________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨
૧૦૭ (આત્મામાં) નથી, માટે તે દ્રવ્યરૂપે આત્મા નથી, ન્યાયથી લોજિકથી તો કહે છે પણ હવે અભ્યાસ નહીં ને, શું થાય? આહા! બહારમાં ધરમને નામે પણ બીજા રસ્તે ચડાવી દીધાં લોકોને બિચારાને ! તત્ત્વ અંદર શું ચીજ છે અસ્તિપણે મોજૂદગી ચીજ અંદર અનાદિ અનંત છે અને તે પોતાના ગુણવાળી- શક્તિવાળી છે. તે બીજાના ગુણવાળી નથી તેથી તે બીજાં દ્રવ્યોનો જેમાં અભાવ છે. આહા!
“વળી તે કેવો છે?' છેલ્લો બોલ એનો. “અનંત અન્યદ્રવ્યો સાથે અત્યંત એકક્ષેત્રાવગાહરૂપ રહેવા છતાં શું કહે છે! ભગવાન આ ચેતનવતુ જાણન-દેખન, બીજા અન્ય-અનેરાં દ્રવ્યો એક જગ્યાએ રહેલાં છે. જુઓને ! આ શરીર આંહી છે, વાણી આંહી છે, આત્મા આંહી છે, બીજાં તત્વો પણ આહી છે. એવા એક જગ્યાએ આત્મા અને બીજાં પદાર્થો રહેવા છતાં, છે? “એકત્રાવગાહ (એટલે) એક ક્ષેત્રમાં રહેલાં છતાં પણ “પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી પોતે પોતાના સ્વરૂપથી છૂટતો નથી કદિ. એ ચૈતન્યસ્વરૂપ છે જાણન-દેખન જેનું સ્વરૂપ છે. એ બીજાં અન્ય દ્રવ્યોની સાથે એક જગ્યાએ ભેગા રહેવા છતાં પોતાના ચૈતન્યસ્વરૂપથી તે નાશ થતો નથી. આહાહા ! ઝીણી વાતું ઘણી ભાઈ ! હજી તો (ઘણું) કહેવું છે પછી એનું સ્વસમય ને પરસમય. આંહી તો હજી “જીવ' આવો છે એટલી વાત સિદ્ધ કરે છે. આહા!
છતાં પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્ય-સ્વભાવરૂપ છે... જાણકસ્વરૂપ અતિરૂપે, સરૂપે, શાશ્વત (જેની) શરૂઆત નહીં, આદિ નહીં, અંત નહીં એવું ચૈતન્યસ્વરૂપ જેનો ગુણ છે. એવો આત્મા અનાદિથી છે. આહાહા !
છે” એને આદિ ન હોય, “છે” એનો નાશ ન હોય. “છે” ઈ પોતાના ગુણથી ખાલી ન હોય, શું થાય? આ તો મહાસિદ્ધાંતો છે બધા. આહાહા! ટંકોત્કીર્ણ એટલે જેવો છે તેવો અનાદિથી ચૈતન્યસ્વભાવરૂપ છે. આ વિશેષણથી વસ્તુ સ્વભાવનો નિયમ બતાવ્યો', વસ્તુસ્વભાવની સ્થિતિ આમ હોય તેમ બતાવ્યું “આવો જીવ નામનો પદાર્થ સમય છે' સમુચ્ચય વાત કરી. અંદર વસ્તુ ચૈતન્યસ્વરૂપ અને ચૈતન્યગુણવાળું તત્ત્વ, એનાથી બીજાં તત્ત્વો બીજાં ગુણવાળા એ ગુણોનો આમાં અભાવ છે માટે તે દ્રવ્યનો પણ આમાં અભાવ છે. એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વ ચૈતન્યગુણથી કોઈ દિ'છૂટતો નથી. પરરૂપે થતો નથી ને સ્વપણું છૂટતું નથી. આહાહા !
શરીર, શરીરપણે રહ્યું છે, એ શરીર આત્માપણે થતું નથી, અને શરીરનો શરીરપણાથી અભાવ થતો નથી એનો. એમ આત્મા, આત્માપણે રહે છે, એ શરીરપણે થતો નથી, અને પોતાના સ્વભાવથી રહિત થતો નથી. આહાહા ! છે તો લોજિક, પણ ઝીણું બહુ બાપુ! અત્યારે તો... ધૂળ ચાલે એટલે મારગ ઝીણો બહુ બાપુ! જનમ-મરણ રહિત થવાનો મારગ પંથ, બહુ અલૌકિક છે. આહાહા !
હવે આવો જે જીવ “સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન 'શું હવે કહે છે? આત્મામાં કેવળજ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે, પૂરણ જ્ઞાન કેમકે પૂરણજ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. જ્ઞાનસ્વરૂપ કીધું ને ? ચૈતન્યસ્વરૂપ છે. તો ચૈતન્યસ્વરૂપ છે એટલે પૂરણ ચૈતન્યસ્વરૂપ છે, એટલે પૂરણ ચૈતન્યસ્વરૂપ છે એટલે સર્વજ્ઞસ્વભાવી ચૈતન્યસ્વરૂપ છે. એનું જેણે ધ્યાન કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com