________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ પદ્રવ્યના નિમિત્તથી આત્મતત્ત્વથી છૂટી, પરદ્રવ્યના નિમિત્તથી, નિમિત્તથી હોં? “ ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે, નિમિત્તથીનો અર્થ નિમિત્ત એને (મોહરાગ દ્રષ) ઉત્પન્ન કરાવતું નથી, પણ આંહી આ બાજુમાં (સ્વમાં) એકાગ્ર નથી, તેથી નિમિત્ત તરફમાં એકાગ્ર છે. આહાહા ! પરદ્રવ્યના નિમિત્તથી, આંહી જોર મારે બધાં, પરદ્રવ્યના નિમિત્તથી થાય છે, જુઓ નિમિત્તથી (કહ્યું છે) નિમિત્તનો અર્થ શું? પરદ્રવ્ય છે એના તરફના ઝૂકાવથી, સ્વદ્રવ્યથી ચૂત થવાથી, અને પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ રાગ દ્વેષાદિ ભાવ. આહાહા ! આંહી લીધાં તો ત્રણ પાછા આદિમાં ઓલામાં દર્શન જ્ઞાન ચારિત્ર અને આંહી મોહ રાગ ને દ્વેષ, એ આદિમાં ત્રણ આવે. આત્મતત્ત્વથી છૂટી દર્શન જ્ઞાનનું હૈયાતિવાળાં પ્રભુ (નિજાત્મા) એના આસ્થા, શ્રદ્ધા જ્ઞાનથી છૂટી અને મોહ જે છે તેને અનુસાર આધીનપણે પ્રવર્તતો.
નિમિત્તથી ઉત્પન્ન થતાં મોહરાગદ્વેષાદિ ભાવો સાથે મિથ્યાત્વ, રાગ અને દ્વેષ, રતિ, વાસના વગેરે સાથે એકત્વગતપણે'- એની સાથે એકપણું માનીને આંહીં એકત્વગત કહ્યું ને, એકપણું માનીને એનો અર્થ કર્યો–ઓલામાં સમુચ્ચય રાખ્યું એકપણું માનીને વર્તે છે. એ મિથ્યાત્વમાં રાગ તે મારી ચીજ છે એમ મિથ્યાત્વમાં એકપણે વર્તે છે. અને રાગમાં એકપણે વર્તે છે. ઢષમાં એકપણે વર્તે છે. જે આત્મતત્ત્વ દર્શનજ્ઞાનમય, એનાથી ભિન્ન હોવા છતાં એકપણે વર્તે છે, એનું નામ મિથ્યાત્વ ને મોહ ને રાગ દ્વેષ છે. આહાહા ! ત્યારે એકપણે વર્તે છે ત્યારે પુગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી” જોયું? ઓલા મોહરાગ દ્વેષમાં વર્તે છે એ પુગલપ્રદેશોમાં સ્થિત કહેવામાં આવે છે. અહીં ભગવાન આત્મામાં સ્થિત જે હતો દર્શનજ્ઞાન ચારિત્રની એકત્વમાં તે છૂટીને આંહી નિમિત્તને આધીન થઈને, મોહ રાગ દ્વેષના પ્રદેશોમાં એ પુગલકર્મના પ્રદેશ કહેવાય. છે તો મોહ ને રાગ-દ્વેષ પણ એ કર્મનો જ ભાગ છે, કર્મ તરફના વલણવાળી ઉપાધિ છે. (તેથી) આહાહા ! એ મિથ્યાત્વ અને રાગદ્વેષ, ભગવાન તો નિરુપાધિ તત્ત્વ છે, એ તો દર્શનજ્ઞાનમય નિરુપાધિ તત્ત્વ છે એ નિમિત્તને આધિન ઉપાધિ તત્ત્વ સાથે એકત્વપણે વર્તે છે, એને અણાત્મા કહેવામાં આવે છે. પરસમય કહેવામાં આવે છે. આહાહા !
“ત્યારે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગ૫૬ પરને એકત્વપૂર્વક જાણતો” આહાહાહા ! આંહી જાણતો તો લીધો, પણ મોહ ને રાગદ્વેષને એકત્વપણે જાણતો અને પરિણમતો. ઓલો (જ્ઞાની) ભિન્નપણે જાણતો ને પરિણમતો. આહાહા!
એક એક શ્લોકની વાત છે ક્યાં? આહાહા! મધ્યસ્થી થઈ જુએ, ધીરજથી સત્યનો શોધક બનીને હેં? તો આ ચીજ છે એવી બીજે ક્યાંય છે નહિ. યુગપ પરને એકત્વપૂર્વક જાણતો આહાહા! “સમય ’નો અર્થ રાખ્યો ને? કે એકસાથે જાણે ને પરિણમે. તો જ્યારે સ્વસમયમાં એકાગ્ર છે, ત્યારે તે જ સમયે જાણે ને પરિણમે. અને આંહી રાગની સાથે-મિથ્યાત્વ આદિ સાથે એકાગ્ર છે તે તે સમયે એકત્વપૂર્વક જાણતો, મોહ ને રાગ મારાં છે એમ જાણતો અને તેરૂપે એકત્વપૂર્વક પરિણમતો. આહાહા ! જાણતો તો રાખ્યું, પણ એ જાણવામાં વિશેષણ આ આવ્યું આ, “એકત્વપણે જાણતો મોહ ને રાગદ્વેષના પરિણામને સ્વભાવમાં આત્મામાં એકત્વપણે જાણતો. આહાહા ! સમજાણું? ઓલું યુગપ સ્વને “એકત્વપૂર્વક જાણતો” એમ હતું, પહેલામાં દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિત હોવાથી યુગપ સ્વને “એકત્વપૂર્વક જાણતો, આ પરને “એકત્વપૂર્વક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com