________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૩૭ પોતાના સ્વરૂપથી પડતાં નથી” આહાહા ! એક આકાશના પ્રદેશમાં, અનંતા આત્માના પ્રદેશો અને તે જ પ્રદેશમાં અનંતા પરમાણું, દરેક પોતપોતાના સ્વરૂપમાં રહે છે. છે ને?
સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી ખસતાં નથી ભલે ! એક જગ્યાએ છે, છતાં પોતાની પર્યાયથી એ ખસતાં નથી. ખસીને પરને અડતાં નથી એક ક્ષેત્રે હોવા છતાં એક ક્ષેત્રે અને તે અત્યંત નિકટ. આહાહા! પહેલી (શરૂઆતની) ગાથાઓમાં ઘણું ગંભીર ભરી દીધું છે. આહાહા ! જેઓ આહા ! પોતાના સ્વરૂપથી પડતા નથી. “પરરૂપે નહિ પરિણમવાને લીધે ” એક પ્રદેશમાં અનંતા પરમાણુઓ અને અનંતા જીવના પ્રદેશો એમ રહેવા છતાં, પોતાના સ્વરૂપથી પડતાં નથી અને “પરરૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી” પરરૂપે નહિ પરિણમે, પરમાણુ પરમાણપણે પરિણમે (અને ) આત્મા આત્માની પર્યાયપણે પરિણમે એક જ પ્રદેશમાં ભેગાં રહ્યા છતાં એકબીજાને કારણે પરિણમતા નથી, તેથી અનંત વ્યક્તિતા નાશ પામતી નથી. તેથી જેટલી અનંત ચીજો છે તે એકબીજાને સ્પર્શતી નથી પરિણમાવતી નથી પરિણમતી નથી તેથી અનંત વ્યક્તિપણે ટકી રહી છે. આહાહા!
અનંત વ્યક્તિતા નામ પ્રગટતા, જેટલા તત્ત્વો ને દ્રવ્યો છે તેટલા તે, આહાહા! નાશ પામતી નથી, વ્યક્તિઓ નાશ પામતી નથી જેટલી વ્યક્તિઓ અનંત પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં છે એટલા અનંતા દ્રવ્યો, દ્રવ્યગુણ પર્યાયમાં છે, એક જગ્યાએ રહેવા છતાં પણ પોતાની પર્યાયથી ખસીને પડતા નથી, નજીક છે માટે પડી જતાં નથી. આહાહાહા ! એક ક્ષેત્રે શરીર, કર્મ, આત્મા રહેવા છતાં એકબીજા પદાર્થો ખસી જતા નથી, ખસીને એક જગ્યામાં છે માટે પરમાં (પરપણે) પરિણમતા નથી. આહાહાહા !. આવું જ્ઞાન ઝીણું છે. ત્રીજી ગાથા.
માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત) સ્થિત રહે છે” શાશ્વત રહે છે. ભલે, એક પ્રદેશમાં એક સાથે અત્યંત નિકટ હોય છતાં પોતે પોતાની પર્યાયથી પડતા નથી. એક જગ્યાએ છે માટે તેમાં પ્રવેશ કરતા નથી એક જગ્યાએ છે માટે તેરૂપે પરિણમતા નથી, માટે અનંત વસ્તુઓ જેટલી છે તેટલી ટકી રહી છે. આહા! તેથી, છે ને? જેવા સ્થિત છે ત્યાંને ત્યાં પડયા રહ્યાં છે. આહાહા ! ત્રીજી ગાથામાં બહુ તક્ન (સિદ્ધાંત) દરેક દ્રવ્યની પર્યાય એક પ્રદેશમાં ભેગી રહેવા છતાં એ પર્યાય બીજાને ચૂંબે નહિં અને એ પર્યાય એક જગ્યાએ રહેવા છતાં પરપણે પરિણમે નહિં. આહાહા !
આવું વસ્તુનું સ્વરૂપ જ છે. ભગવાને કંઈ કર્યું નથી, ભગવાને તો જાણ્યું છે. આહાહા! પદાર્થો પોતપોતાના સ્વભાવે રહે છે. એક જગ્યાએ રહેવા છતાં પડતા નથી અને એકબીજાને અડતાં નથી. આહાહાહા ! અફીણ અને સાકર આમ જીભને અડે છે કે નહિં? ત્યારે કડવી, ગળી લાગે છે ને? (અહીં કહે છે ) અફીણ અને સાકર જીભને અડતી નથી. આહાહા ! દરેક દ્રવ્ય પોતાની પર્યાયમાં રહેલા છે, ગુણ તો ત્રિકાળ ધ્રુવ છે જ. એ એકબીજાને અડતાં નથી, સ્પર્શતા નથી. ઓહોહોહો ! શરીરની આ ઈન્દ્રિયો, બીજાના શરીરને ઈન્દ્રિયોને અડતી નથી. અને બીજાના શરીરની પર્યાય આ શરીરની પર્યાયને અડતી નથી. આહાહા ! છતાં ભ્રમ શું આ? મને વિષયમાં સુખ થાય, શરીરને હું સ્પર્શ છું. આહાહા! હું ઠંડા પાણીને, ઠંડાને અડું છું, જીભ અડે છે, તેથી ઠંડી લાગતાં તૃષા તૂટી જાય છે, એ એમ છે નહીં. ઠંડુ પાણી ગળાને અડતું નથી, ગળાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com