________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સાધારણ માણસો, (એ) આ તો જિનેશ્વરદેવ, ત્રિલોકનાથ (ની વાણી) એને સાંભળી નથી, આહાહા ! કરે તો ક્યાંથી.
પાછા પોતાના અનંત ધર્મો લીધા છે, અસંખ્ય કે સંખ્ય નહિં. દરેક પરમાણુ એક પરમાણુ હો, પોઈન્ટ છેલ્લો ટુકડો તો પણ એમાં અનંત ધર્મ છે. ગુણ ને પર્યાય અનંત છે. આહાહા!
અનંત ધર્મોના સમૂહને ચૂંબે છે. આહાહા! છોકરું નાનું હોય ને એને ચૂંબે ને આમ, ગાલને અડે ને ચૂંબ? ના, ના હોઠને તું અડયો નથી, હોઠ એના શરીરને અડ્યો નથી, એ શરીર તારા હોઠને અડ્યું નથી. અને ચુંબન મેં લીધું એમ માન (ભ્રમ છે.) આહાહાહા! આ નવો ધર્મ હશે આવો? પણ અત્યાર સુધી તો સાંભળતા નહોતા તો નવો કાઢયો હશે આવો? સોનગઢવાળાએ નવો કાઢયો એમ કહે છે. (શ્રોતા: આંય સાંભળતા નહોતા માટે બીજે નહોતો) બધે હતો, ઘણે ઠેકાણે, મહાવિદેહમાં તો પ્રભુ બિરાજે છે ત્યાં તો ધોધમાર ધર્મ ચાલે છે, વીસ તીર્થંકરો બિરાજે છે. વીસ વિહરમાન પ્રભુ, ત્યાં તો ધોધમાર ધર્મ ચાલે છે, આ. આહાહા !
નવો કાઢયો ને એકાંતવાદી છે આ એમ (કેટલાક) કહે છે. પ્રભુ તું શું કહે છે ભાઈ. તને તારા સ્વભાવની અને વિભાવની સ્વતંત્રતાની તને ખબર નથી. આહાહા ! એટલે એમ કહે કે નિમિત્તથી પણ થાય (ને) ઉપાદાનથી પણ થાય એ અનેકાંત છે. અહીં કહે છે પોતાથી થાય પરથી ન થાય એ અનેકાંત છે. ઓલા કહે છે કે નિશ્ચયથી પણ થાય, વ્યવહારથી પણ નિશ્ચય થાય, એ અનેકાંત છે. અહીં કહે છે કે વ્યવહારથી નિશ્ચય ન થાય અને નિશ્ચય (સ્વ) દ્રવ્યને આશ્રયે થાય એ અનેકાંત છે. આહાહા ! એટલે? પોતાનો પ્રભુ જે પૂરણ ગુણ શક્તિવાળો છે એને આશ્રયે જ્યારે ધર્મ થાય છે, એ નિશ્ચયનય સમ્યક એકાંતમાં જાય છે, નય છે ખરીને? એ સમ્યક એકાંતમાં નિશ્ચય સ્વભાવને આશ્રયે ધર્મ થાય છે. એ સમ્યક એકાંત છે. અને સમ્યક એકાંત થયેલું જ્ઞાન, રાગ અને વ્યવહાર છે, એમ ભેગું ભેળવીને જાણે ત્યારે એને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. આહાહા!
અને ત્યાં સુધી તો લીધું, નયચક્રમાં (કહ્યું છે કે પ્રમાણ પૂજ્ય નથી, કેમ કે પ્રમાણમાં બીજું પર્યાય ને રાગ ભળે છે જાણવામાં, અને આ નિશ્ચયનયમાં પર્યાયનો નિષેધ વર્તે છે, માટે નિશ્ચયનય પૂજ્ય છે, પ્રમાણ પૂજ્ય નથી. બીજી પર્યાયને ભેળવીને જ્ઞાન કરે છે, પણ ઓલું પહેલાનું રાખીને, આહાહા ! સ્વભાવ જે ત્રિકાળ છે, એનો આશ્રય લઈને જે થાય એ નિશ્ચયને રાખીને, પર્યાયને ભેગી ભેળવે એને પ્રમાણ જ્ઞાન કહે છે. એકલાને નિશ્ચય જ્ઞાન કહે છે, પર્યાયને ભેળવે એને પ્રમાણ જ્ઞાન કહે છે. પણ એ પ્રમાણ જ્ઞાન પર્યાયને જાણે એ જુદી વાત છે, પર્યાયનો આશ્રય કરવા જાય છે ત્યાં તો વિકલ્પ ઊઠે છે, માટે પ્રમાણજ્ઞાનમાં પર્યાયનો નિષેધ નથી આવતો. પ્રમાણમાં એનું જ્ઞાન આવે છે, નિશ્ચયમાં તો ઈ પર્યાયનો નિષેધ વર્તે છે. આરે! આવી વાતું છે.
એથી અહીં તો એને અભેદ રત્નત્રય નિશ્ચયગત સિદ્ધ કરવું છે, “નિશ્ચયગત” છે ને? એકાગ્ર નિશ્ચયગત, એકાગ્ર નિશ્ચયને પ્રાપ્ત એ વસ્તુ છે ભલે એને પ્રાપ્ત કહો. કે વસ્તુ છે એમાં અભેદ રત્નત્રયને પ્રાપ્ત કહો. એ સુંદર છે. (શ્રોતા: એ તો છએ દ્રવ્યની વાત કરવી જોઈએ ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com