________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહેવાય છે. આહાહા.!
કારણ કે અન્ય પ્રકારે તેમાં સર્વસંકર આદિ દોષો આવી પડે”, અથવા બીજી રીતે કહીએ તો બે દ્રવ્ય એક થઈ જાય, કાં એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થઈ જાય. જો આ રીતે ન હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થઈ જાય, સમજાણું કાંઈ ? અને એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે ખીચડો થઈ જાય છે એક થઈ જાય. બે એક થઈ જાય એ જુદું અને એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે થઈ જાય, એ બીજું. એવા એવા દોષો આવે, જો આ રીતે ન હોય તો. આહાહા! આવું છે. આમાં એકેન્દિયા.... બેઇન્ડિયા ત્રિઇન્ડિયામાં વખત ગાળ્યો હોય તો એને આ સમજવું કઠણ પડે. આહા! સામાયિક કરી, પોષા કર્યાને પડિકમણાં કર્યા ને ધૂળેય નથી ક્યાંય સામાયિક. આહાહા!!
આતમ પદાર્થ જેમ છે એમ છએ દ્રવ્યો, ભગવાને- જિનેશ્વરદેવે કેવળજ્ઞાનમાં છ દ્રવ્ય જોયાં, તે છ દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને પ્રાપ્ત થાય. તે તેની શોભા છે. પરના સંબંધમાં કોઈ પણ થાય એ એની શોભા નથી. આહાહા !
અન્ય પ્રકારે સંકર આદિ દોષો આવી પડે. કેવા છે તે સર્વ પદાર્થો? આહાહા !! પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ” દરેક દ્રવ્ય જે છે વસ્તુ, અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાળાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ એ બધા પદાર્થો દ્રવ્યમાં અંતર્મગ્ર રહેલ જે પોતામાં ગુણ અને પર્યાયપણે છે. “પોતામાં અંતર્મગ્ન રહેલા અનંત ધર્મો.” ધર્મ એટલે ગુણ અને પર્યાય, જે દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ધારી રાખેલ છે. આહાહા!! છે? “પોતાના અનંત ધર્મોના ચક્રને એટલે સમૂહને સ્પર્શે છે.” દરેક દ્રવ્ય અનંતની સંખ્યાએ જે છે, તે તે દ્રવ્ય પોતામાં રહેલા ગુણ એટલે કાયમ રહેલી શક્તિઓ અને વર્તમાન પર્યાયએને તે દ્રવ્ય, પોતાના ધર્મને ચૂંબે છે તેને અડે છે, તેને સ્પર્શે છે. આહાહા ! “તોપણ” તોપણ કેમ કહ્યું? કે પોતાના ગુણ પર્યાયને તો સ્પર્શે છે ને! તો બીજા હારે પણ સ્પર્શે અને અડે તો શું વાંધો? આહાહા!
જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી” આ એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી. આહાહા ! એક આત્મા એ કર્મના ઉદયને જડની દશાને એ આત્મા અડતોય નથી, સ્પર્શતો નથી. એક પરમાણુને આત્મા અડતો નથી, સ્પર્શતો નથી. આહાહા! પગ અહીંયા ચાલે છે જમીન ઉપર, તો એ પગ જમીનને અડ્યા વિના ચાલે છે, અરે ! આવી વાત હવે !! વીતરાગ સર્વજ્ઞએ કહેલા તત્ત્વો, સ્વતંત્ર અને પરના આલંબન વિના જેનું રહેવું ટકવું પોતાના ધર્મ એટલે ગુણ પર્યાયમાં ચૂંબીને રહે છે. આહાહા ! આ હાથ છે એ અહીં અડતો નથી કહે છે નાકને, છરી છે એ શાકને આમ કાપતા શાકને છરી અડતી જ નથી. કહો, એ શાક તો એના પરમાણુની એની પર્યાય, એકેક પરમાણુની પર્યાય તે કાળે થવાની તે પોતાથી થાય છે. છરી એને અડતીય નથી અને છરીથી કટકા થયા જ નથી. આરે ! આવી વાત છે.
(શ્રોતાઃ શાક પાટીયા ઉપર લાવીને મૂકે છે ને?) પાટીયાને અડતુંય નથી શાક. એ રોટલી જે છે એને વેલણું અડતુંય નથી. (આપની વાત સાંભળવી બહુ કઠણ!) આમાં ઈ કહે છે, કોઈપણ દ્રવ્ય, દ્રવ્ય છે એટલે પોતામાં કાયમ રહેનારા ગુણો પણ હોય અને પલટતી અવસ્થા પણ હોય, એવું હોવા છતાં પણ પોતાના ગુણ પર્યાયને ચૂંબે, અડે પણ બીજાના દ્રવ્ય ગુણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com