________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
૨
ગાથા
૧૧૫
રખડવા ચોરાશીમાં. આહાહા ! ત્યાં કાંઈ ધર્મશાળા નથી, પાંજરાપોળ ત્યાં ક્યાંય નથી ત્યાં માશીબા બેઠાં નથી કે આવો ભાઈ. આહાહા !
=
જેમાં તું છો... તારો સ્વભાવ છે અને તે સ્વભાવથી સ્વભાવવાન ખાલી હોય નહીં પ્રભુ. એ સ્વભાવ પૂરણ છે. એક એક ગુણ અનંત ગુણોની શું વાતો કરવી. આહાહા ! જેની સંખ્યાએ ગુણનો પાર ન મળે. આહાહા ! એ દરેક ગુણ પરિપૂર્ણ છે અને એવા પરિપૂર્ણ ગુણનો પુંજ પ્રભુ તે આત્મા છે. એ આત્મામાં રાગથી ભેદજ્ઞાન કરીને, માર્ગ આ છે બાપુ ! બીજા ગમે તે રીતે ચડાવે ( બીજે ) રસ્તે જીવન ચાલ્યા જશે પ્રભુ, પાછું મનુષ્યપણું અનંત કાળે મળવું મુશ્કેલ થશે. આહાહા ! બે લીટીમાં તો, ઓહોહોહો ! પછી કહે છે ‘ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન ’ એકલી પર્યાય જ્ઞાનની પૂરણ પ્રગટ થાય એને ‘ ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિ ’ એને ૫૨થી ભિન્ન પાડવાની ભેદજ્ઞાન દશા તે પૂરણ પ્રાપ્તિનો ઉપાય છે. એ સર્વ પદ્રવ્યથી છૂટી, ભેદ કહ્યું ને ? ભેદજ્ઞાન કીધું ને ? તો સર્વ ૫૨દ્રવ્યથી છૂટી, પુણ્ય ને પાપ આદિના ભાવો થાય, દયા-દાન આદિના ભાવ એ ૫ણ ૫૨દ્રવ્ય રાગ છે, એનાથી છૂટી ‘ દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ ’ આહાહા !
,
‘ જે દર્શનજ્ઞાનસ્વભાવ છે એમાં નિયત-નિશ્ચય પરિણતિરૂપ, અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ' આહાહાહાહા ! જ્યારે એ ભગવાન આત્મા ૫૨દ્રવ્યથી છૂટી, પોતાના જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિર રહે નિયતવૃત્તિ નિશ્ચયવૃત્તિ પરિણતિ એવું અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ત્યારે દર્શનશાનચારિત્ર ત્રણેય લેવું છે ને પાછું? પાઠમાં ‘ ચારિત્રદર્શનશાન ’ હતું ( અહીંયાં ) પાછું લઈ લીધું હતું ઈ. ( ઓલું તો ) પદ્યમાં ગોઠવવા સાટુ. આહાહા !
‘ સર્વ ૫૨દ્રવ્યોથી છૂટી ’ એમાં કયું બાકી રહ્યું ? ૫રમાત્મા, દેવ ગુરુ શાસ્ત્ર, એનાથી છૂટી, કહો શિવલાલભાઈ! કેવળી, ગુરુ એ ૫૨દ્રવ્ય ? એના બાપે પ્રશ્ન કર્યો 'તો દસની સાલમાં ચોવીસ વર્ષ થયા, બોટાદમાં મ્યુનિસિપાલીટીનાં મકાનમાં વ્યાખ્યાન ચાલતું હતું, દશની સાલ, આ પ્રશ્ન, દેવગુરુશાસ્ત્ર ઈ ૫૨ ? શુદ્ધ છે ઈ ૫૨ ? લાખવાર ૫૨. આંહી સર્વ દ્રવ્ય ૫૨ કીધાં ને ? એમાં દેવગુરુ બાકી રાખ્યાં ? આહાહા ! ‘ સર્વ પદ્રવ્યોથી છૂટી ' આહાહા ! દર્શનજ્ઞાનસ્વભાવ પોતાનો... એમાં જ્ઞાનદર્શન ચારિત્ર છે ને ? ‘નિયત વૃત્તિરૂપ એવું અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે ત્યારે તેને દર્શનશાનચારિત્રમાં સ્થિત હોવાથી ' આહાહાહા ! અંતર્ સ્વરૂપમાં શ્રદ્ધામાં વર્તે, જ્ઞાનમાં વર્તે ને સ્થિરતામાં વર્તે ત્યારે તે આત્મા દર્શન જ્ઞાન ચારિત્રમાં આવ્યો, તેથી તેને સ્વસમય નામ આત્મા સાચો કહેવામાં આવે છે. આહાહા ! સ્વસમય એને કહીએ, એને આત્મા કહીએ. આહાહાહા !
,
છે તો છે પણ પરિણતિમાં શ્રદ્ધા જ્ઞાનચારિત્રમાં આવે ત્યારે એને ‘છે’ એવો આત્મા સ્વસમય કહીએ એમ કહે છે. શું કહ્યું ઈ ? છે તો છે. આહાહા ! વસ્તુ તો છે અનંત આત્માઓ પડયા છે અંદર પણ એનું-એની તરફની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા, પૂર્ણાનંદના નાથમાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની પરિણતિ કરતાં તેને આત્મા સાચો કહેવામાં આવે છે. અને તે સ્વ સમય નામ આત્મા, આત્મારૂપે થયો એમ એને કહેવામાં આવે છે. અને તેને ધર્મી કહેવામાં આવે છે.
વિશેષ કહેવાશે... ( પ્રમાણવચનગુરુદેવ ! )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com