________________
૧૧૬
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પ્રવચન નં. ૧૨ ગાથા-૨ તા. ૧૯-૬-૧૯૭૮ શનિવાર જેઠ સુદ-૧૪ સં. ૨૫૦૪
ફરીને, આંહીથી જ્યારે આ જીવ, જીવની વ્યાખ્યા તો કરી પહેલી
‘ જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન ક૨ના૨ી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી' આત્મામાં રાગથી ને વિકલ્પથી ‘ ભેદજ્ઞાનજ્યોતિ ’ એમ શબ્દ વાપર્યો છે. એ રાગ ને શરીર ને કર્મથી જુદો પણ અસ્તિત્વ એનું ચૈતન્યજ્યોતિ-ભેદજ્ઞાનજ્યોતિ, એવા ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થાય છે, પ્રગટ થાય છે, એ ભેદજ્ઞાનજ્યોતિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આહાહા ! આત્માની પૂરણ મોક્ષ દશા એટલે પૂરણ દુઃખથી રહિત દશા અને પૂરણ અતીન્દ્રિય આનંદના લાભની દશા, એ ભેદજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વ્યવહા૨ના રાગના સંબંધથી સહચરથી કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. આહાહા !
"
ધીરાની વાતું છે ભઈ આ તો ! એ ‘ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી ' જુઓ ! આંહી ભેદજ્ઞાનજ્યોતિ શબ્દ વાપર્યો, ‘સર્વ ૫૨દ્રવ્યોથી છૂટી ' રાગાદિ બધાં ૫૨દ્રવ્યો એનાથી છૂટી ‘દર્શનજ્ઞાનસ્વભાવમાં ' દર્શન-જ્ઞાન એવો જે એનો સ્વભાવ, એવું જે એનું નિશ્ચય અસ્તિત્વ, દર્શન ને જ્ઞાન એવું જેનું અસ્તિત્વ, હૈયાતિ. ભગવાન આત્મા દેષ્ટા ને જ્ઞાતા, એવી જેની હૈયાતિ છે- મોજૂદગી દર્શન ને જ્ઞાનની હૈયાતિ છે. આ એવું આત્મતત્ત્વ. આહાહા! એની સાથે ‘એકત્વગતપણે વર્તે' એકત્વ પરિણમનપણે અંદર વર્તે. આહાહા! રાગથી ને વિકલ્પથી ભેદજ્ઞાનજ્યોતિ વડે જુદું પાડી, અને કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી તો એ ચીજ છે, એક જ. આહાહા ! વ્યવહાર રત્નયત્ર કેવળજ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ નથી. ક્યાંય કહ્યું હોય તો એ ઉપચારથી કથન, નિશ્ચય સાથે વ્યવહારનો સહચર દેખીને, સાથે દેખીને, એનો એનામાં ઉપચાર કર્યો હોય છે. વસ્તુસ્થિતિ ‘ આ ’ છે. આહાહા!
ત્યારે એને દર્શનશાનચારિત્રમાં સ્થિત હોવાથી આત્મતત્ત્વ જે દર્શન ને જ્ઞાનના અસ્તિત્વવાળું તત્ત્વ છે, જ્ઞાતા ને દેષ્ટા એ સ્વભાવવાળું જે અસ્તિત્વ મોજૂદગી ચીજ તત્ત્વ છે. એમાં જે, છે ને ? ‘ એકત્વગતપણે વર્તે ' એવા ભગવાન આત્મામાં એકપણે, રાગથી ભિન્ન ને સ્વભાવમાં એકત્વપણે વર્તે ત્યારે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી, સ્વરૂપ ચૈતન્ય જ્ઞાન ને આનંદ એની હૈયાતિવાળું તત્ત્વ મોજૂદગી ચીજ, એમાં એકપણે જ્યારે વર્તે ત્યારે તે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી, ત્યારે તે સમ્યગ્દર્શનજ્ઞાન ને ચારિત્રમાં સ્થિત છે. સમજાય છે કાંઈ ? વાતું આવી ઝીણી છે.
જેને કેવળજ્ઞાન એટલે મુક્તિ, મોક્ષ જેને ઉત્પન્ન કરવો છે એને ભેદજ્ઞાનજ્યોતિથી તે ઉત્પન્ન થાય છે. એ રાગના- વ્યવહારના, શ્રદ્ધાજ્ઞાનચારિત્રના વ્યવહાર, એનાથી ભિન્ન પાડે, ત્યારે તે ભેદજ્ઞાનજ્યોતિ વડે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, તેથી તે આત્મામાં દર્શન-જ્ઞાન અને ચારિત્રમાં સ્થિત થયો હોવાથી. આહાહા ! ઝીણી વાતું બહુ, ધ૨મ બહુ સૂક્ષ્મ. આહાહા !
,
‘ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી ' જુઓ પાઠમાં ‘ રિતવંસળળળળ ’ હતું. પણ મૂળ તો એ પદ્યમાં ૨ચના ક૨વા માટે. એ મૂળ હતું એ અર્થમાં એમ આવ્યું, અર્થ કરનારે દર્શનજ્ઞાનચારિત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com