________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૨
૧૧૧ છે, ત્રિકાળમાં ન હોય, ત્રિકાળમાં જો વિકાર હોય તો વિકાર કોઈ દિ' ટળે નહીં ને સુખી કોઈ દિ' થાય નહીં. આહાહા!
સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન” એક તો કેવળજ્ઞાનની સિદ્ધિ કરી. કોઈ એમ કહે કે ત્રણકાળનું જ્ઞાન થાય જ નહીં આત્માને સર્વ પદાર્થોના સ્વભાવને જાણવાની શક્તિ આત્મામાં છે જ નહીં, એને આંહી જૂઠો ઠરાવ્યો છે. આહાહા!
ભાઈ, ખરેખર તો તારો “શ” સ્વભાવ છે ને “શ”, “જાણવું” એ સ્વભાવ છે ને! ઈકોનો સ્વભાવ છે? શરીરનો? રાગનો? કર્મનો? ઈ “જાણવું” તો ચૈતન્યનો સ્વભાવ છે, આત્માનો, અને જેનો જે સ્વભાવ છે એ “જ્ઞ' સ્વભાવ એ અપૂર્ણ ન હોય. જેનો સ્વભાવ છે પોતાનો ભાવ, એ અપૂર્ણ ન હોય,વિપરીત ન હોય. આહાહા ! એ પૂરણ સ્વરૂપ છે એ પૂરણ શક્તિરૂપે પૂરણ સ્વરૂપ છે. એને રાગ દયા-દાનના વિકલ્પથી પણ જુદો પાડી, કેમકે એમાં પૂરણ થવાની શક્તિ એનામાં નથી રાગમાં વ્યવહારમાં, પૂરણ થવાની શક્તિ તો સ્વભાવમાં છે. એથી સ્વભાવમાં એકાગ્ર થતાં, ત્રિકાળી ચૈતન્ય સ્વભાવમાં એકાગ્ર થતાં, અને રાગની- પુણ્યપાપની ક્રિયાથી ભિન્ન પડતાં, જે સર્વજ્ઞસ્વભાવ સર્વપદાર્થના સ્વભાવને પ્રકાશવા સમર્થ છે, તે ભેદજ્ઞાનજ્યોતિથી કેવળજ્ઞાન થાય છે. આહાહાહા !
આમાં કેટલું આમાં યાદ રાખવું? બધા નવા સિદ્ધાંત લાગે, નવા નથી બાપુ! તારું સ્વરૂપ જ એ છે. તે જાણ્યો નથી તને, એ ચીજ અત્યારે બધી ગૂમ થઈ જાય છે. આહાહા ! ઈ હવે બહાર આવે છે. આહાહા !
ભાઈ, તું કોણ છો? જેમ ઈ પીપર ચોસઠહોરી, એટલે સોળઆના સોળઆના કહો, ચોસઠ પૈસા કહો, કે રૂપિયો કહો (પૂરણ ) સ્વભાવથી ભરેલી તીખાશથી તે વસ્તુ છે એમ આ ભગવાન આત્મા વસ્તુ છે એ સોળ આના નામ પૂરણ જ્ઞાન ને આનંદથી ભરેલી શક્તિવાળું એ તત્ત્વ છે. આહાહા ! એ શક્તિમાં એકાગ્ર થતાં, જ્યારે એ શક્તિમાં એકાગ્ર થવું છે ત્યારે પર તરફથી ખસી જવું છે, પર તરફથી ભિન્ન પડયા વિના, સ્વમાં એકાગ્ર થવાય નહીં. આહાહા ! અને સ્વમાં એકાગ્ર થયા વિના, સ્વમાં શક્તિ જે છે એમાં એકાગ્ર થયા વિના એની દશામાં પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ આનંદ કોઈ દિ' પ્રગટ ન થાય. સમજાણું કાંઈ?
પ્રવીણભાઈ ? આવી વાતું છે, છે દુનિયાને એવું લાગે એવું છે પાગલ જેવું લાગે એવું છે! આખી લાઈન ફેર છે, હેં? આખો મારગ ફેર છે બાપુ, તને ખબર નથી ભાઈ ! અનંતકાળનો અજાણ્યો મારગ એને આંહી જાણવાનું કહીને, પૂરણની પ્રાપ્તિ એનાથી થશે. પૂરણ પરમાત્મ દશા જનમ મરણ રહિત દશા, એ રાગથી ભિન્ન અને પૂરણ સ્વભાવમાં એકાગ્રતા એનાથી થશે. આહાહા!
આમાં તો કોઈ કંઈક માને ને કોઈ કંઈક માને એમ અજ્ઞાની અનાદિથી ભ્રમણામાં પડ્યા, પરિભ્રમણ કરી, ચોરાશીના અવતાર, કાગડા ને કૂતરાંના અવતાર કરી-કરીને, માંડ માંડ માણસપણું મળ્યું હોય, એમાં જો આ રીતે નહીં સમજે, પાછા ઈ ના ઈ દોષ અવતાર છે. આહાહા !
આંહી તો ઈ અવતારનો અભાવ કરવાની રીત જ બતાવે છે. આહાહા ! કે જેમાં ઈ ભવ ને ભવનો ભાવ, જેના સ્વરૂપમાં નથી, જેના સ્વભાવમાં તો પરિપૂર્ણ જ્ઞાન આનંદ છે. આહાહાહા! ભાઈ, તું વસ્તુ છો, વસ્તુ છે તેમાં શક્તિ અને ગુણો વસેલાં રહેલાં છે. એ શક્તિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com