________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અનુસારે પોતે પ્રવર્તતો. આહાહા ! પોતાનો જે ચૈતન્યસ્વભાવ છે, દર્શનજ્ઞાનસ્વભાવ છે એનાપણે ન પ્રવર્તતો. પ્રવર્તતો (કહ્યું તે) તો એ ય પ્રવર્તેને ઓલો ય પ્રવર્તે છે. ઓલો નિમિત્તને અનુસરીને થતાં પોતાના પરિણામ તેમાં સ્થિત થયો થકો. આહાહા ! સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો, એને
પરસમય' જાણ. એમ કહ્યું છે ને? આ એમ કહ્યું, પરસમય પ્રતીત કરવામાં આવે એટલે જાણવામાં (છે) એને પરસમય કહીએ એમ જાણવામાં આવે છે. આહાહા ! “આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય એવું દ્વિવિધપણું-દ્ધિ-વિધ બે પ્રકારપણું પ્રગટ થાય છે.”
એ ટીકાનો અર્થ કર્યો, સંસ્કૃત ભાષા હતી, બહુ ગંભીર અમૃતચંદ્રાચાર્યની ટીકા ઘણી ગંભીર !! જેમ મૂળ શ્લોક (ગાથા) ગંભીર છે, એવી ટીકા ગંભીર છે! એને સમજવા માટે ઘણો જ પક્ષપાત છોડીને મધ્યસ્થથી, તેને જે કહેવું છે એ રીતે સમજવું. જે રીતે કહેવું છે તે રીતે સમજવું, એનું નામ યથાર્થ સમજણ કહેવામાં આવે છે. આહાહા ! પોતાની કલ્પનાથી એમાં અર્થ કાઢવા.... એ તો વિપરીતતા બધી છે. કેટલું લીધું છે આમાં!! એ ભાવાર્થમાં કહેવાય છે.
ભાવાર્થ: “જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે.” વસ્તુ, વસ્તુ છે એ. જીવ એવો અક્ષરોનો સમૂહ તે “પદ” છે પદાર્થ છે ને? પદાર્થની વ્યાખ્યા કરી, પદાર્થ “જીવ ” એ અક્ષર છે ઈ પદ છે, અને એની વસ્તુ છે એ જીવ છે પદાર્થ એ અર્થ છે પદા-અર્થ “જીવ ” બે અક્ષરનું પદ છે, જીવ એ પદ . અને જીવવસ્તુ છે ઈ એનો અર્થ પદાર્થ છે. વસ્તુ છે. પદનો અર્થ એ વસ્તુ છે પદ એને બતાવે છે. આહાહા ! જીવ એવો અક્ષરોનો, (સમૂહ) એમ કેમકે બે અક્ષર થયાને... “જીવ' એટલે બે અક્ષર છે એટલે બહુવચન છે. જીવ એવો અક્ષરોનો સમૂહ, બે અક્ષરનો સમૂઠ માટે તે પદ છે. “અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું જોયું? આવ્યું 'તું ને અંદર (ટકામાં) ઉત્પાદ્યયને ધ્રુવ, ગુણપર્યાય જેણે અંગીકાર કર્યા છે.
તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ-વસ્તુ અને અવસ્થાસ્વરૂપ “અનેકાંતસ્વરૂપપણું” અનેકાંત છે. દ્રવ્ય ય છે ને પર્યાયે ય છે. પર્યાય નથી એમ નહિં. એ ૧૧મી ગાથામાં પર્યાયને અસત્ કીધી છે તે ગૌણ કરીને, તેનું લક્ષ છોડાવવા એમ કીધું છે. જો પર્યાય નથી તો કાર્ય શું? પર્યાય, સિદ્ધ એ ય પર્યાય છે, મોક્ષમાર્ગ પર્યાય, મોક્ષ એ પર્યાય સંસાર પર્યાય-બંધમાર્ગ એ પર્યાય છે અને વેદન પર્યાયનું છે. સંસારીને દુઃખનું વેદન પર્યાયમાં છે, મોક્ષમાર્ગનું આનંદનું વેદન પર્યાયમાં છે. સિદ્ધને પૂર્ણ આનંદનું વેદન પર્યાયમાં છે. આહાહા!
પર્યાય નથી એમ જે કીધું છે એનો અર્થ ? ગૌણ કરીને, એ ઉપરથી લક્ષ છોડાવવા ત્રિકાળીને મુખ્ય કરીને નિશ્ચય કહીને, નિશ્ચય મુખ્ય કરીને એમ નહીં, ગૌણ કરીને વ્યવહાર, વ્યવહાર કરીને ગૌણ કર્યું એમ નહીં. એમ નિશ્ચય તે મુખ્ય એમ નહીં, મુખ્ય તે નિશ્ચય. કેમકે નિશ્ચય તો ત્રણેય નિશ્ચય છે દ્રવ્ય, ગુણ, ને પર્યાય-ત્રણેય પોતાના માટે નિશ્ચય છે. “સ્વઆશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર' પણ આંહીયાં હવે ત્રણ પોતાના હોવા છતાં મુખ્ય મુખ્ય દ્રવ્યને કરવું છે તેથી મુખ્ય નિશ્ચય કહ્યો અને પર્યાયને ગૌણ કરવું છે માટે તેને વ્યવહાર કહ્યો. આહાહા !
એવું દ્રવ્ય ને પર્યાય જોડલું છે. વસ્તુ સ્વતંત્ર વસ્તુ એને પરના સંબંધની હારે કાંઈ સંબંધ નહીં. આહા ! એ દ્રવ્ય, પર્યાયરૂપ અનેકાંત, અનેક ધર્મસ્વરૂપપણું છે. દ્રવ્યધર્મ પણ એનો, પર્યાયધર્મ પણ એનો, બેય એને ટકાવી રાખ્યું છે. ધર્મ એટલે ? ભાવ. દ્રવ્યપણું અને પર્યાયપણું એવું અનેકાંત અનેક ધર્મ એટલે ગુણો અથવા અનેકપણું તે નિશ્ચિત કરવામાં આવે છે તે પદાર્થ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com