________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૪
૧૪૯ છે કે જે કોઈ દિ' હજી ત્રસપણું પામ્યા નથી. તો પણ અહીં તો આચાર્ય કહે છે, સમસ્ત જીવલોકને રાગ, કામ એટલે રાગ અને ભોગ એટલે એને ભોગવવું. એવી કથા, ઇચ્છા કરવી અને ઇચ્છાને ભોગવવી, એવી વાર્તા તો અનંતવાર તે સાંભળી છે. આહાહા! રાગ કરવો અને રાગને ભોગવવો એવો ઉપદેશ પણ તે સાંભળ્યો છે અને એવા ભાવપણ તેં સાંભળ્યાં છે. આહાહા ! એકેંદ્રિય જીવે પણ આ સાંભળ્યું છે સાંભળ્યાનો અર્થ એ કે રાગને એ વેદે છે એટલે એનો અનુભવ છે એટલે સાંભળ્યું હતું એ એનું પરિણામ આવી ગયું. આહાહા !
નિગોદના જીવ, બટાટા, સકરકંદામાં રહેલ), આહાહા ! એ જીવ પણ કેટલાંક હજી નીકળ્યા નથી બહાર, તો પણ એ કામભોગની કથાનો અનુભવ એને છે. રાગનો એને અનુભવ છે એથી સાંભળ્યું અને પરિચય તો એમાં આવી ગયો. સાંભળીને પરિચય કરીને અનુભવ હતો એનું પરિણામ તો એ હતું. આહાહા!
એ સમસ્ત જીવલોક, એકેંદ્રિયથી માંડીને નવમી નૈવેયક ગયા જે મિથ્યાષ્ટિ સાધુ, જૈનનો સાધુ થઈ પંચમહાવ્રત પાળી, સ્ત્રી કુટુંબ રાજ છોડી અનંતવાર એવું મુનિપણું લીધુ, કારણ કે એ રાગ છે, એ રાગની વાર્તા સાંભળીને રાગ એણે કર્યો અને ભોગવ્યો છે. આહાહા! જેમ એકેંદ્રિયના જીવને રાગનો અનુભવ છે, એમ નવમી રૈવેયકે જનારો દ્રવ્યલિંગી જૈન સાધુ એ પણ દ્રવ્યલિંગી એટલે નગ્ન, વસ્ત્રવાળાને તો દ્રવ્યલિંગેય કહ્યાં નથી. આકરું કામ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો ચોખ્ખું કહ્યું છે વસ્ત્ર સહિત સાધુપણું માને એ બધા ગૃહિત મિથ્યાષ્ટિઓ છે. આહાહા! આકરું કામ બહુ ભાઈ, સ્ત્રીને સાધુપણું માને, સ્ત્રીને કેવળજ્ઞાન માને, સ્ત્રીને તીર્થકર માને “મલ્લિનાથ', એ બધું ગૃહિત મિથ્યાત્વ છે. આકરું કામ છે બાપુ, શું થાય?
એવા રાગની વાત સમસ્ત જીવલોક, કામભોગ સંબંધી કથા, કામ એટલે રાગ અને ભોગ એટલે રાગનું કરવું ને રાગનું ભોગવવું, રાગનું કર્તાપણું અને રાગનું ભોગવવાપણું, આહાહા ! શુભભાવ તો નિગોદમાંય થાય છે, જે જીવો બહાર આવ્યા નથી, એ જીવોને શુભભાવ તો છે ત્યાં, ભગવાન પરમાત્મા તો એમ કહે છે, લસણ ડુંગળીના જીવને શુભભાવ તો છે. ક્ષણમાં શુભ, ક્ષણમાં અશુભ, ક્ષણમાં શુભ અને ક્ષણમાં અશુભ (ભાવ થાય છે.) બહાર સાધન નથી પણ આત્મા છે, તેથી કર્મધારામાં શુભ-અશુભ ધારા તો એનેય છે. એ કોઈ નવી ચીજ નથી. આહાહા ! એમ બહાર માણસ થઈને સાધુ થાય અને મહાવ્રત આદિ પાળે તો એ શુભભાવ અને રાગની ક્રિયા છે. આહાહાહાહા !
એવી રાગની ક્રિયા કરવી એવું સાંભળ્યું છે, અગીયારમી ગાથામાં તો આવ્યું ને ભાઈ, કે એ ભેદરૂપ ભાવનો તો અનાદિનો પક્ષ છે અને ભેદની વાર્તા કહેનારા પણ પરસ્પર મળે છે ઘણાં ! હા, બરાબર છે એકદમ કાંઈ જણાતું હશે કાંઈ સમકિત, ભક્તિ ભગવાનની દયા દાન પૂજા એ કરે, તપસ્યાઓ કરે, કંઈક કર્મ ઓછા થાય (તેથી સમકિત પમાય), ધૂળમાંય કંઈ તપસ્યા હતી કે દિ' તારી, એ અપવાસ છે, એ ઉપવાસ નથી, એ તો માઠો વાસ છે. સ્વરૂપમાં
જ્યાંસુધી દૃષ્ટિ નથી અને ઠરે નહિં ત્યાં સુધી, ઉપવાસ એને હોઈ શકે જ નહિં. ઊપ નામ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યની સમીપમાં વસવું એનું નામ ઉપવાસ, આત્મજ્ઞાન વિના, સમ્યગ્દર્શન વિના આ રાગની ક્રિયા અપવાસ આદિની, એ તો બંધનું કારણ (છે). આહાહા ! એ રાગની ક્રિયા કરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com