________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સ્પર્શતી નથી. ચૂંબતી નથી. આહાહા! અડે તો બે પર્યાય એક થઈ જાય, કાં બે પર્યાય છે એ એક પર્યાય બીજા પર્યાયરૂપે થઈ જાય. આહાહા! આવું તત્ત્વ છે. છે? છે અંદર જુઓ ! આ એક લીટીમાં બધું સમાણું છે “સર્વ પદાર્થો” એમ આવ્યું ને? આહાહા !
સર્વ પદાર્થ, આહાહા ! જ્યાં જીવ ગતિ કરે એ પોતાના ગુણ પર્યાયને સ્પર્શીને ગતિ કરે, પણ ધર્માસ્તિકાયને એ અડે છે એમ નથી. તેમ ધર્માસ્તિકાય છે, માટે આંહી આને અડે છે ગતિ કરનારને (એમ નથી) આહાહા! આવી વાત. છીણી આમ લોઢા ઉપર પડે, પણ એ લોઢાને છીણી અડતી નથી, કેમ કે છીણીના પરમાણુઓ પોત પોતાના ગુણ પર્યાયમાં રહેલા છે અને લોઢાના ગુણ પર્યાયો એમાં રહેલા છે, છીણીની પર્યાય એને અડતી નથી, છીણીનો પર્યાય ધર્મ પરના પર્યાય ધર્મને છૂતો (અડતો) નથી. આહાહાહા ! કેટલો એણે અહંકાર કાઢવો પડશે?
જ્યાં હોય ત્યાં મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. અહીંયા તો આગળ લઈને ઈ કહેશે કે વસ્તુ જે છે આત્મા, એ વ્યવહારને સ્પર્શતો નથી, તેમ નિશ્ચય વ્યવહારને સ્પર્શતો નથી. ત્યારે તે સુંદરતાને પામે છે. અભેદ રત્નત્રય કહ્યું ને!
એકત્વ નિશ્ચયગત, પોતામાં જે જ્ઞાન દર્શન આદિ આનંદ ગુણ છે, અને એનું પરિણમન છે. પરિણમન છે, વિરૂદ્ધય પરિણમન છે, એ છે એની અવસ્થામાં એ રીતે વિશ્વ ટકી રહ્યું છે. પણ એ સુંદરતાને એમ ન પામે એમ કહે છે. સુંદરતાને તો વિકૃત્ત રહિત આત્મા પોતાની નિર્મળ અભેદ રત્નત્રયને પામે, એ એની સુંદરતા છે. અને એ વ્યવહાર રત્નત્રયને, એ અભેદ રત્નત્રયની પર્યાય, વ્યવહાર રત્નત્રયનો જે રાગ એને અડતો નથી. અને વ્યવહાર રત્નત્રયનો રાગ અભેદ રત્નત્રયને છૂતો નથી, કે જેથી વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય થાય એમ નથી. આહાહા ! આવું છે લોકમાં, જૈનમાં વાડામાં જન્મ્યા એને ખબર ન મળે જૈનની, અમે જૈન છીએ, જૈન છીએ, અરે બાપુ! જૈન કોને કહેવા ભાઈ ? આહાહા !
સમસ્ત પદાર્થો એમાં કોઈ પદાર્થ બાકી ન રહ્યો. અનંત અનંત પરમાણુઓ, આહાહા ! પાણી અગ્નિને અડતું નથી અને પાણી ઊનું થાય છે એ એનો પોતાનો પર્યાય ધર્મ છે માટે. આહાહા ! એ તો પોતાના ગુણ અને પર્યાયના ધર્મને એ પાણીના રજકણો અડે છે, અગ્નિને અડતું નથી અને ઊનું થાય છે. આહાહા! એ ઊની એની પાણીના રજકણની સ્પર્શ ગુણની પર્યાય છે. એ પર્યાય અગ્નિથી થઈ નથી. આહાહાહા ! નહીં તો અગ્નિથી પાણી ઉનું થયું, એ તો પ્રત્યક્ષ છે– પહેલું પાણી ઠંડુ હતું. એ અગ્નિને અડ્યું ત્યારે ઊનું થયું બાપુ! તું શું જુઓ છો? એ પાણી પોતે જ બદલ્યું છે એમ તું જો કે અગ્નિ સંયોગ આવી માટે બદલ્યું જો તો, તારી દૃષ્ટિમાં ફેર છે. આહાહા ! પાણી પોતે બદલીને ઊનું થયું છે. એ સંયોગી ચીજથી ઊનું થયું છે એમ ત્રણ કાળમાં નથી. આહાહાહા !
હજી તત્ત્વની વ્યવસ્થા આવી છે એમ એને બતાવીને નિમિત્ત ઉપરથી તો લક્ષ છોડાવવું છે, પણ નિશ્ચયમાં જે વ્યવહાર સાથે હોય છે, એનુંય લક્ષ છોડાવવું છે અને અભેદ રત્નત્રયને કરાવવાની વાત છે. આહાહાહા ! સુડતાલીસ શક્તિ આવી છે ને, તું! એમાં કોઈ શક્તિ ત્યાં એવી સીધી રીતે પોતાપણે છે ને પરપણે નથી, એવું નહીં પણ તત્ ને અતમાં નીકળે છે એ. આત્મા જ્ઞાનરૂપ છે તે જ્ઞાનરૂપ રહે છે, અને જોય એ રાગાદિ શેયરૂપે થતો નથી. એમાં અસ્તિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com