________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, ૫૨રૂપે નહિ પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી માટે જેઓ ટંકોત્કીર્ણ જેવા (શાશ્વત ) સ્થિત રહે છે અને સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશાં વિશ્વને ઉ૫કા૨ ક૨ે છે-ટકાવી રાખે છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી જીવ નામના સમયને બંધકથાથી જ વિસંવાદની આપત્તિ આવે છે; તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું ૫૨સમયપણું, તેનાથી ઉત્પન્ન થતું (૫૨સમય-સ્વસમયરૂપ ) દ્વિવિધપણું તેને ( જીવ નામના સમયને ) ક્યાંથી હોય ? માટે સમયનું એકપણું હોવુ જ સિદ્ધ થાય છે.
ભાવાર્થ:-નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધ-અવસ્થા છે; તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચા૨વામાં આવે તો એકપણું જ સુંદર છે; તેનાથી આ જીવ શોભા પામે છે.
પ્રવચન નં. ૧૩ ગાથા - ૩
તા. ૨૧-૬-૧૯૭૮ બુધવા૨ જેઠ વદ–૧ સં. ૨૫૦૪ બીજી ગાથામાં એમ કહ્યું દરેક પદાર્થ પોતાના સ્વ-સમયમાં પરિણમે તો એ આત્મારૂપે કહેવાય યથાર્થ. ૫૨૫ણે પરિણમે તો એ અનાત્મારૂપ દશા થઈ. આત્મામાં એ અપેક્ષાએ દ્વિવિધપણું આવ્યું. એના વડે હવે સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे ।
बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि ॥३॥ એકત્વનિશ્ચય-ગત સમય સર્વત્ર સુંદર લોકમાં;
તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં.૩.
એનો ગાથાર્થઃ- એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય નામ પદાર્થ પોતામાં એકત્વપણાને પ્રાસ, ૫૨ના સંબંધ વિના, આમ તો એમ કહે છે વિરૂદ્ધ કાર્ય અને અવિરૂદ્ધ કાર્યથી જગત ટકી રહ્યું છે. એ તો સ્વતંત્ર સ્વભાવથી વિરૂદ્ધ પરિણમન હો કે સ્વભાવથી અવિરૂદ્ધ પરિણમન હો પણ વસ્તુ તો એમ ને એમ ટકી રહી છે. ૫૨ના સંબંધવાળી વાત આવે એ દુઃખરૂપ છે. એ વાત છે. નહીંતર તો પાછળથી એ આવશે. ઝીણી વાત છે પ્રભુ...!
એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય તે લોકમાં બધેય સુંદ૨ છે. સુંદ૨નો અર્થ બે વાત છે. એક લોકમાં દરેક આત્મા એકેન્દ્રિય આદિ પર્યાયમાં, દ્રવ્ય તો શુદ્ધ જ છે. સુંદ૨ છે દ્રવ્યપણે પણ એની સુંદરતાની પ્રાપ્તિ થાય ત્યારે તેને સુંદ૨૫ણે છે એમ કહેવામાં આવે છે. એથી એકત્વનિશ્ચયગત કીધું પરિણમન, શું કહ્યું ? કે આત્મા જે છે એ એકેન્દ્રિયથી માંડીને, ગમે ત્યાં હોય પણ દ્રવ્ય તરીકે તો એ શુદ્ધ જ છે. દ્રવ્યમાં કાંઈ ઓછપ, ખંડ, વિરૂદ્ધ, અશુદ્ધ કાંઈ થયું જ નથી. આહાહા ! બીજી રીતે એકત્વનિશ્ચયગત, જેવું સ્વરૂપ છે પ્રભુ આત્માનું એવું અભેદરત્નત્રયપણે પરિણમે તે સુંદ૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com