________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૨૩ છે” દ્રવ્ય ને પર્યાય બેપણે નિશ્ચિત કરવામાં આવે છે તે પદાર્થ છે. એકલા દ્રવ્યને નિશ્ચિત કરવામાં આવે છે ને એકલી પર્યાયને એમ નહીં. આહાહા !
“એ જીવપદાર્થ ઉત્પાદું વ્યય ધ્રુવમયી સત્તાસ્વરૂપ છે” પહેલું એ ન્યાંથી ઉપાડયું. જીવપદાર્થ ઉત્પાવ્યય ને ધ્રુવસ્વરૂપ છે. એકલું ધ્રુવસ્વરૂપ છે એમ નથી અને એકલું ઉત્પાદ્યય પર્યાયસ્વરૂપ છે એમ નથી. આહાહા ! ઉત્પાવ્યય/ઉત્પાદ પહેલો લીધો, વ્યય પછી, ધ્રુવ પછી. પણ એવી એક સત્તાસ્વરૂપ હોવાવાળી વસ્તુ છે. ઉત્પાવ્યયધ્રુવનું હોવાવાળું એ પદાર્થ છે. “દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે' - દર્શનજ્ઞાનમય પોતે ચેતના સ્વરૂપ એ વસ્તુ. જ્ઞાતાદ્રષ્ટામય તે વસ્તુ સ્વરૂપ છે, ચેતન પદાર્થ.
અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે.” આવી ગ્યું છે ને ભાઈ પહેલું. અનંતધર્મસ્વરૂપ વસ્તુ એક છે. અનંત ધર્મ ગુણ પર્યાય અનંતા હોવા છતાં, વસ્તુ તરીકે દ્રવ્ય એક છે. આહાહા! આવું ભણતર. “અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે” અનંત શક્તિસ્વરૂપ પદાર્થ છે. એક જ શક્તિ છે સંખ્યાત-અસંખ્યાત શક્તિ છે એમ નહીં, અનંત શક્તિસ્વરૂપ તે દ્રવ્ય છે.
“દ્રવ્ય હોવાથી વસ્તુ છે.” દ્રવ્ય હોવાથી વસ્તુ, વસ્તુ છે. આ એ વસ્તુની ચર્ચા મોટી એક ફેરે હાલી હતી. રાજકોટ નેવાસીની સાલમાં એક વિશાશ્રીમાળી શ્વેતાંબર રાણપરનો આવ્યો હતો, અધ્યાત્મનું થોડું વાંચ્યું હશે, પછી આત્મા, વસ્તુ ન કહેવાય આત્માને એ કહે. નેવાસીની સાલ રાજકોટ ચોમાસું હતું ને. બહાર એ આવ્યો 'તો, કાંઈ ઠેકાણાં વિનાનાં. આત્માને વસ્તુ ન કહેવાય કહે, મોટી ચર્ચા ચાલી હતી. કીધું વસ્તુ કહેવાય. વસ્તુ છે. આવતો વ્યાખ્યાનમાં બેસતો તો રાણપરનો ઘણું કરીને હતો દેરાવાસી હતો શ્વેતાંબર જુવાન એને જાણે કે કંઈક જાણું છું આત્માને એવો એને ડોળ હતો.
બદ્રવ્ય હોવાથી વસ્તુ” વસ્તુ કેમ? અંતર શક્તિઓ અંદર વસેલી છે માટે વસ્તુ કહેવામાં આવે છે. એક જ ચીજ છે ને એક જ ગુણ છે ને એક જ પર્યાય છે એમ નથી. અનંતગુણ ને અનંતી પર્યાય જેમાં વસેલી છે. માટે તેને દ્રવ્ય અને વસ્તુ કહેવામાં આવે છે. આહાહા!
ગુણપર્યાયવાળો છે' અંગીકાર કર્યા છે એ આવ્યું “તું ને? ગુણપર્યાય જેણે અંગીકાર કર્યા છે. છે આત્મામાં ત્રિકાળી ગુણ પણ છે અને વર્તમાન પર્યાય પણ છે. ગુણપર્યાયવાળું એ તત્ત્વ છે. એના પર્યાય માટે હૈયાતિને માટે બીજાં તત્ત્વોને લઈને આ પર્યાય છે એમ નથી.. ચાહે તો અવિકારી કે વિકારી હો પણ એ ગુણપર્યાયવાળું પદાર્થ પોતે પોતાને લઈને છે, પરને લઈને નથી. આહાહાહા ! “ગુણપર્યાયવાળો છે”
તેનું સ્વપરપ્રકાશક જ્ઞાન આત્માનું સ્વપરપ્રકાશક જ્ઞાન, છે? “અનેકાકારરૂપ એક છે” એ જ્ઞાન. અનેક શેયોને જાણે, છતાં અનેકપણે કટકા-ખંડ થતા નથી તેના. અનેકને જાણે છતાં એકરૂપજ્ઞાનરૂપે રહે છે. આહાહા! આવી ગ્યું છે એમાં આકારોનું, આ આત્મા જે છે, એ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. પ્રજ્ઞાસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ પ્રકાશ ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ, એ ચૈતન્ય પરને અનેક અનંતપદાર્થને જાણે, છતાં તે પરપદાર્થરૂપે થતું નથી. એ પરપદાર્થ અનંતને જાણે તેથી તે જ્ઞાનમાં અનંત ખંડ પડી જાય છે, અનંત શેયોને જાણતાં એ શેયાકારરૂપે અનંતખંડ થાય છે એમ નથી, જ્ઞાન તો એકરૂપે જ રહે છે, એ અનંત જાણવામાં એકરૂપે રહે છે. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com