________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૨ અનુકૂળતા થોડી રહે, મરી જઈને પછી ક્યાં જઈએ, કોણ જાણે એ કાંઈ (ખબર) નહીં, એ ગોલણ ગાડાં ભરે!
અહીંયાં કહે છે : એક શ્લોકમાં કેટલું સમાડી દીધું છે અને તે કર્મના પ્રદેશ કીધાં છે. તે.. કર્મના પ્રદેશ તો પરમાણુ જડ છે. પણ એનો અનુભાગ જે છે એનો પ્રદેશનો (અંશ) ભાગ કહેવાય એના તરફના લક્ષમાં જઈને, જે વિકારપણે પરિણમ્યો છે તે અણાત્મા પરસમય કહેવામાં આવે છે. આહાહા! આવી વાત છે કર્મપણે પણ પરમાણુના અનંત ગુણો પરિણમ્યા નથી. આહાહા ! એમ ભગવાન આત્માના અનંતા ગુણો, મિથ્યાત્વ, અવત, કષાય આદિ પરિણમવામાં અનંત ગુણો નથી પરિણમ્યા, કેટલાક જ ગુણો... બહુ વિચાર કરીને કાઢયાં 'તા ઘણાં વરસ પહેલાં બહુ વધારે ન નીકળ્યા એકવીસ ગુણ કાઢયા 'તા વિપરીતપણાના. કાઢયાં 'તા ઘણાં વરસ પહેલાં, ગામડામાં હોય ને એકાંત ! વિપરીત (ગુણ) આત્મામાં મિથ્યાત્વ, ચારિત્ર, આનંદ, પ્રદેશત્વ એવા એવા કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન એવાં એવાં ગુણો વિકારપણે થયા છે. બધાં ગુણો નથી થયાં, સમજાણું?
વિચાર તો બધા આવ્યા હોય ને એકે એક ઘણાં. આહાહા !
આંહી કહે છે કે “જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશોમાં એટલે કે એ કર્મનો જ ભાગ છે વિકાર, આત્માનો સ્વભાવ નથી. વિભાવનું પુણ્ય ને પાપ, દયા ને દાન, વ્રત ને ભક્તિ, કામ ને ક્રોધ, રળવું-કમાવું, એનું ધ્યાન એ બધું પાપ. આહાહા! એમાં જે સ્થિત છે, છે? તેને પરસમય જાણ ”તેને અણાત્મા જાણ. આહાહા ! કેમકે એની પર્યાયમાં વિકારપણે થવું, એ વિકાર આત્મા નથી. વિકાર એ આત્માનો કોઈ સ્વભાવ નથી. વિકારપણે પરિણમ્યો છે–થયો છે તે અણાત્મા છે. આહાહાહા !
એ તો શબ્દાર્થ થયો હવે એની ટીકા.
સમય” પહેલો સમય ઉપાયો (કહ્યો) ટીકાઃ- “સમય” શબ્દનો અર્થ આ પ્રમાણે છે” સમ' તો ઉપસર્ગ છે વ્યાકરણના નિયમ પ્રમાણે “સમ” ઉપસર્ગ છે. તેનો એક અર્થ “એકપણું" એવો છે” તેનો અર્થ “એકપણું” એવો છે. ‘સમ’ એકપણું ‘મય પતૌ’ સમય છે ને? સમય સમ ને ય બે શબ્દ ભેગાં છે. સમૂનો અર્થ એકપણું ‘મય સાત' ધાતુ છે, ‘મય સાત ધાતુ છે, એ ધાતુ. પરિણમન કરવું એ. આહાહા ! એ ય ધાતુનો ગમન અર્થ પણ છે. “ય' એટલે ગમન કરવું, પરિણમવું- ગમન કરવું અને જ્ઞાન અર્થ પણ છે.” ગમન કરવું અને પરિણમવું, જ્ઞાનરૂપે હોં “ગમનપણે પરિણમવું અને જ્ઞાન અર્થ. તેથી એક સાથે જ યુગપ જાણવું અને પરિણમન કરવું એ ક્રિયાઓ જે એકત્વપૂર્વક કરે, બે ક્રિયાઓ એક સમયમાં એકત્વપૂર્વક કરેપરિણમે અને જાણે પરિણમે અને જાણે. એવી એક સમયમાં બે ક્રિયાને એકપણે કરે. આહાહાહા ! છે? “તે સમય છે ' એક “સમયની વ્યાખ્યા કરી.
ફરીને, સમ ને ૩ય આત્મા લેવો છે ને અહીં અત્યારે તો એટલે સમ એકપણે “મય' ગમન કરવું, પરિણમવું અને જાણવું, એવી બે ક્રિયા એક સમયમાં જે કરે તેને “સમય” કહેવામાં આવે છે.
“સમય” કેમ ઓળખ્યો? ઓલા પૂછતા 'તા તે દિ' દિલ્હી આ વિદ્યાનંદજી “સમય” કેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com