________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૪
૧૫૧ કલ્યાણ થઈ જશે. એવા કહેનારા મળ્યા અને સાંભળ્યું તે અનંત વાર. આહાહા ! કીધું ને? સાંભળવામાં આવી છે એનો અર્થ શું થયો કે કહેનારા એવા મળ્યા છે એને ત્યારે સાંભળ્યું ને? આહાહા !
જ્યાં જુઓ ત્યાં એ જ વાત મળશે અને એ તે અનંતવાર સાંભળી છે એ વાત. આહાહા ! પુણ્યનો ભાવ દયા દાનનો વ્રતનો રાગ એ કરવો અને ભોગવવો એવી વાત તે અનંતવાર ગુરુ પાસે, તારા કુગુરુથી તો આવી વાત અનંતવાર સાંભળી છે. એનાથી લાભ મનાવનારા એ ગુરુ નથી કુગુરુ છે. આહાહા ! આવી વાતો આકરી બહુ!
આ તો સત્યનું ઉદ્ધાટન છે હોં. કોઈની નિંદાની વાત નથી, એ તો વસ્તુ તો વસ્તુ છે બાપુ. આહાહા ! એનો આત્માય પણ ભગવાન છે, પણ વસ્તુની ખબર વિના દુઃખી છે. એ સત્યની ઉદ્ઘાટન પ્રસિદ્ધિ થાય છે. કોઈ વ્યક્તિનો અનાદર કે નિંદા નથી અરે! એ પણ પ્રભુ છે આત્મા છે ભાઈ ! આહાહા !
પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે. તો સમસ્ત જીવલોકમાં તો એકેન્દ્રિય એમાં આવી ગયાને? હેં? એકેન્દ્રિય (કદી) બહાર નીકળ્યા નથી, પણ અનુભવમાં છે તો સાંભળવામાં આવી ગયું છે. આહાહા ! ઓહોહો! એટલા જીવનો થોકડો પડ્યો છે. આહાહા! એક લસણની રાઈ જેટલી કટકી, એમાં અસંખ્ય તો શરીર અને એક શરીરમાં અનંતા જીવ. આહાહા ! એવો આખો લોક સૂક્ષ્મ નિગોદથી ભર્યો છે. ચૌદ બ્રહ્માંડ અહીંયાય અનંત છે, અનંત અનંત અનંત સૂક્ષ્મ નિગોદ! આહાહા ! એક શરીરને અનંતમેં ભાગે સિદ્ધ થયા છે, બાકી બધા રખડતા પડ્યા છે, એ બધા જીવે આવી વાત સાંભળી છે કહે છે. ભલે માણસ ન થયા હોય, પણ એ અંદર રાગનો અનુભવ કરે છે, (ને) સ્વરૂપની ખબર નથી તો એ બધાએ રાગનું વેદન કર્યું એ સાંભળ્યું ને પરિચયમાં આવી ગયું. અનુભવમાં આવી ગયું. આહાહાહા !
પૂર્વે અનંતવાર સાંભળ્યું છે, અનંતવાર કીધી, અનંતવાર, અનંત કાળ ગયો ને? મુનિપણું દ્રવ્યલિંગીપણું પણ અનંતવાર લીધું છે, એકવાર નહિ અનંતવાર ભાવપાહુડમાં તો પાઠ છે કે દ્રવ્યલિંગ ધારણ કરીને પણ જૈન નગ્નપણું, પંચમહાવ્રત ધારણ કરીને, કોઈ ક્ષેત્ર બાકી નથી કે
જ્યાં અનંતવાર પાછો ઊપજ્યો ન હોય. ભાવપાહુડમાં આવ્યુ છે. આહાહા ! વસ્ત્ર સહિત તો મુનિપણું તો છે જ નહીં, પણ નમ્રપણું છે અને પંચમહાવ્રત પાળ્યાં છે એવાં દ્રવ્યલિંગી પણ આત્મજ્ઞાન ન મળે, એ રાગથી ભિન્ન ચૈતન્ય છે એની ખબરું ન મળે એવા જીવો, આહાહા ! અનંતવાર એવા દ્રવ્યલિંગ ધારણ કર્યા, અને પછી પણ કોઈ જીવ ખાલી નથી કે દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી અનંતવાર જન્મ્યો અને મર્યો ન હોય. એ ભાવપાહુડમાં લિંગપાહુડમાં પાઠ છે. આહાહા ! એટલીવાર નગ્નપણું અને પંચ મહાવ્રતના પરિણામ (જે) રાગ છે એ તો રાગ છે, આહાહા ! એટલી વાર તેં સાંભળ્યું અને અનુભવમાં આવ્યું છે, કે અનંતવાર તેં કર્યું, અને પછી પણ એવા દ્રવ્યલિંગ ધારણ કર્યા અને સ્વર્ગમાં ગયો અને એના પછી પણ કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું કે જ્યાં તું અનંતવાર જન્મ્યો ને મર્યો ન હોય. આહાહાહાહા ! કેટલા અવતાર થયા છે ? શું કીધું સમજાણું? દ્રવ્યલિંગ ધારણ કરીને પણ, પછી પણ અનંત જન્મ મરણ કોઈ સ્થાનમાં નથી કર્યા એમ નહિં. આહાહાહા ! આવું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com