________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૩
૧૩૧ નાસ્તિની વાત આવી જાય છે. નયમાં તો સાત (ભંગમાં) અસ્તિના તો ભંગ જુદા પાડ્યા છે. દ્રવ્ય પર્યાય અસ્તિ-નાસ્તિ, અસ્તિ-નાસ્તિ ને સ્યાત્ અવક્તવ્ય.
પણ, આમાં તો વસ્તુ વસ્તુપણે છે. આત્મા, એ શેયપણે ખરેખર તો રાગ અને પરવસ્તુ એ પણ શેય છે. એ શેયપણે તે વસ્તુ (આત્મા) થતી નથી. આહાહાહા ! જ્ઞાન પોતાને જાણતાં, જાણવાના કાળે રાગને, વ્યવહારને જાણે છતાં, તે રાગને રાગરૂપે જ્ઞાન થયું નથી. આહાહા ! એ રાગની પર્યાય છે માટે અહીં સ્વપરપ્રકાશક પર્યાય થઈ એમ નથી. એ પોતાના જ ગુણ પર્યાયનો ધર્મ તે વખતે, સ્વપરને જાણવાનો સ્વથી ઉત્પન્ન થયો છે, એને એ સ્પર્શે છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? પણ ખરેખર તો રાગને એ સ્પર્શતો જ નથી. બહારનાં કોઈ ગુણને તો સ્પર્શતો નથી, એ તો એક કોર રાખો, કારણ કે આત્મામાં બંધ કથા વિસંવાદી બતાવવી છે ને?
ભગવાન એક સ્વરૂપે છે એને રાગનો સંબંધ બંધ કથા એટલે બંધ ભાવ. આહાહાહાહા ! આમાં એમ કહેવું છે કે દરેક પદાર્થ વિરૂદ્ધ સ્વભાવ કે અવિરૂદ્ધ સ્વભાવ એ પણે રહીને ભિન્ન ટકી રહ્યા છે. કોઈ કોઈને કારણે કાંઈ છે નહીં, એ રીતે જગત ટકી રહ્યું છે. પણ આંહિ પાછું એ બતાવીને એમાંથી જુદું પાડવું છે, પરથી તો જૂદો પાડયો. (આત્માને) પણ એના પર્યાયમાં જે ધર્મ છે, એને પણ જૂદો પાડવો છે. આહાહા ! આમ એક કોર એમ કહ્યું કે પોતાના ગુણપર્યાયને ચૂંબે છે. વિકારને પણ એ ચૂંબે છે પરને નહીં. પણ હવે અહીંયા તો એકત્વ નિશ્ચયગત સિદ્ધ કરવું છે.
ભગવાન આત્મા એકલો ચિદાનંદ ધ્રુવ, અનાકુળ શાંત રસનો કંદ, શાંત રસપણે પરિણમે, એ વ્યવહારના રાગને અડતોય નથી, વ્યવહારના રાગને સ્પર્શતો નથી- વ્યવહારનો રાગ, ભગવાન શાંતપણે પરિણમે છે, ધર્મપણે, અભેદ રત્નત્રયપણે, એમાંય આ વ્યવહારનો રાગ આંહી અડતો નથી. આહાહા! આ તો વીતરાગ સર્વજ્ઞદેવ એમણે કહેલાં તત્ત્વોની ગંભીરતા છે પ્રભુ ! એ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય, વીતરાગ જિનેશ્વર સિવાય ક્યાંય છે નહીં. બધે ઓછું, અધિક ને વિપરીત કરીને, વિપરીત કરી નાખ્યું છે. વાડાવાળાનેય ખબર નથી, હજી પડયા છે ક્યાં છે શું છે ને કોણ છે. આહાહા!
આંહિ તો કહે નિમિત્ત આવે તો કાર્ય થાય, જ્યારે અહીંયા તો એમ કહે છે, નિમિત્ત અડતું નથી ને કાર્ય થાય એ શી રીતે તું કહે છે? આહાહા!ને અંદરમાં જ્યારે ભેદજ્ઞાનથી લઈએ ત્યારે તો “એકત્વગત” એટલે અભેદ રત્નત્રયપણે પરિણમે એને ભેદ રત્નત્રય અડતું નથી કે ભેદ રત્નત્રય છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. આહાહા ! ઝીણું છે ભાઈ આ. આવો માર્ગ હવે. આહાહા ! ઓલો તો સવારે ઊઠે નમો અરિહંતાણું કરીને એક સામાયિક કરે, થઈ ગયો ધર્મ જાવ, હવે ત્રેવીસ કલાક પાપ કરો. સામાયિકેય કોની હતી? મિથ્યાત્વની હતી. આહાહા ! રાગ મંદ કરે કદાચિત્ ત્યાં તો એ પુણ્ય હતું એમાં એણે ધર્મ માન્યો હતો, એ તો એણે મિથ્યાત્વને સેવ્યું છે. આહાહાહાહા ! આવી વાત છે.
અહીં કહે છે સર્વ પદાર્થો. ભગવાને સર્વજ્ઞદવે, જિનેશ્વરદેવે, જે અનંત આત્મા કહ્યા, અનંત પરમાણુ આ રજકણો છે. આ (આંગળી) એક ચીજ નથી કાંઈ એના કટકા કરતા કરતા છેલ્લો પોઈન્ટ રહે તે પરમાણુ, એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી. આહાહા! છતાં શાસ્ત્રમાં એમ આવે કે એક પરમાણુમાં બે ગુણ ચીકાશ છે, બીજા પરમાણુની ચાર ગુણની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com