________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૩પ અહીં તો આત્મામાં ઊતારવાનું છે ને અહીંયા આપણે તો, છએ (દ્રવ્ય) માંથી કાઢવું છે તો આમાં, છેલ્લો સરવાળો તો એ લેવો છે ને?
કહે છે ભિન્ન ભિન્ન સિદ્ધ થવાથી, જીવ નામના સમયને, એમ લેવું છે ને અંતે તો? ભલે બતાવે બધાની વાત પહેલી કરી. એમ જીવ નામના પદાર્થને બંધ કથાથી તે વિરૂદ્ધ પામે છે એમ કહેવું છે. લઈ તો ત્યાં જાવું છે ને? આહાહા ! આવો કઈ જાતનો ધર્મ હશે ! આહા! સંપ્રદાયમાં તો જ્યાં જાય ત્યાં એ જ વાત હાલે વ્રત કરો, સામાયિક કરો, પોષા કરો, પડિકમણા કરો, છા પરબીની દયા પાળો, છ પરબી લીલોતરી ન ખાઓ, છ પરબી બ્રહ્મચર્ય પાળવું, આ વાત તે કઈ જાતની આ તે? આહાહા!
બાપુ! એ બધી વાતું બહારની, ક્રિયા જડની અને અંદરમાં ભાવ આવે તો એ રાગનો, એ કોઈ ધર્મ ક્રિયા નથી. આહાહા! અહીંયા તો સ્વરૂપ જે છે તેને છએ દ્રવ્યની સ્થિતિ કરીને, પછી આત્મામાં બંધપણું છે, એ નિર્દોષ નથી, સદોષ છે, એમ બતાવીને વસ્તુ (જ્ઞાયકભાવ) તરફ લઈ જવો છે એને. આહાહાહા ! હવે એક કલાકમાં યાદ કેટલું રહે? બધી વાત જુદી જાતની આવે. દાન આપો, પૈસા ખરચો, એકલા ન ખાઓ, જુઓ, એમ નથી આવતું? (નાણાં મળશે પણ ટાણાં નહીં મળે) હા, એ વળી કહે છે પણ આપણે “પદ્મનંદી પંચવિંશતિ” એમ કહે મળ્યું છે, એ એકલો ખાઈશ તો કાગડામાંથી જઈશ. એ આવે છે તે એ રાગની મંદતાની વ્યાખ્યા બતાવે. બતાવે, છતાં એ કાંઈ ધર્મ નથી, નિશ્ચય આત્માને આશ્રયે ધર્મ છે, ત્યાં આવો રાગ હોય એને વ્યવહાર ધર્મનો આરોપ કહેવામાં આવે છે. વ્યવહાર એટલે કે એ એમ નથી, નિમિત્તને આધીન કથન કરવામાં આવે છે. આહાહાહાહા !
સર્વ પદાર્થો કેવા છે? પદાર્થો કેવા છે, અમે કહીએ છીએ માટે એવા છે એમ નહીં. ભગવાન એમ કહે છે કે અમે કાંઈ પદાર્થને કર્યા છે? ભગવાને કાંઈ કર્યા નથી. સર્વ પદાર્થો સ્વયં સિદ્ધ છે એનો કોઈ કર્તા ઈશ્વર-ઈશ્વર છે નહીં. ભગવાને જોયું છે, કાંઈ ભગવાને કર્યું છે પદાર્થનું સ્વરૂપ પરનું? એમ નથી. તેથી અહીં કહે છે “કેવા છે તે સર્વ પદાર્થો ” એ પદાર્થો કેવા છે? પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, પોતાના અનંત ધર્મોના ચક્રને ચૂંબે છે, સ્પર્શે છે. એવા ઈ પદાર્થો છે. એવા એ પદાર્થો છે. “પોતાના ધર્મને ચૂંબે છે તો પણ, જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી.” અરેરે ! આ વાત કેમ બેસે ? આહાહા!
પગ હાલે ઈ કહે છે કે જમીનને અડતો નથી. અને પગનો એક રજકણ બીજા રજકણને ઠેબું મારી શકતો નથી અને અડી શકતો નથી. કહો! આમ હાલતા હાલતા વચ્ચે લાકડું આવે તો ઠેબ્રુ મારેને આમ? ના, એને અડતો નથીને પછી ઠેબ્રુ મારે શી રીતે ? આરે ! આવી વાતું ત્યાં આમ પથરો પડ્યો હોય ત્યાં આમ મારે તો પથરો આમ ખસી જાય છે. બાપુ! એ વખતે એનો પોતાનો પર્યાય ધર્મ છે એમાં એ રહે છે. એ કાંઈ તારા ઠેબાને લઈને આઘો ખસી ગયો છે, એમ નથી. આહાહાહાહા !
આવો વીતરાગી જૈન ધર્મ, વાણીયાને હાથ રહી ગયો, વાણીયા વેપારમાં ગૂંચાઈ ગયા! નિર્ણય કરવાના ટાઈમ લીધા નહીં. આહાહા !
એ કેવા છે પદાર્થો? કે જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી એવા એ પદાર્થો છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com