________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઘણાં તો આંહી હશે કે નહીં કેટલા 'ક? કેટલાક ન હોય, વાર કવારે આવે છે ન હોય. આંહી રહેનારા કાયમ હોય તે હોય. આહાહા!
એવો તે “સમય” એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે... આહાહા! ભગવાન આત્મા દર્શન ને જ્ઞાનની હૈયાતિવાળું તત્ત્વ, જેમાં વિકારની હૈયાતિ ત્રણ કાળમાં છે નહીં. એવો જે ભગવાન સ્વભાવ ઈ દર્શન જ્ઞાનમાં એવું તત્ત્વ છે તેમાં એકત્વપણે એટલે? રાગનો સાથ લઈને નહીં, રાગથી ભિન્ન પડીને એકત્વપણે, આહાહા!ત્યાં રાગનું બેકલાપણું લઈને અહીંયાં રાગ મંદ છે માટે તેને લઈને આત્મામાં એકત્વ થાય છે, એમ નથી. તો તો બેકલાપણું થઈ ગયું. આહાહા !
આંહી તો રાગના વિકલ્પની ગમે તેવી વૃત્તિ હોય, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની રાગ વૃત્તિ હો, કે શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ હો, એ બધાંથી ભિનપણે, એમ છે ને? આહાહા! એકત્વપૂર્વક જાણતો યુગપ પરિણમતો દર્શનજ્ઞાનચારિત્રરૂપે અને તે સમયે જ તેને જાણતો સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “સ્વસમય” એમ પ્રતીત કરવામાં આવે છે. એમ શ્રદ્ધામાં લેવામાં આવે છે, એ વસ્તુ પોતે દર્શન જ્ઞાન વસ્તુ એમાં એકત્વ થઈને શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રમાં સ્થિત થાય એને “સ્વસમય” એમ પ્રતીત કરવામાં આવે છે. એવો આત્મા ઈ સ્વસમય થયો, જેવો હતો તેવો થયો, દર્શન જ્ઞાનપણે હતો, એવી જ પર્યાયમાં દર્શન જ્ઞાનની પ્રતીતિ, દર્શન જ્ઞાનનું જ્ઞાન, દર્શન જ્ઞાનમાં સ્થિરતા. આહાહાહા ! “યુગપસ્વને એકત્વપૂર્વક જાણતો અને એકત્વપૂર્વક પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીકરૂપ કરવામાં આવે છે... પાઠમાં ઈ છે ને “સમયે ના પાઠ એમ છે ને? “સ્વસનિય નાગ’ એમ કીધું ને? કુંદકુંદાચાર્ય શબ્દ એમ લીધો છે, તેને સ્વસમય જાણ.
આવો સ્વરૂપ જે ભગવાન, એમાં જે એકત્વપણે દર્શનશાનચારિત્રમાં, પરના સાથ અને મદદ વિના, સ્વરૂપમાં દર્શનજ્ઞાનચારિત્રમાં, પોતાના અસ્તિત્વમાં શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રમાં વર્તે તેને તું સ્વસમય જાણ, એનો આંહી અર્થ કર્યો કે પ્રતીત એમ કરવામાં આવે છે (કે) એ આત્મા આવો છે એ સ્વસમય એમ જાણવામાં પ્રતીત કરવામાં આવે છે. આહાહા!
હવે આવું ક્યાં પહોંચવું એને વ્યવહારની વાતું આખો દિ' કરે. વ્યવહાર... વ્યવહાર વ્યવહાર વચ્ચે આવે, પણ ઈ વ્યવહાર પણ જેને નિશ્ચયની ભાવના છે, એ વ્યવહાર નિશ્ચયને પહોંચાડે એમ. પણ ભાવના શું એનો અર્થ? આહાહા! ઝીણી વાતું બહુ ભાઈ. (શ્રોતા: ભૂમિકાને યોગ્ય આવે) ભૂમિકાને યોગ્ય આવે છે, હોય તો ખરું ને! ન હોય એમ નહીં. પણ એથી નિશ્ચયને પહોંચાડે છે ઈ? એકત્વપણે હોય ઈ પહોંચાડે છે. બેકલાપણું હારે લઈને ઈ પહોંચાડે છે? (ના.) આહાહા ! વ્યવહાર આવે છે વચ્ચે ઈ બંધનું કારણ છે. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રત વ્રત આદિનો રાગ, શાસ્ત્રનું શાસ્ત્ર તરફનો ભણવાનો વિકલ્પ એ બધો આવે, પણ છે ઈ બંધનું કારણ. બંધના કારણને હારે લઈને નિશ્ચય પમાય એમ નથી. એનાથી ભેદ પાડીને, જુદો પાડીને નિશ્ચય પમાય. એનાથી ન પમાય. છતાં એ વ્યવહાર આવ્યા વિના રહે નહીં. પૂરણ વસ્તુ ન હોય ત્યાં વ્યવહાર આવે, હોય પણ સ્વસમય તો આને કહીએ. આહાહા ! પોતાનું પરિણમન દર્શન જ્ઞાન સ્વરૂપના અસ્તિત્વમાં, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રરૂપે થયું તેને “સ્વસમય ” જાણીએ. “તેને સ્વસમય પ્રતીત કરવામાં આવે છે.” એવા જીવને મોક્ષમાર્ગ છે એમ શ્રદ્ધવામાં આવે છે. આહાહા ! ઈ એક વાત થઈ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com