________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૩
૧૨૯ પર્યાયને અડતું નથી, ત્રણ કાળ ત્રણ લોકમાં. આહાહાહા ! વીંછી આ શરીરને ડંખ મારતો નથી (અડતો નથી તો ડંખ ક્યાંથી મારે) અડતો નથી. આહા! આ તે શું કહે છે? વસ્તુ સ્થિતિ જ એવી છે. સ્વપણે છે, પરપણે નથી. નથી એને એ કેમ અડે? આહાહા!
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એના કહેલાં તત્ત્વો ઝીણાં છે બહુ બાપુ! વાડામાં (સંપ્રદાયમાં) જમ્યા એનેય એની ખબર ન મળે. આ તો પરની દયા પાળો અને આ કરો. અહીં તો કહે છે કે પરને અડતો નથી ને દયા શી રીતે પાળે? દયા પાળવી એટલે શું? બીજા જીવની રક્ષા કરવી. રક્ષા એટલે કે છે એને એમ રાખવા, તો આત્મા એને અડી શકતો નથી તો રક્ષા શી રીતે કરે? રક્ષા કરવાનો ભાવ હો, એ તો એની પર્યાયમાં ભાવ હોય, પણ એ પર્યાય પરની રક્ષા કરી શકે છે? પરને અડતી નથી એ પર્યાય. આહાહા ! અહીં તો સારા (સર્વ ) મનુષ્યોને, આગળ મજ્જતુ (આવશે સારા લોકો આખી દુનિયા આવો અને આમાં ભાવો! સાગમટે નોતરું છે. આહાહા !
કહે છે કે જે તાવડીમાં જે રોટલી થાય એ રોટલી તાવડીને અડતી નથી અને તાવડી રોટલીને અડતી નથી, તાવડી અગ્નિને અડતી નથી, અગ્નિ તાવડીને અડતી નથી, આવી વાત છે. આહાહા ! વસ્તુનું સ્વરૂપ જ આ સ્થિતિએ છે, આ રીતે ન હોય તો ખીચડો થઈ જાય, ન આવ્યું પહેલું? એક બીજામાં સંક્રમણ થઈ જાય અને કાં એક બીજા, એક થઈ જાય વિગેરે ગોઠવણ કરતા. આહાહા !
જુઓ! આને (હાથને) અડયા વિના આ ઊંચું થાય છે. આહાહા! આ કાગળને અડીને આમ આ ઊંચું થાય છે એમ નથી. આંગળી આને અડતી જ નથી, આવું છે. હવે એને દયા પાળવી અને બીજાની હિંસા કરવી, આહાહા ! સત્ય બોલવું અને જૂઠું બોલવું નહિં ને અને જૂઠું બોલવું ને એ બધી જડની પર્યાયને આત્મા અડતો નથી ને કરે ક્યાંથી? આહાહાહા ! આકરું કામ બહુ. આ જીભ, આ હોઠ છે એ આ હોઠને અડતો નથી. કેમકે પ્રત્યેક રજકણ પોતાના ગુણ પર્યાયને અડે છે, પણ બીજાના દ્રવ્યગુણ પર્યાયને તે ચૂંબતો, અડતો, સ્પર્શતો નથી. આહાહા! આવું વસ્તુનું સ્વરૂપ છે. (ભેદજ્ઞાન પહેલું છે) વસ્તુ સ્થિતિ આવી છે. એ આંગળાને હાથ અડતો નથી ને અવાજ થાય છે અને આ હાથ અડતો નથી. ને અવાજ અંદરથી આવ્યો, ભાષાની પર્યાયની સ્વતંત્રતા, ભાષા પોતાના ગુણ પર્યાયને અડે છે. એમાં આ હાથ પોતાના ગુણ-પર્યાયને સ્પર્શે છે, પણ એ ભાષાની પર્યાયને સ્પર્શે આત્મા (એમ નથી.) આહાહાહા ! ઊનું ધગધગતું પાણી ચામડીને અડતું જ નથી અને અહીંયા ફોલ્લાં પડે છે. આ કઈ જાત? આ તો વીતરાગની કોલેજ છે.
જિનેશ્વરદેવ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા એમણે જોયેલા પદાર્થો જે રીતે સ્વતંત્રપણે છે એ રીતે તેમનું પ્રભુનું કથન છે. આહાહા ! અહીં થપ્પડ મારે આમ તો કહે છે આંગળી આને (ગાલને) અહીં અડતી નથી. કોણ કરે? અડતી નથી આ, અડતું નથી આ. આ જુદા રજકણ આ જુદા રજકણ આહાહા ! માટે કોઈ મારે અને એમ કહે કે હું તો તને અડતો નથી, પણ મારવાનો ભાવ તેં કર્યો. એમાં તને એમ થયું કે હું આને આમ કરું, એ જ મિથ્યાત્વભાવ છે. આહાહાહા ! એક દ્રવ્યની પર્યાય વર્તમાન દશા, બીજા દ્રવ્યની પર્યાયને ત્રણ કાળમાં અડતી નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com