________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૧૯ “નીવો ચરિત' જીવો કહી વરિત વંસUTMTM ડિવો' એટલે દર્શનશાનચારિત્રમાં સ્થિત તે “સ્વસમય' જાણ, એટલાનો અર્થ થયો બે પદનો, હવે ત્રીજા પદની (વ્યાખ્યા).
“પણ જ્યારે તે અનાદિ અવિદ્યારૂપી જે કેળ'આહાહા ! પોતાના પૂરણ દર્શનજ્ઞાનસ્વરૂપી પ્રભુ, (આત્મા) જ્ઞાતાદૃષ્ટાની હૈયાતિવાળો ભગવાન, એના અજ્ઞાનને લઈને, આહાહા ! એ
સ્વરૂપના ભાન વિના, “અનાદિ અવિદ્યારૂપી કેળ” કેળ આ જેમાં કેળાં થાય છે ને? “તેના મૂળની ગાંઠ જેવો 'કેળની મૂળની ગાંઠ એમાંથી કેળ બહુ પાકે, ફાલ્યા જ કરે ! ગાંઠ હોય ને કેળની એમાંથી કેળના ઝાડ થયા જ કરે. આહાહા!
અજ્ઞાનરૂપી કેળ તેના મૂળની ગાંઠ જેવો આહાહા! મોહ, જેમ કેળની ગાંઠમાં અનેક કેળ્યું થવાની તાકાત છે, કેળની ગાંઠ હોય છેને મોટી કેળ, એમાં અનેક કેળું પાકે કેળ્યુંની (ફણગાં-પીલાં) વાત છે કેળાંની વાત નથી. કેળ્યું (પાકે) એમ મોહરૂપી ગાંઠ એમાં અનંત ભવ પાકે એવો ઈ મોહ છે. આહાહા !
અનાદિ અજ્ઞાનરૂપી જે કેળ, એ કેળની મૂળની ગાંઠ જેવો પુષ્ટ થયેલો આહાહા! મોહ, તેના ઉદય અનુસાર, એને કર્મનો જે ઉદય છે એને અનુસાર પોતે પ્રવર્તે આધીનપણાથી, એ ઉદય તેને પ્રવર્તાવે છે એમ નહીં, પણ ઉદયના અનુસારે પોતે પ્રવર્તિના આધીનપણાથી ( પ્રવર્તે છે). આહાહા !
જે અહીંયા સ્વભાવના આધીનપણે દર્શનજ્ઞાન ને ચારિત્રમાં સ્થિત થવું જોઈએ એમ ન કરતાં, નિમિત્ત જે કર્મનો ઉદય એને અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, આહાહા ! કર્મના અનુભાગના નિમિત્તના અનુસાર પ્રવૃત્તિ આધીન પોતે કરે છે, કર્મ કરાવતું નથી કાંઈ એને. આહાહા!તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ ત્યાં કીધું તું ને નિયતવૃત્તિરૂપ અસ્તિત્વ” ઓલામાં પ્રવૃત્તિ કીધી. નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી” દર્શનજ્ઞાન સ્વભાવમાં નિશ્ચય અસ્તિત્વરૂપ આત્મતત્ત્વ, આત્મતત્ત્વ એને કીએ કે જે જ્ઞાનદર્શનમાં અસ્તિપણે રહે છે, દર્શનશાન એવું જે નિશ્ચય-એનું જે ટકવું, એવું જે આત્મતત્ત્વ. એ દર્શનશાનમાં ટકેલું આત્મતત્ત્વ છે. આહાહા ! સમજાણું કાંઈ ?
દર્શનજ્ઞાનસ્વભાવમાં નિયત-નિશ્ચય-હોવાપણારૂપ આત્મતત્ત્વ દર્શનજ્ઞાનસ્વભાવમાં નિશ્ચયપણે રહેલું, હોવારૂપે રહેલું આત્મતત્ત્વ, એનાથી છૂટી મોહ પ્રવૃત્તિના તેના ઉદય અનુસાર આધીનપણાથી નિમિત્તના ઉદયના આધીનપણાથી. આહાહા ! છે? આત્મતત્ત્વથી છૂટી, ઈ કરમના ઉદયના આધીનપણાથી પ્રવર્તતો એ આત્મતત્ત્વથી છૂટયો. આહાહા! સ્વરૂપ જે દર્શનજ્ઞાનસ્વરૂપ છે. દ્રષ્ટા ને જ્ઞાતા જે આત્મતત્ત્વ છે. એનાથી છૂટયો અને મોહની ગાંઠ, જેવું કેળ (ની ગાંઠ) મોહ એને અનુસાર પ્રવર્તતો, મિથ્યાદર્શન જ્ઞાન ને ચારિત્રમાં વર્યો (વરતતો) મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન ને મિથ્યા-રાગ. આહાહા!
આ તો અંતરની વાતું છે બાપુ, ક્યાંય અત્યારે બહારમાં તો મળે એવું નથી. આહા! અને બહારમાં (વ્યવહારમાં) એ છે એમ કીધું ને? ઈ તો દર્શનજ્ઞાનસ્વભાવના અસ્તિત્વમાં આત્મતત્ત્વ છે. ભગવાન આત્મા દર્શનશાનની હૈયાતિવાળું તત્ત્વ આત્મા છે. એવી યાતિવાળાને છોડી દઈને મોહને અનુસાર જેની પ્રવૃત્તિ આધીન છે, તે સ્વદ્રવ્યથી મૂત થઈ જાય છે. આહાહા!સમજાણું કાંઈ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com