________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ - “સ્વપરપ્રકાશકજ્ઞાન અનેકાકારરૂપ એક છે' પર આવ્યું ને એમાં? પરને, અનેક જાણવા છતાં સ્વરૂપ તો એકજ છે. પર્યાયનો ધર્મ જ સ્વપરપ્રકાશક, અનંત પરને... અનંત પોતાના અનંતગુણો આદિ, બેયને પ્રકાશે છતાં તે એકરૂપ રહેનાર છે. જ્ઞાનના ખંડ ને ભેદ થતાં નથી ત્યાં આહાહા ! આ “જીવ' નામના પદાર્થની વ્યાખ્યા કરે છે.
વળી તે જીવપદાર્થ આકાશાદિથી ભિન્ન આકાશ, પરમાણુ જેમ આ ભિન્ન ચીજ છે જુદી એવો જ પ્રભુ “અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે. જેનામાં ચૈતન્યગુણ અસાધારણ એટલે કે બીજાં દ્રવ્યોમાં તો નથી. પણ બીજો એવો ગુણ નથી. એવો અસાધારણ ચૈતન્યગુણ સ્વરૂપ છે. એની સાથે અનંતા ગુણો ભેગાં છે. પણ ચૈતન્યની મુખ્યતામાં કારણકે ચૈતન્ય પોતાને જાણે, ચૈતન્ય બીજાં ગુણોની હૈયાતિને જાણે, બીજાં ગુણોની હૈયાતિ બીજાં ગુણો ન જાણે, જડની હૈયાતિ જડ ન જાણે, તે જ્ઞાન પરની હૈયાતિને જાણે અને પરના-પોતાના જ્ઞાન સિવાય અનંતા ગુણને જાણે, તેથી તેને મુખ્ય ચૈતન્યગુણ સ્વરૂપ કહેવામાં અસાધારણ, બીજો એના જેવો કોઈ છે નહીં ગુણ. આહાહા ! આ તો જીવ કેવો? કે ત્રસની દયા પાળે ને પરને સુખ આપે ને દુઃખ આપે ને મારે ને જીવાડે ને. એ જીવ. આ ધંધો કરે ધ્યાન રાખીને એ જીવ, મારી નાખ્યા અજ્ઞાનીએ. આહાહા ! ધંધાના પ્રવીણ થઈને હુશિયારી કરીને ધંધા કરે, દુકાનમાં થડો સાચવે, વ્યવસ્થા પાંચ પચાસ નોકરો હોય તો બધાને કબજામાં રાખે, એ જીવ ?
અહીં કહે છે એ તારી બધી વાત ખોટી છે. આહાહા ! જીવ તો સ્વને પરને જાણનારો જીવ છે. પરનું કાંઈ કરે ને પરની વ્યવસ્થા કરે એ જીવ છે જ નહીં. આહાહા ! આ હુશિયાર બાઈયું હોય ચોખા કરે વડીયું વડી બનાવે પાપડ બનાવે સેવ બનાવે સેવ સેવ હુશિયાર હોય તો પુડલા ઊંચા બનાવે તેલ પાઈને સરખા. આંહી કહે છે કે પરદ્રવ્ય છે એને પ્રકાશે, એને કરી શકે નહીં એનું. આહાહા ! આત્મા સિવાય અનંત પદાર્થ છે એનું કાંઈ કરી શકે નહીં, પણ એને પોતામાં રહીને પોતાની સત્તાથી અનેકને જાણતાં છતાં જ્ઞાન એકરૂપ રહે અનેક ખંડ ખંડ ન થાય એવો એનો સ્વભાવ છે. આહાહા ! આવી વાત છે.
અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી ” ક્ષેત્ર ભલે એક છે. શરીર અહીં રહે, આત્મા અહીં ભેગો પણ આ શરીર શરીરમાં ને આત્મા આત્મામાં જુદો. આ (શરીર) તો માટી જડ ધૂળ છે. આહાહા! અરે એને ક્યાં ખબર છે, હું કોણ છું ને ક્યાં છું એમાં ઓથે-ઓઘ, આંધળે-આંધળા... જમ્યા ને પછી બાળક ને યુવાન ને વૃદ્ધ પછી મરી જાય ને વળી બીજો ભવ, થઈ રહ્યું પછી ત્યાં જનમની કતાર હાલી. એક પછી એક, એક પછી એક જનમ મરણ- જનમ મરણ જનમ-મરણ કતાર લાગી ગઈ છે અનાદિથી. આહાહા!
વસ્તુની ખબર નથી. એક ક્ષેત્રે રહ્યાં છતાં પોતામાં સ્થિત છે. આહા ! છે ને? “આવો જીવ નામનો પદાર્થ સમય છે જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે” કહેલાનું ટૂંકું કરી નાખ્યું છે. “અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે 'પુદગલ કર્મના પ્રદેશ કીધાં 'તા એનો અર્થ જ રાગદ્વેષ ને મોહ કર્યો. ટીકામાં જ આવી ગયું છે. આહા ! પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે.
એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. એકવસ્તુને બે-પણું આવું આવે છે. તે બેપણું છે એ શોભાયમાન છે નહીં.
એ વિશેષ કહેશે.. (પ્રમાણવચન ગુરુદેવ)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com