________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૧૩ સત્યના સિદ્ધાંતો બહુ કઠણ છે બાપુ. આહાહા ! અત્યારે તો લોકો, ગુરુએ ને ધરમના ગુરુઓએ કંઈકને કંઈક ચલાવીને ચડાવી માર્યું છે બધી ખબર છે દુનિયાની. આહાહા !
સત્ પ્રભુ છે અને જે છે ઈ શક્તિ વિનાનો ન હોય, એટલે એના ગુણ વિનાનો સ્વભાવ વિનાનું એ તત્ત્વ ન હોય. જેમ “છે ” એમ એના ગુણો પણ, શક્તિ પણ ત્રિકાળ છે. જેમ દ્રવ્ય પૂરણ છે એમ એનાં ગુણો પણ પૂરણ છે. એવો ભગવાન આત્મા. આહાહા ! અરે ! એને કેમ વિશ્વાસ બેસે ? આંહી પાંચ-પચાસ હજાર જ્યાં પૈસા મળે ત્યાં રાજી-રાજી થઈ જાય ધૂળ એમાં ! (શ્રોતા: સાધારણ માણસ શેઠ થાય તો ખુશી થાય).
મૂઢ છે તેથી ખુશી થાય. મૂઢ છે ને મૂંઢ સાધારણ કોને કહેવું? પ્રભુ તો અંદર આનંદથી ભરેલો છે. એની લક્ષ્મીનો પાર નથી, અમાપ ને અમાપ ને અમાપ અપરિમિત, અપરિમિત નામ મર્યાદા જેમાં નથી એવો સ્વભાવ છે બાપુ! જેનો સ્વભાવ હોય એને મર્યાદા હોય નહીં. એ શું? આહાહા !
એવું જે આત્મતત્ત્વ જેમાં અપરિમિત, મર્યાદા વિનાના સ્વભાવ ને શક્તિઓ પડી છે. એનો વિશ્વાસ લાવી અને પુણ્ય ને પાપના ભાવ અને એનાં ફળ બહારનાં એનો વિશ્વાસ ઊઠાડી દઈ, આહાહાહા ! એમાં હું નથી, એમાં મને કંઈ લાભ નથી. આહાહા! અને જેમાં હું છું તેનાથી મને લાભ છે, એવો પોતાનો સ્વભાવ સ્વભાવવાન જેમ છે અનાદિ. એમ એનો સ્વભાવ, સ્વભાવવાનું હોય ને સ્વભાવ ન હોય? સાકર હોય ને ગળપણ ન હોય એમ બને? (કદી ન બને) એમ આત્મા સ્વભાવવાન છે અને એનો સ્વભાવ આનંદ ને જ્ઞાન ન હોય એમ બને નહીં ત્રણ કાળમાં. આહાહા ! અને જેનો સ્વભાવ છે એ પરિપૂર્ણ છે. સ્વભાવ પોતાનો ભાવ, પોતાનું સત્વ, પોતાની શક્તિ, પોતાનો ગુણ, પોતાનો સ્વભાવ. આહાહા ! એવા આત્મામાં એકાગ્ર થવાથી અને રાગ ને શરીરની ક્રિયાથી ભિન્ન પડવાથી એને કેવળજ્ઞાનજ્યોતિ સર્વ પદાર્થને પ્રકાશવામાં સમર્થ એવી પ્રગટ થાય છે.
કાલ ઓલા ભાઈ નહોતા રાડ નાખી ગયા સરદાર? શુભરાગ દયા દાન ને વ્રત ને શુભરાગ? બધાએ ધરમ મનાવી દીધો સૌ માળાએ! વૃત્તિ ઊઠે છે, વૃત્તિ વિકલ્પ છે રાગ છે. આહાહા! એનાથી ભિન્ન પડતાં, સ્વરૂપમાં અભિન્નતા થતાં “પરથી વિભક્ત ને સ્વથી એકત્વ' ત્રીજી ગાથામાં કહેશે. આહાહા! સમજાણું કાંઈ?
હવે આમાં દેવ ગુરુ શાસ્ત્રથી ય પણ મળે એવું નથી એમ આંહી આવ્યું આંહી તો કેમકે જે આ ગુણો છે ઈ એમાં નથી. અને એના ગુણો જે છે ઈ આમાં નથી. તો જ્યાં ગુણ છે ત્યાં જાય તો મળે, આ ગુણો ત્યાં નથી એની પાસે. (શ્રોતા: એ ભલે પણ ઈ જાણતો નથી તો એને બતાવનાર તો જોઈએ ને?) બતાવનાર જોઈએ પણ જાણનારો જાણે” ત્યારે બતાવનારે જોયું, બતાવનારે બતાવ્યું એમ કહેવાય ને? એ આ નળિયાં સોનાના થયા લ્યો એમ સવારમાં નથી કહેતાં? સૂરજ ઊગી ગ્યોને ઓલો ઊઠે નહીં. ઓલા નળિયાં ધોળાં થઈ ગ્યા હોય ને સૂરજ ઊગ્યો'તો... (શ્રોતા: એ તડકો થયો હોય !) એ તડકો થયો તો જો નળિયાં સોનાના થયાં, પણ કોને? તે જુએ એને કે ન જુએ એને ? ઓલાએ તો કહ્યું કે એ ભાઈ સોનાના નળિયાં થયાં હવે તો ઊઠ, ક્યાં સુધી સૂઈ રહીશ? એટલે શું? નળિયાં ઊજળાં થયાં, સૂર્યના પ્રકાશથી પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com