________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ચીકાશ છે, એ ભેગી થાય તો ચાર ગુણ થાય. એ તો એ સમયે ચાર ગુણ થવાની પર્યાયમાં યોગ્યતાનો ધર્મ પોતાનો છે. એ ચાર ગુણવાળું નિમિત્ત હતું માટે ચાર ગુણ થઈ, એમ નથી. અરે ! બહુ ફેર, ઘણી વાતનો ફેર, આહાહા! અને આ શરીરના રજકણો છે આ જડ માટી ધૂળ એ આત્માને અડ્યાય નથી અંદર, અને આત્મા પણ શરીરનેય અળ્યો નથી ત્રણ કાળમાં. એક વાત.
આત્મા, કર્મનો ઉદય જડ છે અંદર, પરમાણુની સત્તા છે એમાંથી ઉદય આવે છે એ જડ છે, એને આત્મા અડતો નથી. તેમ એ કર્મનો જે ઉદય જડ છે પર્યાય, એ પોતાના પર્યાયને સ્પર્શે છે, પણ એ જડની પર્યાય અહીં રાગને અડે છે, માટે અહીંયા રાગ થાય છે, એમ છે નહીં. આહાહાહા ! આકરું કામ છે બાપુ વીતરાગ માર્ગ બહુ ઝીણો! આહાહા ! આ ચશ્મા છે એ અહીં અડ્યા વિના અહીં રહેલા છે, કોણ માને? પાગલ કહે, પાગલ. હેં? (શ્રોતાઃ પાણી ઉતરી જાય) અને આ પગ જે જમીન ઉપર ચાલે છે, એ પગ જમીનને અડ્યા વિના ચાલે છે એમ અહીં કહે છે. પગ જે ચાલે છે અને આત્મા અડ્યો નથી, પગને જમીન અડી નથી, પગ જમીનને અડક્યો નથી, પગના રજકણને આત્મા અડયો નથી. આત્મા રજકણને અડયો નથી અને પગની ગતિ આમ થાય છે, એ રજકણની પોતાની પર્યાયને લઈને થાય છે. આહાહાહાહા ! ક્યાં આ માણસને, સમજવું? ચોવીસ કલાકમાં આ કર્યું ને તે કર્યું, આ કર્યું ને તે કર્યું. આહાહા !
પર પદાર્થની જાણે વ્યવસ્થા મેં કરી દુકાનના ધંધાની વ્યવસ્થા મેં કરી, ઉઘરાણી પણ હું ગયો ને બરોબર હું લાવ્યો, અરે પ્રભુ શું કરે છે તું આ? એ બધો મિથ્યાદેષ્ટિનો મિથ્યા પાપનો પાખંડ ભાવ છે. આહાહા! જુઓ, આ ત્રીજી ગાથા. એક બે કે ત્રણ એમ નથી કરતા (હરિફાઈમાં), ઓલાની હારે, હેં? ત્રણે પૂરું કરી દે છે.
ત્રીજી ગાથામાં, “એયત્તણિચ્છગદો' પ્રભુ, ભગવાન આત્મા, પોતાના શુદ્ધ સ્વરૂપને પવિત્રને, પુણ્ય-પાપના વિકલ્પ છે એ રાગ છે, એને પ્રાપ્ત થાય એ તો બંધ કથા, બંધ ભાવ છે. આહાહા! આહાહા ! હા, સ્વભાવથી વિરૂદ્ધ કાર્ય અને અવિરૂદ્ધ કાર્યથી જગત ટકી રહ્યું છે એમ બતાવ્યું, એમ કે એ કોઈને લઈને કોઈ છે એમ નહિ. પણ હવે અહીં તો આત્માની વાત કરતાં તો વિકારથી પણ જુદો આત્મા બતાવવો છે. આહાહા! એમ કે આ દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને કરીએ તો સમ્યગ્દર્શન થાય, તો ધર્મ દશા વ્યવહાર કરતાં કરતાં થાય અને વ્યવહાર નિશ્ચયને પહોંચાડે એ તદ્દન મિથ્યાશલ્ય છે. આહાહાહા!
- મિથ્યાદર્શન શલ્ય મહાપાપ છે, હવે એ પાપની કાંઈ ખબર ન મળે, જીવ મરે તો પાપ લાગે એમ કહે છે. આહાહા! અહીં તો કહે છે કે જીવ મરે છે એ એની આયુષ્યની પૂરી સ્થિતિ થાય માટે, તું એને મારી શકે છો એ ત્રણ કાળમાં બની શકતું નથી. આહાહા ! કેમ કે જીવ એને અડી શકતો નથી. અડતો નથી અને મારે શી રીતે? બહુ ફેર આ તો, હેં? આવું સ્વરૂપ છે બાપુ. આહાહા !જિનેશ્વરદેવ એનો ઉંડો કૂવો- અનંત ગુણનો ધણી પ્રભુ છે ત્યાં એને લઈ જવા માગે છે. આહાહા ! સંયોગથી તો જુદો પણ સંયોગી (ભાવ) રાગ, વ્યવહારરત્નત્રય, સંયોગી ભાવ, આહાહાહા ! એપણે પરિણમતું, પરથી જુદાપણું ત્યાં રાખ્યું, પણ એપણે પરિણમતું, સ્વભાવથી જુદો છો એ ન કર્યું તેં. આહાહા ! આહાહાહા ! આ બે લીટીમાં આટલું બધુ ભર્યું છે. આ તો બધા દાખલા છે. આહાહા! ચાર પૈસે શેર તો મણના અઢી રૂપિયા પછી સાડી સાડત્રીસ શેરના સાડી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com