. આહા! એકબીજાના કાર્યને કરતું નથી અને પોતાનું વિરૂદ્ધ અવિરૂદ્ધ કાર્ય પોતાનું પોતામાં છે. તેથી તે વિશ્વના અનંત પદાર્થો જે રીતે છે ભિન્ન, તે રીતે ટકી રહ્યા છે. આહાહા ! બહુ ગાથા સારી છે આ ત્રીજી. ઓહોહો !
કાર્ય છે શબ્દ ને એટલે જરી, નહિ તો ધવલમાં પાઠ છે, ધવલમાં, ગુણ અને પર્યાયથી ગુણ કચિત્ ભિન્ન છે. માટે પર્યાયથી ગુણ વિરૂધ્ધ છે. સમજાણું કાંઈ ? ધવલમાં છે પાઠ, જે વિરૂધ્ધ છે, વિરૂધ્ધના બે પ્રકાર એક અપેક્ષાએ, એક તો ઉત્પાવ્યય છે એ વિરૂધ્ધ છે અને ગુણ છે તે અવિરૂધ્ધ છે. કેમકે ઉત્પાદુવ્યય, ઉત્પાવ્યય એમ બે પ્રકાર થયાને? ઉપજે ને વ્યય ઉપજે વ્યય એટલે વિરૂધ્ધ છે. અને વસ્તુ છે એના ગુણ છે એ અવિરૂધ્ધ છે એમાં ઉત્પાવ્યય નથી એકરૂપ છે. બીજી રીતે, ઉપજે ને વ્યય જે છે પર્યાય એનાથી ગુણ કથંચિત્ ભિન્ન છે, તેથી પર્યાયથી ગુણ વિરૂધ્ધ છે. સમજાણું કાંઈ ?
પર્યાય, દરેક દ્રવ્યની જે છે તે ઉત્પાવ્યયવાળી એક સમયમાં બે પ્રકારે) છે. ભાવ અભાવ, ઉત્પાદું તે ભાવ છે, અને વ્યય તે અભાવ છે. અને ગુણ તે ભાવ સ્વરૂપ, તે એકરૂપ, એથી પર્યાયથી ગુણ કથંચિત્ ભિન્ન છે કારણ કે (પર્યાય) ભાવ અભાવ સ્વરૂપ છે, આ (ગુણ) ભાવ સ્વરૂપ છે. કથંચિત્ ભિન્ન છે માટે પર્યાયથી ગુણ વિરૂધ્ધ છે. સમજાણું કાંઈ ? અંદરમાં ને અંદરમાં હવે, અને ગુણ છે તે ધ્રુવથી અભિન્ન છે, માટે તે અવિરુધ્ધ છે. “ઉત્પાદું વ્યય ધ્રુવ યુક્ત સ', ઉત્પા–વ્યયની પર્યાય એ ગુણ (થી) ભિન્ન છે કથંચિત્ કેમકે આ ઉપજે વિણશે છે ને ગુણ એકરૂપ રહે છે. કથંચિત્ ભિન્ન માટે વિરૂધ્ધ છે. પર્યાયથી ગુણ વિરૂધ્ધ છે, અહીંતો કાર્ય છે વિરૂધ્ધ અવિરૂધ્ધ અને ગુણ એ કાંઈ કાર્ય નથી. પણ પર્યાયના કાર્યથી તે તે દ્રવ્યના પર્યાયના કાર્યથી તે તે ગુણ, ઉત્પાદ્ વ્યય સ્વરૂપે નથી સામે, માટે વિરૂધ્ધ છે અને પોતે પોતાના ગુણથી ધ્રુવથી, ઉત્પાવ્યયથી ગુણ કથંચિત્ વિરૂધ્ધ છે. અને ગુણ ધ્રુવથી અવિરૂધ્ધ છે, ઉત્પા વ્યય અને ધ્રુવ ત્રણ શબ્દ છે ને ત્રણ ! ઉત્પાદુ વ્યયથી ગુણ કથંચિત્ વિરૂધ્ધ છે અને ગુણ ધ્રુવથી અવિરૂધ્ધ છે, આવું સ્વરૂપ !
ઓહોહો !ત્રીજી ગાથામાં કેટલું સમાડયું છે જુઓ ! અમૃતચંદ્રાચાર્ય! જંગલમાં વસનારા ! આનંદમાં (લીન ). આહાહા ! વિકલ્પ જરી આવ્યો, બહાર આવી ગયા, પણ જેની રચનામાં નિમિત્તપણું છે તો રચના ટીકાની પરમાણુની છે, કારણ કે પરમાણુની પર્યાય એને એનો વિકલ્પ તો જ્ઞાન પર્યાયને અડતો નથી. ટીકાના જે રજકણો છે આ અક્ષરો, એ અક્ષરોને અમૃતચંદ્રાચાર્યનો વિકલ્પ કે ગુણની પર્યાય (સ્પર્શતા નથી). આહાહા !
હું શરૂઆત કરીશ એમ કહ્યું ને અમૃતચંદ્રાચાર્ય, સમજાવવું ( છે ને). આહાહા! ભાવગુણથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com