________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જેની દશામાં કેવળજ્ઞાન ( પ્રગટયું) એક સમયમાં ત્રણકાળ, ત્રણલોક જણાય. એવું જે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. “એ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી 'આહાહા !
એટલે શું કહે છે? કે ચૈતન્યસ્વરૂપ જે અંદર છે એ આ શરીર, વાણીથી જુદો ભેદજ્ઞાન અને પુણ્ય ને પાપના વિકલ્પની વૃત્તિઓ રાગ એનાથી જુદો એવું રાગ ને પરથી ભેદજ્ઞાન પ્રગટ થવાથી, પરથી જુદું પાડવાની ભેદજ્ઞાનની કળા પ્રગટ કરવાથી, એક તો જીવદ્રવ્ય સિદ્ધ કર્યું, બીજાં દ્રવ્યો સિદ્ધ કર્યા, બીજાં દ્રવ્યોના ગુણો નથી એમાં (આત્મામાં) માટે બીજાં દ્રવ્યો પણ એનામાં નથી. અને પોતાનો ચૈતન્યસ્વભાવ છે. એ એક જગ્યાએ બીજાં તત્ત્વો રહ્યાં હોવા છતાં પોતાના સ્વભાવને તે છોડતો નથી.
હવે એ સ્વભાવની પૂરણ પ્રાપ્તિ જયારે થાય છે તેને કેવળજ્ઞાન- સર્વશજ્ઞાન કહે છે. જેમ લીંડીપીપરમાં ચોસઠ હોરી તીખાશ ભરેલી છે. છોટી પીપર-લીંડીપીપર, કદ નાની, રંગે કાળી, પણ એનો તીખો સ્વભાવ ચોસઠહોરો છે. તેથી ચોસઠ હોરો ઘૂંટવાથી ચોસઠ હોરી તીખાશ બહાર આવે છે. લીંડીપીપરની તીખાશ થાય છે ને ? પણ ઈ અંદર હતી, ઈ ચોસઠ હોરી શક્તિ, ચોસઠ હોરી એટલે રૂપિયો સોળ આના, ૬૪ પૈસા, એ લીંડીપીપરમાં પણ ચોસઠ હોરી એટલે પૂરે પૂરી તીખાશ હતી, એટલે ઘૂંટવાથી હતી તે બહાર આવી છે. લાકડાને અને કોલસાને ચોસઠ હોર ઘૂંટે તો, ચોસઠ હોરી તીખાશ નહિ બહાર આવે કારણકે એમાં તે નથી. પણ આ પીપરમાં તો (તીખાશ) છે. છે ચોસઠવ્હોરી રૂપિયે, રૂપિયો પૂરણ, લીલો રંગ અને તીખાશની પૂર્ણતા એ એક-એક પીપર(ના) દાણામાં પડી છે. તો છે ઈ બહાર આવે છે. પ્રાસની પ્રાપ્તિ છે.
એમ ભગવાન આત્મા, એનામાં એ સર્વજ્ઞ સ્વભાવ-શક્તિ-ગુણ છે. સર્વજ્ઞ કહો કે પૂરણ જ્ઞાન કહો ચોસઠ હોરું એટલે પૂરણ જ્ઞાન કહો. આહાહા ! પીપરની વાત બેસે પણ આ વાત ! આહાહા ! પૂરણ જ્ઞાન અંદર છે (આત્મામાં) ચોસઠ પ્યોર એટલે રૂપિયે રૂપિયો સોળ આના. એવા પૂરણજ્ઞાન ને પૂરણ આનંદસ્વરૂપ પ્રભુને જયારે એક વર્તમાનમાં કેવળજ્ઞાન થાય છે. ત્રણ કાળ-ત્રણલોકને જાણનારું જ્ઞાન, “એવા કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી” આહાહા! ભાષા જુઓને, કેટલું સ્પષ્ટ કર્યું છે કોઈ આત્માને કેવળજ્ઞાન પૂરણ જ્ઞાન પ્રગટ કરવાને માટે કોઈ દયા દાન ભક્તિ પૂજાના પુણ્ય ભાવ એ કામ કરતા નથી. એનું તો ભેદજ્ઞાન, એ રાગ ને પરદ્રવ્યથી ભેદ- જુદું પાડવાનું ભેદજ્ઞાન, અને પોતે ભેદ છે જુદો, તેથી પરથી ભેદજ્ઞાન જ્યોતિ પ્રગટ કરવાથી તે ભેદજ્ઞાન જ્યોતિથી એની પર્યાયમાં એ જેમ લીંડીપીપરને ચોસઠપહોરી લૂંટવાથી જે અંદર શક્તિ હતી, પ્રાસની પ્રાપ્તિ ચોસઠ પહોરી તીખાશ આવે છે, એમ આત્મા ભગવાનને રાગને પરથી ભિન્ન પાડીને અંતરમાં એકાગ્રતા કરવાથી જે શક્તિમાં સર્વજ્ઞસ્વરૂપે છે તે પર્યાયમાં સર્વશપણું તેને પ્રગટ થાય છે. આહાહા!
આવા બધા સિદ્ધાંતો... ભારે! આ તો કોલેજ છે. (સ્વરૂપ) કેટલુંક તો પહેલું જાણવું હોય, તો આ એનું (સ્વરૂપ) સમજાય. આહાહા! શું કહ્યું છે? કે જેમ એ પીપરમાં ચોસઠ હોરી તીખાશ ભરી છે, તો એ ઘૂંટવાથી છે તે બહાર આવે છે, એમ આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ, “જ્ઞ' સ્વભાવ પૂરણ ભર્યો છે એને દયા-દાનના વિકલ્પ ને શરીર, વાણીથી ભિન્ન જુદો કરતાં, જુદો પાડતાં, ભેદ જ્ઞાન કરતાં એમાં પૂરણ જે ભર્યું છે તે તરફની એકાગ્રતાથી, પરથી જુદો પાડી, અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com