________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૧૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧
જોના૨ને ખબર પડે કે આંખ્યું ( વીંચીને સૂતેલાને ખબર પડે ? ) ઓરડો એક હોય, બારણું એક હોય આંહી ત્રણ ગોઠડાં ઓઢયાં હોય, આંખ્યુંમાં ચીપડાં વળ્યાં હોય હવે એને શી રીતે જોવું ઈ ? આહાહા ! સમજાણું કાંઈ...?
આ
બધા દાખલા, શાસ્ત્રમાં છે હોં ? એકે એક દાખલા.
એમ અનાદિથી મિથ્યાદર્શનજ્ઞાન અજ્ઞાનને (ભ્રમના ) એના ચીપડાં તો પડયાં છે અંદર, આંખ્યું તો બંધ છે. અને ઓ૨ડો એક જ છે. બારણું ખુલ્લુ કરવાને-જવાને એની સામું તો જોતો નથી, તો નળિયાં ધોળા ક્યાંથી દેખાય એને ? આહાહા ! એમ આ ભગવાન આત્મા અજ્ઞાન ને રાગ દ્વેષમાં ઊંઘે છે. એને એમ કહે કે આ ચૈતન્યપ્રકાશનું પૂર અંદર પડયું છે ને ? આહાહા ! પણ બતાવનારે બતાવ્યું પણ જોનારે જોયા વિના એને આસ્થા ક્યાંથી બેસે ?
એ ગુણનો તેજ છે, ચૈતન્યના પૂરનું તેજ છે ચૈતન્ય તેજ છે પ્રભુ તો. આ સૂર્યના પ્રકાશના તેજને પોતાના તેજની ખબર નથી (સૂર્યના ) પ્રકાશની ખબર તો આ ( આત્માના ) પ્રકાશને ખબર છે ચૈતન્ય પ્રકાશ જાણે છે કે આ જડ પ્રકાશ છે. હું ચૈતન્ય પ્રકાશ છું. આહાહા !
પણ એ એનું માહાત્મ્ય આવ્યું નથી ને ? આત્મા એટલે શું ને કેવડો ને કેમ અને એની દશા પૂરણ પ્રગટ થાય તે કેવડી, કેવડી હોય કોઈ દિ ' સાંભળ્યું નથી, બેઠું નથી. નવરો નથી, બાવીસ કલાક ત્રેવીસ કલાક તો બાયડી, છોકરાં ધંધો ને પાપમાં પડયો. કલાક-બે કલાક મળે તો તેને કુગુરુ મળી જાય એવા, ૨સ્તે ચડાવી ધૈ બીજે, છે ત્યાં જાય નહીં, નથી ત્યાં ગોઠવી ધૈ એને, એ પુણ્ય કરો, દાન કરો, વ્રત કરો, ભક્તિ કરો, જેમાં નથી આત્મા, અને એમાંથી પ્રગટે એવો નથી, એમાં ચડાવી દીધાં એને. આહાહા ! ઝીણું તો પડે ભાઈ. આહાહા !
ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી ' ભાષા દેખો ! આ ઉદય શ્રીમદ્દ વાપરે છે ને ? ‘ ઉદય થાય ચારિત્રનો ’ ઉદય નામ પ્રગટ. આહાહા ! અસ્તિ છે વસ્તુ છે આત્મા તો એની શક્તિ પણ કાંઈક સ્વભાવ છે કે નહીં ? તો જેમ ઈ વસ્તુ પોતે એકરૂપે છે, પરના અભાવસ્વભાવસ્વરૂપ છે. એમ એની શક્તિઓ એકરૂપે પૂરણ છે. અને તે પણ ૫૨ના ભાવના અભાવસ્વભાવસ્વરૂપ છે. આહાહા ! એવો ભગવાન આત્મા, સર્વોત્કૃષ્ટ પોતે ૫૨માત્મ સ્વરૂપ જ શક્તિએ-સ્વભાવે છે, એમાં એકાગ્ર થવાથી અને રાગની ક્રિયા ને શરીરની ક્રિયા ને બહારની ક્રિયાથી ભેદ પાડીને જુદો પાડીને, કેવળજ્ઞાન ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થાય છે. આહાહાહા !
"
આવું છે આ, બહા૨માં શું કરવું પણ આમાં ? આહાહા !
બહારનું કાંઈ કરીશ (તો પણ) અંદરનું મળે એવું નથી લે સાંભળ. (શ્રોતાઃ પણ બહારનું ક્યાં કરી શકે છે?) બહા૨માં છે પણ ક્યાં બા૨માં, તું છો ક્યાં ? શરીરમાં છે? વાણીમાં, જડમાં પૈસામાં ? અરે, પુણ્યપાપના ભાવ થાય શુભઅશુભ, એમાં આત્મા છે ? એ તો રાગ છે. આહાહાહા ! ન્યાયથી જરી, લોજિકથી... પકડશે કે નહીં ? હૈં ? એમને એમ આંધળેઆંધળું. અરેરે ! આંખ્યું વીંચીને, ક્યાંય ચાલ્યો જશે. દેહની સ્થિતિ પૂરી થઈ જશે, થઈ રહ્યું આત્મા તો અવિનાશી છે, તે આત્મા ભેગો નાશ થાય એવો નથી. શરીર તો નાશ થઈ જશે આંહી. ભગવાન તો એમને એમ. ( અનાદિ-અનંત!)
અને (અજ્ઞાની ) આ મારા, આ મારા માનીને અજ્ઞાનપણું સેવીને એ ચાલ્યો જશે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com