________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૦૯ સ્વમાં એકાગ્ર થતાં, એ લીંડીપીપરમાં જેમ વર્તમાનમાં કાળ૫ અને અલ્પ તીખાશ છે એને ઘૂંટવાથી, અલ્પ તીખાશને જૂદી પાડતાં અને અંદર તીખાશ પૂરી ભરી છે તે પ્રગટ થતાં, ભરી છે ઈ પ્રગટ થતાં, એમ આત્મામાં રાગ ને દયા દાન ને વિકલ્પ જે આદિ પુણ્ય પાપના કે શરીરના, એનાથી જુદો પાડતાં, એમાં પૂરણસ્વરૂપ ભર્યું છે એમાં એકાગ્ર થતાં, તે કેવળજ્ઞાન એટલે પરમાત્મ દશા- મોક્ષ દશા તેને ઉત્પન્ન થાય છે. આહાહા.
મોક્ષની દશાનો ઉત્પન્ન થવાનો ઉપાય (એ છે.) કે રાગ આદિ વિકલ્પ છે તે દુઃખરૂપ છે એનાથી મુક્ત થવું, અને સ્વભાવની પૂરણતામાં એકાગ્ર થવું, એ દુઃખથી મુક્ત થવું તે મુક્તિ અને તેના સ્થાનમાં અતીન્દ્રિયઆનંદ ને અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થવું તે અસ્તિ. આહાહા! શબ્દો પણ એકે એક ઝીણાં છે! ખબર છે દુનિયાની બધાંની ખબર છે. આ માર્ગ જુદી જાતનો છે ભાઈ. આહાહા !
કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી, ભાષા છે ને? “સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવું કેવળજ્ઞાન.” પૂરણ જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે આત્મામાં, ત્યારે ઈ સર્વ પદાર્થના સ્વભાવને પ્રકાશવા સમર્થ છે. પહેલો તો ઈ સિદ્ધાંત સિદ્ધ કર્યો. બીજો એ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનું પ્રગટ થવાથી, આહાહા! વ્યવહાર કરતાં કરતાં કેવળજ્ઞાન થશે એમ ન આવ્યું એમાં ભઈ. એ દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા એવા વ્યવહાર સઆચરણ કરો એ કરતા સર્વશપણે મોક્ષ થશે એમ નથી. આહાહા !
એનાથી ભિન્ન પાડતાં અને સ્વભાવ જે પરિપૂર્ણ છે તેમાં એકાગ્ર થતાં, આમાંથી ખસતાં અને આમાં વસતાં. આહાહા! “પરથી ખસ, સ્વભાવમાં વસ એ ટૂંકું ટચ, એ તારે માટે બસ” આહાહા ! આકરાં સિદ્ધાંતો છે બાપુ! આહાહા ! એ આંહી કહે છે પરથી ખસ, ભેદ કર, રાગ ચાહે તો દયા દાનનો હો પણ એનાથી ભિન્ન ભેદ કર અને સ્વરૂપ જે છે તેમાં વસ એકાગ્ર થા. તો તે ભેદજ્ઞાન દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ, કે જે કેવળજ્ઞાન સર્વ પદાર્થને જાણનારું છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. આહાહા !
જેમ ચોસઠ હોરી તીખાશમાંથી, ચોસઠવ્હોરી તીખાશ બહાર આવે છે, એમ અંદર સર્વજ્ઞા સ્વભાવમાં એકાગ્ર થતાં, અને રાગથી ભિન્ન પડતાં, સર્વજ્ઞ સ્વભાવ શક્તિરૂપે છે એ પર્યાયમાં અવસ્થામાં પ્રગટરૂપે થાય છે. આહાહા ! સમજાણું કાંઈ?
આવી વાત છે ભાઈ ! લોકો તો ક્યાંય બહારમાં મચ્યા છે ઘણાં. ભગવાનની ભક્તિ કરીએ ઈશ્વરની ભક્તિ કરીએ ને! હવે ઈશ્વરની ભક્તિ કરે ઈ તો રાગ છે. અને તારો માલ ત્યાં
ક્યાં છે કે ત્યાંથી આવે? તારો તો આંહી પડ્યો છે અંદર. જે કંઈ પ્રગટ કરવાની તને ધર્મદશાશાંતદશા પ્રગટ કરવાની તને ભાવના હોય, તો ઈ ક્યાં છે ઈ શાંતદશા? તારી શાંતદશા ક્યાં ભગવાન પાસે છે? તારી શાંતદશા પ્રગટ કરવાનું શાંતથી ભરેલું તારું તત્ત્વ છે. એ પ્રાસની પ્રાપ્તિ છે. “છે ' એમાંથી આવશે. ભગવાન પાસે છે એમાંથી તારું આવશે? સમજાણું કાંઈ? આહાહા ! ઈ બે લીટીમાં તો ઘણું છે. આહાહા !
આવો જે જીવ વર્ણવ્યો, જીવ કહો કે આત્મા કહો. “સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ” આહાહાહા ! પ્રભુ, આત્માને જયારે કેવળજ્ઞાન થાય છે–એકલું જ્ઞાન પ્રગટ રહે છે. વિકાર નહીં ને અલ્પજ્ઞતા નહીં. પૂરણ જ્ઞાન થાય છે આત્માને જયારે એ કેવળજ્ઞાન છે. એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com