________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એનાથી, એ પોતાનો તે કાળે થવાનો છે, અને તેથી તે દ્રવ્યની પૂર્ણતા ત્યારે સિદ્ધ થાય છે, એ વિભાવ પરને લઈને થયો હોય તો દ્રવ્યની પૂર્ણતા અસ્તિત્વની સિદ્ધ થતી નથી.
પણ અહીંયા હવે એ ઉપરાંત આગળ લઈ જવી છે વાત. આહાહા! “આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી” “સર્વ પદાર્થોનું જુદા જુદાપણું એકપણું સિદ્ધ થવાથી, ઓહોહોહો ! જીવ નામના સમયને બંધ ભાવથી જ વિસંવાદની આપત્તિ આવે છે... આહાહા !
ન્યાં લઈ ગયા હવે! કેમ કે વસ્તુ પોતે અબંધ સ્વરૂપ છે. આહાહાહા ! એમાં રાગનો બંધ ભાવનો સંબંધ, વિસંવાદની આપત્તિ આવે છે. આહાહાહા! વિપરીત સંવાદ, વિપરીત કથન, વિપરીત ભાવ, આનંદથી વિપરીત દુઃખની આપત્તિ એને આવે છે. આહાહા ! અબંધ પ્રભુને બંધ
એવો સંબંધ એમ, ભાવ બીજો, આહાહા ! એનાથી એને દુઃખની ઉત્પત્તિ થાય છે. એ પ્રભુ પોતે ત્રિકાળી આનંદરૂપ છે, (આત્મા) ત્રિકાળી પ્રભુ અનાકુળ આનંદરૂપ છે. એમાં વિસંવાદ નામ દુઃખ ઉત્પન્ન થાય છે. દ્રવ્યને બંધ ભાવનો સંબંધ કહેવાથી વૈતપણું ઉભું થયું. એકપણે એક અને બગડે બે થયું. બગયું. આહાહા ! એકલો જે રહેવો જોઈએ સુખરૂપ આનંદ, અભેદ રત્નત્રયનું એનું પરિણમન જોઈએ. આહાહાહા !
ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ એની પ્રતીતિ જ્ઞાન અને રમણતા નિર્વિકલ્પ આનંદ સહિત હોવી જોઈએ, તો તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ કહેવાય. સમજાણું કાંઈ ? આહા ! પહેલું તત્ત્વનું સ્વરૂપ દ્રવ્યનું તો કીધું સમુચ્ચયે, વિભાવ સહિતનું દ્રવ્યનું સ્વરૂપ, એ છે એનાથી એનામાં, એ બીજાથી નહિં માટે એક બીજાનું ભેળસેળપણું નથી અને અનંતમાં જેટલા તત્ત્વો છે એમાં ક્યાંય એક ઊણપ, ઊણપ જરીયે આવતી નથી.
એમ કરીને વિભાવ કાર્ય પણ તેના દ્રવ્યને અને તેના ગુણને પરિપૂર્ણ સિદ્ધ કરવા, એનું છે એમ સિદ્ધ કર્યું. આહાહાહા! આવી વાતું હવે! પણ અહીં પ્રભુ હવે એકરૂપ વસ્તુ અબંધ સ્વરૂપી પ્રભુ, મુક્ત સ્વરૂપ પ્રભુ (આત્મા), એને બંધ ભાવનો સંબંધ કહેવો, આહાહા ! એ દુઃખરૂપ છે. વિસંવાદ વિપરીતભાવ ઊભો થાય છે. આહાહા! અરે, જરી શાંતિથી સાંભળે, બાપુ
આ કાંઈ, આ તો ઘરના તત્ત્વનું સ્વરૂપ છે એની વાત છે. આ કોઈ વ્યવહારનયે આ અને નિશ્ચયનયે આ ને, વ્યવહારનયનો વિષય તો સિદ્ધ કર્યો. એ વિષય છે, વિરૂધ્ધ કાર્ય છે એ તો સિદ્ધ તો કર્યું. આહાહાહા ! પણ હવે વસ્તુ સ્વરૂપ જે છે, એનાથી વ્યવહારનયનો- રાગનો વિષય તે વિરૂધ્ધ છે. બે નયને વિરૂધ્ધ કીધું છે ને? આહાહા! ગજબ વાત છે. ઓહોહો! દિગંબર સંતોની વાણી અને એમનો ભાવ અલૌકિક છે!!
પ્રભુ શું કહે છે આ. મૂળ જૈનપણે ત્યાં રહ્યું ઊભું છે. કેમકે અહીંયા રાગને જીત્યો નથી અને રાગના સંબંધવાળો પ્રભુને (આત્માને ) કહેવો, આહાહા ! એ દુઃખરૂપ છે. આહાહા ! “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન,” એ રાગની એકતા તોડીને સ્વભાવની એક્તા કરે તો એને જૈન કહેવાય છે. આહાહાહા! જૈનપણું જિન સ્વરૂપપણું જીવનું સ્વરૂપ છે. ઘટ ઘટ અંતર જિન વસે. વીતરાગ સ્વરૂપે, જે એનું સ્વરૂપ છે, સ્વભાવ છે, ત્રિકાળ છે. (જીવ) એ તો વીતરાગ સ્વરૂપ છે-એ તો એવા વીતરાગ સ્વરૂપને કાયમી અસલી સ્વભાવ સાથે નકલી રાગના સંબંધને જોડવો કે એને બંધ ભાવ છે, આહાહા! એ વિસંવાદ છે, દુઃખ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com