________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કેવળજ્ઞાન સર્વ પદાર્થના સ્વભાવને જાણવા સમર્થ છે. એ કેવળજ્ઞાન, રાગ ને પરદ્રવ્યથી ભિના આત્માને કરતાં, જેમાં ઈ જ્ઞાનપણું પૂર્ણ ભર્યું છે તેમાં એકાગ્ર થતાં, પરથી એકાગ્રતા છૂટતાં, સ્વમાં એકાગ્રતા કરતાં, એ ભેદજ્ઞાનની જ્યોતિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આહાહા !
ભેદજ્ઞાન કહો કે મોક્ષમાર્ગ કહો, કેવળજ્ઞાન કહો કે મોક્ષ કહો. (એકાર્થ છે.) આહાહા ! કેટલું યાદ રહે આમાં? બધું અજાણ્યા જેવું લાગે, બધી ખબર છે ને જગતની. બાપુ! મારગ કોઈ જુદો છે ભાઈ ધરમ, એ ધરમ પ્રગટ થવો, ધરમ એટલે આત્માની શાંતિ, વીતરાગતા, નિર્દોષતા, સ્વચ્છતા, એ પ્રગટ થવું એ ક્યાંથી પ્રગટ થાય ? કહે છે કે પરથી હઠી, પરથી જુદું પાડી અને જેમાં એ શક્તિઓ પડી છે તેમાં એકાગ્રતા થતાં, એ સ્વચ્છતાથી ભરેલો ભગવાન છે, એ અતીન્દ્રિય જ્ઞાનથી પૂરો ભર્યો છે પ્રભુ, (નિજાત્મા) અતીન્દ્રિય આનંદના સ્વભાવથી પણ પરિપૂર્ણ પ્રભુ છે. આહાહા !
જે વસ્તુ હોય એનો સ્વભાવ અપૂર્ણ ન હોય. પૂરણ સ્વભાવથી ભરેલો ભગવાન (આત્મા) એમાં એકાગ્ર થવાથી અને પરથી ભિન્ન પડવાથી/અતિ નાસ્તિ કરી, પરથી નાસ્તિ ને સ્વથી અતિ એમાં એકાગ્રતા, એવું જે ભેદજ્ઞાન એ મોક્ષ નામ પૂરણજ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ છે. આહાહા! આમાં હવે નવરાશ કે દિ' મળે? આખો દિ' ધંધા પાણી બાયડી-છોકરાં સાચવવાં, ધંધા કરવા, એમાં હુજી ધરમ તો નહીં પણ પુણ્યનાં ય ઠેકાણાં ન મળે કે બે-ચાર કલાક સત્ય આવી ચીજ છે એને વાંચવી, વિચારવી, સાંભળવી, એવો ય વખત ન મળે. હિંમતભાઈ ! આહાહા!
આંહી તો એકદમ ભગવાન આત્માને સિદ્ધ કરી “નીવો' આહાહા ! આવો, આવો છે ગુણપર્યાયવાળો, ઉત્પાદું વ્યય ધ્રુવવાળો, દર્શનશાન સ્વરૂપી વિગેરે એ જીવ, બીજાં તત્ત્વો છે, બીજાં તત્ત્વો ન હોય તો બીજાં તત્ત્વોને લક્ષે વિકાર થાય એ વિકાર ન હોય. પોતાના સ્વભાવના આશ્રયે વિકાર ન થાય. કેમકે સ્વભાવમાં વિકાર છે નહીં. એથી જે વિકાર થાય છે પુષ્ય ને પાપનો, એ પરદ્રવ્યના લક્ષે થાય છે. તેથી પરદ્રવ્ય અને પરદ્રવ્યના ગુણોનો જેમાં અભાવ છે એટલે એને લક્ષ પર ઉપર કરવાનું છે નહીં. આહાહા !
તારામાં જ ભરેલા, ઈ પીપરમાં જેમ લીલો રંગ ભરેલો છે, કાળા રંગનો નાશ થઈને એ લીલો પ્રગટ થાય) છે, અંદર ભર્યો છે. લીલો બહારથી કાંઈ આવતો નથી. લીલી થાય છે ને આ પીપર પીસે ત્યારે, લીલો રંગ, હરા રંગ એમાં રંગ પડ્યો છે ઈ બહાર આવે છે.
એમ પ્રભુ આત્મામાં લીલો નામ અનંત જ્ઞાન, આહાહા! અને તીખો નામ અનંત આનંદ, અનંત વીર્ય, અનંત દર્શન, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, એવી શક્તિથી ભરેલું જીવતત્ત્વ છે, એને કેવળજ્ઞાન ને મુક્તિ પ્રાપ્ત કરનારને પરદ્રવ્યથી ભિન્ન પાડીને, પોતાના પૂરણ સ્વભાવમાં, પૂર્ણ પર્યાય પ્રગટ કરવા માટે, પોતાના પૂરણ સ્વભાવમાં એકાગ્ર થતાં તે ભેદ જ્ઞાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આહાહા! ઈશ્વરની ભક્તિ ને કરોડો રૂપિયાના દાન ને માળા જપે-માળા નમો અરિહંતાણે, નમો અરિહંતાણે એ બધું વિકલ્પ ને રાગ છે, એનાથી તો ભેદ પાડે- જુદો પાડે, કેમકે સ્વરૂપમાં એ રાગ નથી, સ્વરૂપમાં તો જ્ઞાન દર્શન ને આનંદથી ભરેલું સ્વરૂપ છે. રાગથી ખાલી છે ઈ અને સ્વભાવ શુદ્ધથી ભરેલો છે ઈ. આહાહા ! વસ્તુ જે હોય તે પોતાના સ્વભાવથી અપૂર્ણ ન હોય, અને વસ્તુ જે હોય એમાં વિકાર ન હોય. વિકાર તો એની વર્તમાન દશામાં હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com