________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એમ કીધું ને? કેવા છે એ બધા પદાર્થો? અનંત આત્માઓ, અનંત રજકણો એ કર્મના ઉદયને રાગ સ્પર્શતો નથી (અને) રાગ છે એ કર્મના ઉદયને સ્પર્શતો નથી. આહાહાહાહા ! હવે અહીં કહે કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો પડે ! કર્મનો ઉદય આવે નિમિત્ત થઈને આવે તેને એણે વિકાર કરવો જ પડે? આહાહા ! એમ છે જ નહીં. આહાહા ! દરેક વસ્તુ પોતાની શક્તિઓ અને દશાને સ્પર્શે છે. આહાહા ! છોકરાને પડતો 'તો ને હાથ ઝાલી ને ઊંચો રાખ્યો? કહે છે હાથ એને અડ્યો નથી. આ તે કોણ માને? તળાવમાં પડતો 'તો ને હાથે એને ઝાલી રાખ્યો? ના, એ હાથની ક્રિયા તારી નથી. અને હાથ એને અડ્યો નથી. અને હાથને તું અડ્યો નથી. આવી વાત બેસવી ( સમજવી) આહા ! પ્રભુ, સ્પર્શ કરતા નથી. કેવા છે એ?
વિશેષ કહેશે.. ગ ગ = = = = =
= = = = = પ્રવચન નં. ૧૪ ગાથા-૩ તા. રર-૬-૧૯૭૮ ગુરુવાર જેઠ વદ-૨ સં. ૨૫૦૪
સમયસાર ગાથા-૩. સર્વ પદાર્થો, જેટલા જગતમાં પદાર્થ અનંત છે. અનંતા આત્માઓ અનંતા રજકણો એ બધા પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, પોતાના પદાર્થમાં અંતર્મગ્ન, ગુણ ને પર્યાય એ અંતર્મગ્ન દ્રવ્યમાં છે. આહા! સર્વે પોતાના અનંત ધર્મમાં ટકેલ!દ્રવ્ય એટલે વસ્તુ એમાં અંતર્મગ્ન એના ગુણ અને પર્યાય, એના અસ્તિત્વમાં છે, તેને તે ચૂંબે છે. પોતાના ગુણપર્યાયને તે અડે છે, સ્પર્શે છે, ચૂંબે છે, તો પણ જેઓ પરસ્પર એક બીજાને સ્પર્શ કરતાં નથી. આહાહાહા! પદાર્થનું સ્વરૂપ, એ પોતામાં અનંત ગુણની પર્યાયને ભલે અડે કેમકે પોતાનું અસ્તિત્વ છે, પણ બીજા પદાર્થના અસ્તિત્વના દ્રવ્યગુણ પર્યાયને, દ્રવ્યગુણને તો અડે નહિં, એ તો ધ્રુવ છે. પણ બીજા પદાર્થની પર્યાય છે અને એ પદાર્થની પર્યાય (અડતી નથી.) પોતાના દ્રવ્ય ગુણ (ને) તો ભલે ન અડે પણ પોતાની પર્યાય પણ બીજાની પર્યાયને અડતી નથી. આહાહાહા !
દરેક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયની સાથે અડતી નથી. આ શરીરની પર્યાય, અવસ્થા હો, દ્રવ્ય ગુણ તો ધ્રુવ છે, જીવની પર્યાયને, જીવની પર્યાય જ્ઞાનની હો કે રાગ હો એને એ શરીરની પર્યાય અડતી નથી. આહા! તેમ પોતાની રાગ કે જ્ઞાનની પર્યાય શરીરની પર્યાયને અડતી નથી. આહાહા ! કહો, આ ટોપી છે તે માથાને અડતી નથી એમ કહે છે. ટોપીની જે પર્યાય છે એના દ્રવ્ય ગુણ તો ધ્રુવ છે, હવે એની જે અવસ્થા છે તે આ શરીરની અવસ્થા છે. આ, એને એ અડતી નથી, ને અધ્ધર ટોપી પોતાના ગુણ પર્યાયને સ્પર્શીને રહી છે, ત્યાં સુધી તો આવ્યું હતું.
અત્યંત નિકટ” દરેક વસ્તુ કેટલીક અનેક અત્યંત નજીકમાં છે. એક ક્ષેત્રમાં છે. આકાશનું ક્ષેત્ર છે. તેના એક ક્ષેત્રે અત્યંત નિકટ રજકણો છે અનંતા એક પ્રદેશમાં અને એ પ્રદેશમાં અનંતા જીવનાં અનંતા આત્મ પ્રદેશ પણ છે. એક આકાશના પ્રદેશમાં અનંતા જીવના અસંખ્યાતા એક જીવના, એવા અનંતા જીવનાં અનંત પ્રદેશ છે. અને તેમાં અનંત પરમાણુઓ છે. એ એક જગ્યાએ રહેવા છતાં, આહાહા ! એક જગ્યાએ વ્યાપવા છતાં તેઓ સદાકાળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com