________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કાંઈ જીવમાં નથી. અન્ય દ્રવ્યોના” છે ને? વિશિષ્ટ જે ખાસ ગુણો, એમ કરીને બીજી ચીજો પણ સિદ્ધ કરી. આકાશ નામનો પદાર્થ છે કે જે બધા પદાર્થને રહેવાને અવગાહન આપે. એવી એક અરૂપી ચીજ છે. બધી લાંબી વસ્તુ સિદ્ધ કરવા જાય તો વખત જાય, આકાશ નામનો એક પદાર્થ છે. એનો ગુણ અવગાહન છે, અવગાહન એટલે? એમાં બીજા પદાર્થો રહે એવા ગુણને અવગાહન કહે છે. તો ઈ અવગાહન ગુણ આકાશનો છે. એ આત્મામાં નથી એમ સિદ્ધ કરવું છે. છે? ઝીણી વાત છે! શરૂઆતના શ્લોકો જ ઝીણાં છે!
દ્રવ્યોના જે વિશિષ્ટ (ખાસ) ગુણો'- અવગાહન-આકાશનો અવગાહન ગુણ. એક ધર્માતિ નામનું તત્ત્વ છે એનો ગતિ સ્વભાવ છે એટલે કે જડ-ચેતન ગતિ કરે તેમાં એ ધર્માતિ તત્ત્વ નિમિત્ત છે. એનો ગતિ ગુણ છે. એક અધતિ છે. જીવ ને જડ સ્થિર રહે પોતાની શક્તિથી, ત્યારે એમાં નિમિત્તરૂપે જે દ્રવ્ય છે એને અધર્મ દ્રવ્ય કહે છે સ્થિતિ.“વર્તના” એ કાળદ્રવ્ય છે એક. અસંખ્ય કાળાણુ છે જે દરેક પદાર્થ બદલે છે- પરિણમે છે એમાં નિમિત્તરૂપ જે છે, એને કાળદ્રવ્ય કહે છે. લાંબી વ્યાખ્યા બહુ મોટી. આહા ! છે? “અને રૂપીપણું વર્તનાતુપણું તે કાળ અને રૂપી આ જડ આ શરીર, વાણી, પૈસા રૂપી છે જડ. જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. રૂપીપણું તે જડનો ગુણ છે. એ ગુણ આત્મામાં નથી.
“તેમના અભાવને લીધે બીજાં દ્રવ્યના જે ગુણો ખાસ છે તે ગુણોનો આત્મામાં અભાવને લીધે. આરે! આવી વાતું છે. તત્ત્વની વસ્તુ બહુ મોંઘી પડી ગઈ ! લોકોને અભ્યાસ ન મળે અને બહારમાં રોકાઈ ગ્યા, મૂળ ચીજ શું છે? ચૈતન્યવસ્તુ, એનાંથી બીજાં પાંચ પદાર્થ ભિન્ન છે. એ પાંચ પદાર્થના જે ખાસ ગુણ છે, એ ગુણોનો આમાં અભાવ છે. છે?
“રૂપીપણું- તેમના અભાવને લીધે અને અસાધારણ ચૈતન્યરૂપતા-જ્ઞાનસ્વભાવના સભાવને લીધે એનો તો ચૈતન્ય- જાણવું દેખવું એ સ્વભાવ છે. કાયમી ત્રિકાળી જાણવું અને દેખવું એવો ચૈતન્યસ્વભાવ- એ ચેતનનો આત્માનો ચૈતન્યસ્વભાવ કાયમી હોવાથી બીજા પદાર્થના ગુણનો એનામાં અભાવ છે. પોતાના ગુણનો એનામાં સદ્ભાવ છે. આહાહા ! “ચૈતન્યરૂપતા સ્વભાવના સદ્ભાવને લીધે આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલ- એ પાંચ દ્રવ્યોથી જે ભિન્ન છે” ચૈતન્યવસ્તુ, એ જગતના પાંચ પદાર્થ (થી) ભિન્ન છે એનાથી એ ભિન્ન જુદો છે. આહાહા ! આ છે નહીં–શરીરરૂપે છે નહીં, વાણી રૂપે નથી, કર્મરૂપે નથી, આકાશ ને ધર્મ-અધર્મરૂપે પણ આત્મા નથી. આહાહા! ઘણું શીખવું પડે, અનાદિ કાળની વાસ્તવિક ચીજ શું છે અને એ કઈ રીતે રખડે છે, અને રખડવાનું પરિભ્રમણ બંધ કેમ થાય, એ ચીજો (જ્ઞાન) કોઈ અલૌકિક છે. આહાહા!
આંહી કહે છે. બીજાં દ્રવ્યોના જે ગુણો છે એનો આત્મામાં અભાવ છે. “એ પાંચ દ્રવ્યોથી તે ભિન્ન છે કેમકે (એનાં) ગુણો આમાં નથી તેથી એ દ્રવ્યોથી ભિન્ન છે. “આ વિશેષણથી એક બ્રહ્મવસ્તુને જ માનનારનો વ્યવચ્છેદ થયો.' એક જ આત્મા વ્યાપક છે એમ કેટલાક માને છે, વેદાંત, સર્વવ્યાપક એક આત્મા (માને છે) એનું નિરાકરણ થયું કર્યું કે એ વાત તારી ખોટી છે, એક નથી. (શ્રોતાઃ આપણે કહીએ બીજા ખોટાં છે.) એ માને ન માને વસ્તુ સિદ્ધ કરીને તો કહે છે કે બીજા પદાર્થોમાં ગુણ છે, તો ઈ ગુણવાળા દ્રવ્યો છે. તે ગુણ આમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com